સ્ત્રી
સ્ત્રી
આજે આપની સમક્ષ હું એક સાંપ્રત સમાજની સમસ્યા સાથે આવી છું. ઈચ્છું કે આપનાં પ્રતિભાવ સાથે લોકોની સહાનુભૂતિ એ સમાજને પણ મળે ...
વાત બહુ અકળાવનારી છે. એ સમાજ કે જ્યાં મંદિરમાં સ્ત્રીઓને દેવી કહીને પૂજવામાં આવે છે એ સમાજમાં સ્ત્રીને અપશુકનિયાળ અને અનિચ્છનીય ગણવામાં આવે છે. જે ઘરમાં છોકરીનો જન્મ થાય તે ઘરમાં બધે જ છોકરી ઈચ્છિત નથી હોતી. એ પણ ગર્ભપરીક્ષણ દ્વારા જાણીને થતી ગર્ભ હત્યા એ શું છે! સ્ત્રી જાતિની થતી અપમાનજનક અવહેલનાને સમાજે કદાચ સ્વીકારી લીધી છે.
દહેજનું દૂષણ પણ એવી જ એક બદી છે. નોકરીમાં થતું શોષણ કે શિક્ષણમાં થતી છેડતીના પ્રકાર એક જ છે એક સ્ત્રીને સમાજે શરીરથી ક્યારેય અલગ પાડી નથી. સ્ત્રીને મર્યાદા છે. સ્ત્રી બ્રાન્ડ છે, પણ એની આગવી પસંદ છે, ઘૃણા છે, એ વાતનો અધિકાર સમાજે આપ્યો નથી. છીનવી ને લઇ શકો. જો, તમે તો ઠીક છે, બાકી સહન કરવાનું આવે છે.
સ્ત્રીઓની થતી જાતીય સતામણી. આવો જ એક કિસ્સો કહું.
એક ખૂબ સુંદર, હોશિયાર અને પ્રતિભાશાળી છોકરીની પાછળ એક વગદાર છોકરો પડી ગયો ખૂબ સતાવી...છોકરીએ મચક ના આપી... તેની પર જબરદસ્તી કરી. પીડિતા છોકરી લાચાર બની ગઈ. કેસ કર્યો. ખૂબ લડી ઝઘડી અને અંતે માતા પિતા એ પેલા દરિંદા છોકરા સાથે પરણાંવીને સમાધાન કર્યું. લાચાર છોકરીએ મન મારી લગ્ન કર્યા. પેલા છોકરા એ ખાલી કેસ પાછો ખેંચવા જ લગ્ન કરેલું. ખૂબ ત્રાસ આપ્યો.
છોકરી થાકી હતી ને માબાપ પાસે ગઈ. માં બાપ કહે કે હવે તારે ત્યાજ જીવવાનું છે છોકરી એ અનેક પ્રયત્નો કર્યા. કોઈ સુધારો થાય એમ નહોતો. આજે એ છોકરી બોમ્બેના રેડ લાઈટ એરિયામાં કોલ ગર્લ બની જીવે છે. અહીં વાક કોનો !!!!!
કોઈ સમાજ ક્યારેય કોઈની આબરૂને બચાવી શકતી નથી. પરિવાર અથવા વ્યક્તિની પોતાની લડત પર જ આખુંયે ચક્ર નભે છે.
સ્ત્રીઓની આ દશાને સુધારવી હોય તો એને ભણાવવી પડશે. પોતાના હિત ને અનુરૂપ નિર્ણય લેતા અને લડતા શીખવું પડશે. માતા પિતા એ પેરેન્ટીંગ કરતા શીખવું પડશે. પ્રોપર રીતથી ઉછેર, ઘડતર અને સંસ્કારનું સિંચન કરવું પડશે.
યાદ રહે કે સ્ત્રીઓને થતાં અન્યાય અને શોષણની સમસ્યા જ એને કોઈ અનુચિત પગલી ભરવા તરફ પ્રેરે છે.