Varsha Bhatt

Drama Others

3  

Varsha Bhatt

Drama Others

સરોગસી - ૩

સરોગસી - ૩

2 mins
223


(રીયા વિચારે છે કે શું અંજલી મારા બાળકની મા બનવા તૈયાર થશે? હવે આગળ...) 

  અંજલી આજ ઓફિસેથી વહેલી ઘરે આવી ગઈ. તેણે ફોન હાથમાં લઈ રીયાને ફોન કર્યો. ચાલ આજે કયાંક મળીએ. રીયા અને અંજલી ગાર્ડનમાં મળ્યાં. સાંજનો સમય હતો ઘણા બાળકો રમતાં હતાં. તેને જોઈ રીયા ઉદાસ થઈ ગઈ. પણ થોડી જ વારમાં ફરી પોતાંનો મૂડ સારો કરતાંં બોલી, "અંજલી બસ હું જ બોલ્યા કરૂ છું તું તો તાંરા વિષે કશું કહેતી જ નથી." તો અંજલી બોલી, "શું કહું? મારા જીવનમાં કહેવા જેવું કશું છે જ નહીં. આનંદ અને હું ખુશીથી રહેતાં હતાં. આનંદનો મજાકિયો સ્વભાવ મને હર સમય તાજગી આપતો. ઉદાસીને તો મારી પાસે આવવા પણ ન દેતાં આનંદ. બસ આવી રીતે દિવસો ને પછી વરસો વિતતાં ગયા. આનંદ કહે આપણે બરાબર સેટ થઈ પછી જ બાળક વિષે વિચારીશું. એક દિવસ આનંદ સવારથી કંપનીનાં કામે સવારથી પુના ગયા ને સાંજે મુંબઈ આવતી વખતે એક કાર સાથે તેનો અકસ્માત થયો. કારની સ્પીડ ઘણી હતી અને........" અંજલી આગળ કશું બોલી શકી નહી. બસ આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન હતાં લેતાં. રીયા અંજલીનો હાથ પોતાંના હાથમાં લેતાં કહે" અંજુ ડાર્લિંગ હવે તું એકલી નથી હું ને અજીત પણ તારી સાથે છે" તું જરા પણ ચિંતા કરીશ નહી. બાળકો રમતાં હોય છે ત્યાંથી બોલ રીયા પાસે આવે છે. એક નાની પરી જેવી ઢીંગલી બોલ લેવા આવે છે. તેને જોઈ રીયા ઉદાસ થઈ તો અંજલી રીયાનો હાથ પકડી કહે "રીયા ડાર્લિંગ તું ઉદાસ ન થા હું પણ તારી સાથે જ છું. આ સાંભળીને રીયાને થયું કે અંજલી સાથે બાળકની વાત કરે પણ તે બોલી નહીં. હવે રાત થવા આવી હતી અંજલી રીયાને ઘરે મૂકીને તેના ઘરે ગઈ. 

    રાત્રે જયારે અજીત ઘરે આવ્યા ત્યારે રીયા એ અજીત સાથે વાત કરવાનુ વિચાર્યુ. ને બોલી " અજીત આમ કયાં સુધી ચાલશે ? બાળક વિનાનું ઘર હવે મને ખાવા દોડે છે." તમે તો કામમાં સમય પસાર કરો પણ હું કંટાળી જાઉ છું. જો તમને ઠીક લાગે તો એક વાત કહું ?" અજીત પૂછે છે,"શું?" રીયા બોલી, "અંજલી આપણા બાળકની મા બની શકે ?" અચાનક આમ સાંભળીને પહેલાં તો અજીત ખુબ ગુસ્સે થાય છે. પછી કહે છે કે, "હું કોઈપણ ભોગે એક બાળક માટે તને છોડીને અંજલી કે કોઈપણ સાથે લગ્ન કરવા તૈયાર નથી." ત્યારે રીયા કહે છે કે,"હું કયાં કહું છું કે તમે મને છોડો પણ આપણે સરોગસીથી અંજલીની કુખમાં (કુક્ષીમાં) આપણા બંનેનું બાળક આપણા અંશને ઉછેરીશું. અજીત પણ રીયાની વાત સાંભળી વિચારમાં પડી ગયો. અને કહ્યું કે, "તને ઠીક લાગે તો અંજલીને વાત કરજે. અંજલી પણ આના માટે તૈયાર હોવી જોઈએ." અને રીયા અને અજીત એક નવી આશાની કિરણની રાહમાં આંખો મીંચે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama