સરોગસી - ૭
સરોગસી - ૭
અંજલી એક સુંદર મજાનાં પુત્રને જન્મ આપે છે હવે આગળ ..
રીયાને આજે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય એવું લાગ્યું. આજે તેણે ઘરને સરસ મજાનું શણગાર્યું. અંજલી બાળકને લઈ ઘરે આવી. અંજલીનાં રૂમને પણ સરસ ડેકોરેશન કર્યો. કેટલીયે જાતનાં રમકડા પણ લાવી ને રાખી દીધા. બાળકને જન્મ અંજલીએ આપ્યો હતો પણ દૂધની સરેવણી (સરવાણી) જાણે રીયાનાં સ્તનમાં વહેતી હતી. થોડા દિવસ પછી બાળકનાં નામકરણની વિધી પણ ધામધૂમથી કરી. બાળકનું નામ "પાર્થ" રાખ્યું. આમને આમ એક મહિનો પસાર થઈ ગયો અંજલી વિચારતી હતી કે જો વધારે સમય હું બાળક સાથે રહીશ તો તેનો મોહ મૂકવો અઘરો થશે. માટે મારે હવે પાર્થને રીયા અને અજીતને સોંપીને જવું જોઈએ. પણ રીયા કોઈપણ હિસાબે તેને જવા દેશે નહીં. એ અંજલી જાણતી હતી. પોતાના કાળજાનાં કટકાને બીજાને સોંપવો એ કામ બસ એક મા જ કરી શકે. નવ મહિના પોતાના પેટમાં રાખી પોતાના લોહીથી સીંચીને, પીડા વેઠીને જન્મ આપનારી મા ને હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. અંજલીએ એક ચિઠ્ઠી લખી જેમા લખ્યું "મારી જાનથી પણ પ્યારી સખી રીયા હવે તું મા બની ગઈ છો, હવે આ બાળક તારું અને અજીતનું છે. હું વધારે સમય તેની સાથે રહીશ તો લાગણીથી બંધાઈ જઈશ એના કરતા હવે મારૂ જવું ઉચીત છે. હું જાણું છું કે તું અને અજીત બંને ખુબ સારી રીતે એનું પાલન પોષણ કરશો. હવે મારો સંપર્ક કરવાની કોશિશ કરતા નહીં. "
લિ. તારી અંજુ
રીયા અને અજીત પાર્થનાં કપડા ખરીદવા ગયા અને અંજલી ચિઠ્ઠી છોડી આંસુ ભરેલી આંખે બાળકને મૂકી ઘર છોડી જાય છે. જયારે રીયાને અજીત ઘરે આવે છે અને ચિઠ્ઠી વાંચી તો પાર્થને હાથમાં લઈ ખુબ રડી. રીયાએ અંજલીને ઘણા ફોન કર્યા પણ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેના ઘરે જઈને પણ તપાસ કરી પણ જાણવા મળ્યું કે તે ઘર છોડી જતી રહી. આજે એક મા બીજી સ્ત્રીને મા બનાવીને ચાલી ગઈ છે. આવું બલિદાન એક સ્ત્રી જ કરી શકે પછી એ દીકરી, પત્ની, વહુ કે પછી સરોગસી મા તરીકે હોય.
રીયા અને અજીતે ખુબ લાડકોડથી પાર્થને મોટો કર્યો. અને જીવનભર અંજલીનાં ઋણી રહ્યા. અંજલીએ પોતાનો બાગ ઉજાડીને રીયાનાં બાગમાં ફૂલ ખિલાવ્યું.
ક્રમશઃ
