નસીબના ખેલ 29
નસીબના ખેલ 29
ધરાના માસી અને મમ્મી કેવલનો ફોટો લઈ અને એ લોકોને આમંત્રણ આપીને રાજકોટ પરત આવ્યા અને ધરા ને કેવલ નો ફોટો બતાવ્યો. દેખાવમાં સાવ સામાન્ય કહી શકાય એવા કેવલને જોઈને ધરાએ એના પપ્પાને કહ્યું કે આ મુરતિયો હોય તો એને જરાય નથી ગમ્યો. આના કરતા તો આગળ જોયેલા છોકરાઓ સાત દરજ્જે સારા હતા..!!
ધરાના આ શબ્દો સાંભળતા જ ધરાના માસી ગુસ્સામાં ઘણું બધું બોલવા લાગ્યા. "તે પોતે કોઈ છોકરો પસંદ કરી રાખ્યો છે ? તારે તો મ
ા-બાપનું નામ ડૂબાડવું છે, હજી તારા લક્ષણ સુધાર્યા નથી. ધીરજલાલ તારા પર ભરોસો કરે છે એ જ ખોટું છે. તું સુધરે એમ છે જ નહિ ." વગેરે વગેરે જેવા વ્યંગબાણ એક પછી એક છૂટતા રહ્યા અને ધરાના મમ્મી સાવ ચૂપચાપ બધું સાંભળતા રહ્યા અને આ બધું જોઈ સાંભળી ને ધરાને ખૂબ દુઃખ થયું. એણે પણ કહી દીધું કે હવે એ કેવલને જોવા પણ નથી માંગતી. તમે જ્યાં કહેશો જેની સાથે કહેશો એની સાથે લગ્ન કરી લઈશ. (એ વાત અલગ હતી કે આ નિર્ણય ધરા એ થોડી જીદ માં લીધો હતો, જાણે એને ખબર હતી કે એની મરજી આમ પણ ચાલવાની તો નોહતી જ)
(ક્રમશઃ)