Varsha Bhatt

Drama Others

4  

Varsha Bhatt

Drama Others

સરોગસી - ૧૫

સરોગસી - ૧૫

1 min
190


દિવસો અને મહિનાઓ પસાર થતા ગયા.. હવે પાર્થ અને માયરાનાં લગ્ન વસંતપંચમીનાં શુભ દિને નકકી કર્યા. અંજલી અને પાર્થ મુંબઈ આવી ગયા સાથે માયરાને જયેશભાઈ પણ આવ્યા. અંજલીને બંને જવાબદારી નિભાવવાની હતી. માયરાની મા બનીને તેની સાથે રહેવાનું હતું. 

મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. રીયાનાં પગ તો ખુશીનાં માર્યા જમીન પર ટકતા ન હતા. સાજન, માજન, બેન્ડવાજા સાથે લગ્નની તૈયારીઓ ચાલતી હતી. પાર્થ અને માયરા જાણે એકબીજા માટે સર્જાયા હોય તેવી સારસ બેલડી લાગતી હતી. સંગીત, મહેંદી અને લગ્ન ધામધુમથી પુરા થયાં. પાર્થ અને માયરા સાતો જનમ સાથે રહેવાના વચન સાથે એકબીજા સાથે જોડાઈ ગયા હતાં. રીયા અને અજીતનાં આશીર્વાદ લીધા અને અંજલીએ પણ ખુબ આશીર્વાદ આપ્યા. જયેશભાઈ પણ બંને ને ખુશ જોઈ ખુશ હતાં. 

આજે જન્મ દેનારી અને પાળનારી બંને મા ખુશ હતી. સખીપણાનો ધર્મ નિભાવતા બંને એકબીજાની ખુશીમાં ખુશ હતી. હવે રજાઓ પુરી થતાં પાર્થ, માયરા, અંજલી અને જયેશભાઈ બેંગલોર જવાની તૈયારીઓ કરે છે. ત્યારે રીયા અંજલીને કહે છે કે હવે તારે પાર્થ અને માયરાનું ધ્યાન રાખવાનું છે. અંજલી પણ હવે પાર્થ અને માયરાની સાથે જ રહશે. બધા બેંગલોર જવા રવાનાં થાય છે. અહીં રીયા અને અજીત ખુશીથી રહે છે. એક સ્ત્રીની ખુશી માટે બીજી સ્ત્રીનું બલિદાન ખરેખર ધન્યવાદને પાત્ર છે. 

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Drama