Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Kalpesh Patel

Fantasy


4.9  

Kalpesh Patel

Fantasy


સ્ટાર હગ - દોસ્તીનો લંબાયેલો હાથ

સ્ટાર હગ - દોસ્તીનો લંબાયેલો હાથ

5 mins 3.2K 5 mins 3.2K

તારીખ 14મી નવેમ્બર, વરસ ૨૦૨૦ની વહેલી સવારે લગભગ ચાર વાગે, શ્રી હરિકોટા સ્થિત આવેલા ઇસરોના સ્પેસ સેન્ટર કંટ્રોલ રૂમની આંતર ગ્રહીય મેસેજ રીસિવિંગ ડિવાઇસ ઉપર સતત સિતારના તારથી વહેતો "તટ્રંગ ત્રીંગ ટ્રોંગ" મેસેજ આવી રહ્યો હતો. મસેજ ક્યાથી આવતો હતો તે લોકેટ થતો નહતો, અને ઇસરોના વૈજ્ઞાનિકો આ સતત આવી રહેલા મેસેજને યોગનું-યોગ, કે કોઇની મજાક ગણી અવગણી શકતા નહતા. આખરે ઇસરોના એક યુવાન વિજ્ઞાનિકે તેનો તોડ કાઢ્યો, અને એક વર્જીન મેગ્નેટીક ડિસ્કને રોકોર્ડરમાં મૂકી અને સેટેલાઇટ ફોન ઉપર આવતો ફોન રેકોર્ડ કર્યો.

સેટેલાઈટ ફોનનો મળેલ મેસેજ કોડિંગ કરેલો હોઇ, તેને ઉકેલવામાં ઇસરોની આખી ટીમ લાગી ગઈ. સતત કોઈ સિતાર જેવુ તંતુ વાદ્ય વાગતું હોય તેવી સંગીતની સૂરાવલિ જેવા મેસેજનો આખી ઇસરોની ટીમ તેનો અર્થ તારવવામાં લાગી ગઈ. કોઈ મેળ પડતો નહતો. ત્યારે ઇસરોના ડાયરેકટર ડોક્ટર રાવને એક અખતરો કરવાનું સુજયું, અને મેસેજના સ્પીકરના વાયરો પેંટોગ્રાફને કનેક્ટ કરી દીઘા અને બધાના અચંબા વચ્ચે એ ૪ સાઈઝના પેપરમાં આઉટ પ્રિન્ટ આઉટ તે પ્રિન્ટરમાંથી નીકળતી હતી. મેસેજ મળ્યો અને તેની બીજી મિનિટે ઇસરોના ટોચના બધા વૈજ્ઞાનિકો બોર્ડ રુમમાં એકઠા થયા. અને તાબડતોબ, પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ અને હેલ્થ મિનિસ્ટરને ઓનલાઈન મિટિંગ એટેંડ કરવા જણાવ્યુ હતું,

ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર એન્લાર્જ કરી મૂકેલો મેસેજ હવે સહેલાઇથી બધા જોઈ અને સમજી શકે તેવો હતો.

"મારા વ્હાલા પૃથ્વી નિવાસીઓ, હું લુકાસ એલેક્ષા, ગલેક્સી નંબર 234K પ્લેનેટ ૬૪થી આ સંદેશો તમને પાઠવી રહ્યો છું, આજે સવારથી તમે પૃથ્વી નિવાસીઓ કોવિદ -૨૦૧૯ની ઝપેટમાં આવેલા છો, તે જાણી હું ઘેરા શોકની લાગણી અનુભવું છું. હું જાણું છું કે આ રોગ કેવો ખતરનાક છે, પણ અમારી ગલેક્સી નંબર 234K માં આવેલા પ્લેનેટ ૬૪માં એક મારા સાથી વિજ્ઞાનિકે આ કોવિદ ૨૦૧૯ વાયરસની રસી શોધેલી છે. અને તે ખુબજ અસર કારક છે. તે હું તમને સમગ્ર માનવ જાતિના ઉત્કર્ષ અને સલામતી માટે તમને પહોચડવા માંગુ છું. અમારું એક યાન આ રસી તમારા ગ્રહ મંડળના મંગળ ગ્રહ ઉપર ડિલિવરી આપવા જઈ રહેલ છે, તેમાં તમારા માટે ક્રિસ્ટલ બોટલમાં રસી મોકલવી રહ્યા છીએ, જે તમારાથી સૌથી નજીકના ઉપગ્રહ ચંદ્ર ઉપરથી તે મેળવવાની રહેશે તમને દોઢ કલાક પછી મળી જશે તો તમે તે મેળવવાની તજવીજ કરશો. 

