STORYMIRROR

Parul Thakkar "યાદે"

Classics Tragedy

2  

Parul Thakkar "યાદે"

Classics Tragedy

સ્ત્રી

સ્ત્રી

2 mins
533


સ્ત્રીનું જીવન એટલે કોઈ નિબંધ નહિ પણ દરેક દિવસોના પેરેગ્રાફમાં વહેંચાયેલી આત્મકથા....

વેદનાનું કરે છે વ્હાલમાં રૂપાંતર.

આપણા શ્વાસ એ બીજું કાઈ નહિ પણ એના મૂળને ઉગેલા ફૂલ છે...છતાં ક્યારેય એણે કીધું નથી કે જુઓ આ મારું ક્રિએશન છે....

ત્યાગ અને સમર્પણની મૂર્તિ એટલે સ્ત્રી..લોકો કહે છે સ્ત્રીને સમજવી ખૂબ અઘરી છે... પણ મારા મતે સ્ત્રી એક સાવ સરળ વ્યક્તિત્વ છે,

એ બધાની છે પણ એનું કોઈ નથી,

આમ સર્વથી ઘેરાયેલી ને આમ જુઓ તો સાવ એકલી છે ...એટલે જ તો એને ઘરના ખૂણાનું એકાંત પોતીકું લાગે છે....

સંતાનો તકલીફમાં હોય ત્યારે ભગવાનને એક અગરબત્તી વધારે કરે છે... અને સંતાનોની પ્રગતિના સમાચાર એના વાતની હ

ેડલાઈન બની જાય છે....

એક સાથે ત્રણ પેઢીનો સમન્વય નિભાવે છે... કુટુંબની માળાના મણકાને સહજતાથી પરોવીને સજાવે છે...

રડીએ છીએ જ્યારે આપણે ત્યારે પાલવ એનો ભીંજાય છે.... પણ એની કોરી આંખનો દરિયો કેટલો ઘૂઘવતો જાય છે...!!!

એના વિશે મૌન રહી શકાતું નથી, અને બોલવામાં આપણે ગોથું ખાઈએ છીએ...

સાચું કહું તો આપણે ક્યાં એને રાખીએ છીએ.... એ જ આપણને સાચવે છે, આપણી આંખ સામે જ એને એના સપનાઓ અવગણતાં જોઈએ છીએ... આપણી આંખ સામે જ એ ઘરડી થાય છે... છતાં આપણે નથી કાઈ કરી શકતા કે નથી એને કાઈ આપી શકતા, અને જ્યારે ખરેખર આ વાતનો અહેસાસ આપણને થાય છે અને આપણી ભૂલ આપણને સમજાય છે ત્યારે......

ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.


Rate this content
Log in