Parul Thakkar "યાદે"

Thriller Drama


3  

Parul Thakkar "યાદે"

Thriller Drama


નસીબના ખેલ 28

નસીબના ખેલ 28

2 mins 608 2 mins 608

       ધીરજલાલને પણ શુ સુજ્યું તો એ નિશાના ઘરે જાવા તૈયાર થઈ ગયા. ધરાને રાજકોટ રાખીને ધીરજલાલ અને હંસાબેન નિશાના ઘરે ભાવનગર પહોંચ્યા. નિશાનું ઘર જોયું. કેવલને અને નિશાના પતિ ને મળ્યા. એ લોકોને કરિયાણાની દુકાન હતી એ પણ જોઈ. બધું ઠીકઠાક લાગ્યું. ખબર નહિ કેમ ? જે અત્યાર સુધી એક ઘર માં બે બહેનો આપવાની ના પાડતા હતા એ જ ધીરજલાલ ધરા ને આ ઘરમાં આપવા તૈયાર થઈ ગયા. (જેનું સાચું કારણ અત્યારે કોઈ નોહતું જાણતું.)


ધીરજલાલ હવે એમ માનવા લાગ્યા કે આપણા જીવનનો શુ ભરોસો ? આપણા ગયા પછી ધરા એકલી પડી જશે પણ અહીં હશે તો નિશા ગમે એમ તો ય ભાઈની દીકરી છે ધરાની બહેન છે એ ધરાને સાચવી લેશે. ધરાને એકલી નહિ પડવા દે. એકલું નહિ લાગવા દે.


          રાજકોટ આવીને એમણે ધરાને કહ્યું કે લોકો સારા છે, કેવલ પણ સારો છે... ધરા એ ફકત એટલું કીધું કે પાપા મને છોકરો બતાવશો તો ખરા ને ? ત્યાં તો ધરાના માસીએ કહ્યું કે એ અને ધરાના મમ્મી ફરી જશે, બધું જોઈ આવશે અને છોકરાનો ફોટો પણ લેતા આવશે... ધરાને હવે કાઈ કહેવા જેવું ન રહેતું હતું.


       બીજે જ દિવસે ધરાના માસી અને એના મમ્મી ફરી ભાવનગર આવ્યા અને ધરાના માસી એ કેવલનો ફોટો પણ માંગ્યો.. અને એ લોકોને રાજકોટ ધરાને જોવા માટેનું આમંત્રણ પણ આપ્યું.... તરત જ નિશા એ કીધું કે એ લોકો એ તો ધરા ને જોયેલી જ છે અને એમના તરફથી તો નક્કી જ છે... એ લોકો તો સીધી સગાઈ કરવા જ આવશે. ત્યારે ધરાના માસી એ કહ્યું કે કેવલ ને તો બાકી જ હશે ને ધરા ને જોવાની.... ત્યારે વધુ એક ધડાકો થયો નિશા તરફથી કે કેવલભાઈ તો એ (નિશા) જ્યાં કહેશે ત્યાં જ હા પાડશે.  પણ આ તરફ કોઈનું ધ્યાન જ ન ગયું કે નિશા એ આમ શા માટે કીધું ? કેમ કેવલ નિશાની આટલી બધી વાત માનતો હશે ?

      

(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Parul Thakkar "યાદે"

Similar gujarati story from Thriller