ભાઈઓ તમને થશે કે હું કેમ તમારી મદદ માટે ઉત્સુક છું. તો સાંભળો તેની પાછળ મોટી કથની છે , હું આફ્રિકા ખાંડમાં મારા માતા પિતા સાથે નાઇલ નદીને કિનારે રહેતો હતો. અને મારા પિતાને ખેતીમાં મદદ કરી આનદથી મજા કરતો હતો. મારુ નામ લુઈસ એલેક્સ છે એક દિવસે એમેજોનના જંગલમાં જ્યારે ઊડતી રકાબી આવી હતી ત્યારે અકસ્માતથી તે રકાબીમાં, હું ચઢી ગયેલો. અને અંહી આ ગેલેક્સીના લોકોએ મને તેઓનો ગણી અપનાવી લીધો છે. આમ મારૂ મૂળ અને કુળ પૃથ્વી સાથે સંકળાયેલું હોઇ, મને માનવ જાતિની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

મારા મેસેજને મજાક સમજવાની ભૂલ કરશો તો તે માનવ જાત માટે કદાચ કલંક સાબિત થશે. મોકલેલ ક્રિસ્ટલ બોટલનું પ્રવાહી આખી પૃથ્વી ઉપરના હયાત તેમજ હવે પછીના ૨૦૦ વરસમાં જન્મ લેનાર દરેક માનવી માટે પૂરતી છે.

મેસેજ જોઈ બધા આવક થઈ ગયા, અને ડોક્ટર રાવ સામે જોયું, દોઢ કલાકમાં ચંદ્ર ઉપર કેવી રીતે જઈ શકીશું, ડોક્ટર રાવે વિસ્તૃત ગણતરી કરીને જણાવ્યુકે ગલેક્સી નંબર 234Kમાં આવેલા પ્લેનેટ ૬૪ના ટાઈમ ઝોન પ્રમાણે ત્યાંનો દોઢ કલાક એટલે આપણાં પંદર દિવસ થાય. માટે આપણે પંદરમાં દિવસે ત્યાં પહોચવાનું છે. હાલમાં ચંદ્ર યાન ૨ની તૈયારી પૂરી થઈ ગયેલી છે. અને આપની પાસે જરૂરી યાન અને આવકાશ યાત્રી તૈયાર છે. આપણી પાસે યાનનો સાત દિવસનો ટ્રાન્સ્મિશન પિરિયડ અને યાનને કાઉન્ટ ડાઉનમાં મૂકવા માટે બીજા સાત દિવસ, એમ કુલ ૧૪ દિવસ જોઈએ તે બાદ કથા આપની પાસે હવે અત્યારે ફક્ત ૨૦ કલાક બચેલા છે. આ ૨૦ કલાકમાં નિર્ણય ન લેવાય તો આપણે ગલેક્સી નંબર 234Kમાં આવેલા પ્લેનેટ ૬૪ ની ફેરી બોટને પકડી નહીં શકીએ, અને કોવીડ-૨૦૧૯ ના વાયરસ સામેની રસી મેળવી નહીં શકીએ .

ઓનલાઇન મિટિંગમાં હાજર રહેલા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે અને હેલ્થ મિનિસ્ટર સાહેબે મિશનને મંજૂરી આપી અને મિશનને "સ્ટાર હગ" "Star Hug" નામ આપવામાં આવ્યું. કારણકે આ એક બીજા ગ્રહ તરફથી સમગ્ર માનવ જાતિની સલામતિમતે ફેલાયેલો દોસ્તીનો હાથ હતો. આ અંગે અમેરિકની સ્પેસ આગેન્સી નાસાને પણ આ માનવ જાતિની સલામતી માટેના મિશનમાં જોડાવવા કહેવું તેવું હાજર રહેલા તમામ સભ્યોએ સૂચન કર્યું. અને ઇસરો અને નાસાની ટીમ આ "સ્ટાર હગ" મિશનને પર પાડવા કામે લાગી ગઇ.

હવે માનવીને ચંદ્ર પર મોકલી અને ત્યાંથી સકુશળ પાછો લાવવા માટે એક અત્યંત શક્તિશાળી અને મજબૂત અંતરિક્ષ યાન અને રોકેટ બનાવવાનું હતું. તેના માટે ઇસરોએ સતત આકરી મહેનત પછી વાયુ યાનનું મોડલ તૈયાર કર્યું જ હતું, જેને સુદર્શન નામ અપાયું હતું. રોકેટને ચંદ્ર સુધી પહોંચાડવા અને પાછું લાવવા માટેશક્તિશાળી રોકેટ એન્જિન પણ જરૂરી હતું. ઇસરોએ વિશ્વનું સૌથીનાનું પરંતુ શક્તિશાળી કમ્બશન એન્જિનનું મોડલ તૈયાર કર્યું હતું અને કોમ્પુટર ઉપર સતત સૂડો ટેસ્ટિંગ પરીક્ષણ કરી સફળતાની ખાતરી પાકી કરેલી હતી,

તેમ છતાય આ સફર ઐતિહાસીક અને ખતરનાક પણ હતી. તે ઇસરોના સ્પેસ પ્રોગ્રામનું પહેલું અભિયાન હતું.જે માત્ર ૨૦ કલાકની અત્યંત ટૂંકી નોટિસ પછી કાઉન્ટ ડાઉન માટે તૈયાર કરેલા યાનથી ચંદ્રની ધરતી પર પગ મુકવાનો ભારતનો પ્રથમ પ્રયાસ હતો. પરંતુ સમગ્ર પૃથ્વી ઉપરની માનવ વસાહતના અસ્તિત્વ અને સલામતી માટેની રસી મેળવવાની હોય, સૌ કોઈ ઉત્તેજિત હતા. ભારતના છેલ્લા માનવ રહિત યાનમાં છેલ્લી ઘડીના યાંત્રિક ફેલિયોર પછી પણ પ્રાઇમ મિનિસ્ટર તરફથી સતત મળતા રહેતા મોટીવેશનને લઈને ઇસરોના કર્મચારી અને વૈજ્ઞાનિકોનું મનોબળ ચરમ સીમાએ હતું. આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર સાતદિવસની સફર પછી એક દિવસ ચંદ્ર ઉપર વિતાવીને પાછા આવવના હતા, મિશનના પ્રમુખ ડોક્ટર રાવે આખા મિશનનો પ્લાન આખરે લૉન્ચ કર્યો. અને બધા કામે લાગી ગયા.

ડોક્ટર રાવે કહ્યું કે આપણે ચંદ્ર ઉપર હવે આપણો ધ્વજ કે પગના નિશાન છોડવા માટે નથી જઈ રહ્યા.અમે ત્યાં રોકાવા જઈ રહ્યા છે. અને એટલે જ નવા મિશનની યોજના નાસાના અપોલોથી અલગ બનાવવામાં આવી છે. અપોલો 11 મિશન અંતર્ગત જ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર ઉતરનાર પહેલા વ્યક્તિ બન્યા હતા. તે મિશનના લગભગ ૫૧ વર્ષબાદ ફરી અંતરિક્ષયાત્રીઓને આપણે હવે ફરીથી ઉપગ્રહ પર મોકલી રહ્યા છે ત્યારે આપણી જવાબદારી વધી જાય છે.

પ્રસ્તુત મિશન માટે સાધનો અને અંતરિક્ષ યાન બનાવવા માટે આ વખતે કમર્શિયલ કંપનીઓની મદદ લેવામાંઆવી હતી. અને તેમાં નાસાએ કંપનીઓને ચંદ્ર પર ઉતરાણ માટે અંતરિક્ષ યાન, એક યાનથી બીજામાં જવા માટે વાહન અને ઈંધણ ભરવાની પ્રણાલીને વિકસિત કરવા માટે અમુલ્ય માર્ગદર્શન આપેલું છે તેના આપણે આભારી છીએ.આ સમગ્ર મિશન નો ખર્ચ અંદાજે 90 લાખ ડૉલર થશે, પરંતુ હવે આ ખર્ચ માત્ર અંતરિક્ષ ક્ષેત્રે પ્રયોગ ના માટે સીમિત ના રહેતા,માનવ જાતિની સુખાકારી માટે થવણો હોઇ, ખરચેલા નાણાંનું પૂરું વળતર મળવાનું છે.

આપણે બનાવેલા યાન અને સાધનોને ચંદ્રનીકક્ષામાં બનાવવામાં આવેલા સ્પેસ સ્ટેશનમાં લૉંચ કરવામાં આવશે. નાસાએ આ વરસે ચંદ્રની કક્ષામાં લૂનર ઑર્બિટલ પ્લેટફોર્મ વિકસિત કરી તેને કામ કરતું કરી દીધેલું હોવથી તેની આપણને ભરપૂર મદદ રહેશે.આખરે ૧૫મી નવેબરની વહેલી સવારે, ચંદ્ર યાન ૨,ને કાઉન્ટ ડાઉન મોડ માં મૂકાતા, હવે ચંદ્ર યાન ૨૨મીનવેમ્બરે ચંદ્ર ઉપર કોવિદ- ૨૦૧૯ ની મહામારીની રસી લેવા જ્યારે ઉડાન ભરશે ત્યારે, મારવા વારા કરતાં બચાવનાર મહાન સાબિત થશે. અને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં હમેશા આદરથી લેવાશે. ડોક્ટર રાવે આપેલી માહિતી બદલ બધાએ તેઓનો આભાર માન્યો.

અને ઇસરો અને નાસાની ટીમ ઊંચા હોંસલા સાથે "મિશન હગ' ને પર પાડવા કામે વળગી ગયા હતા, જેથી ગલેક્સી નંબર 234K માં આવેલા પ્લેનેટ ૬૪માં બનેલી કોવિડ-૨૦૧૯ ની રસી લઈ સમગ્ર માનવ જાત ને કોરોના વાયરસ સામે સત્વરે કવચ પૂરું પડી શકાય. 


Rate this content
Log in

More gujarati story from Kalpesh Patel

Similar gujarati story from Fantasy