સરોગસી - ૧૪
સરોગસી - ૧૪
આજે અંજલી અને રીયા બંને ખુશ હતાં. પાર્થ અને માયરાની રિંગ સેરેમની હતી. જયેશભાઈનાં ઘરે ખુબજ સાદાઈથી ઘરનાં જ સભ્યો વચ્ચેની હાજરીમાં આ પ્રસંગ રાખ્યો હતો. રીયા લાલ કલરની બેંગલોરી સાડીમાં ખુબ જ સુંદર લાગતી હતી. અજીતનો પણ બ્લૂ જોધપુરીમાં વટ પડતો હતો. અંજલી સાદી સાડીમાં સજજ હતી પણ એની સુંદરતા મન મોહી લે એવી હતી. પાર્થની તો વાત જ અનેરી હતી. ગ્રે જોધપુરીમાં રાજકુમાર લાગતો હતો. બધા જ તૈયાર થઈ માયરાનાં ઘરે ગયા. પાર્થની નજર માયરાને જોવા બેતાબ હતી. પણ ઈંતજાર સિવાય કોઈ ઉપાય ન હતો. પાર્થનાં મિત્રો પણ હતા તે પાર્થને ચિડવતા હતા. "સબર કર મેરે યાર ઈંતજારકા ફલ મીઠા હોતા હે" અને બધા હસવા લાગે છે. ચારેબાજુ ખુશીનો માહોલ હતો. ત્યાજ પીંક સાડીમાં અંજલી માયરાને લઈ આવે છે. પાર્થની ધડકન તો માયરાને જોઈને જ રોકાઈ ગઈ. તેની નજર માયરા તરફથી હટતી જ ન હતી. અંજલી માયરાની મા બની તેની સાથે હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે પાર્થ અને માયરાની રિંગ સેરેમની થાય છે. કેક કપાય છે. અને ઘુંટણીએ પડીને પાર્થ માયરાને પ્રપ્રોઝ કરે છે. "વિલ યુ મેરી મી" ફરી તાળીઓથી બધા વધાવે છે. પાર્થ અને માયરા બધા વડીલોનાં આશીર્વાદ લે છે. હવે બધા ઘરે આવે છે.
રીયા અજીતને કહે છે સગાઈ તો સારી રીતે થઈ ગઈ હવે લગ્ન પણ ધામધુમથી કરૂ એટલે મારી જવાબદારી પુરી. અજીત પણ એ વાતથી સહમત છે કે પાર્થને અંજલી વિષે કશુ જણાવવું નહી. આજે પાર્થ, માયરા રીયા, અંજલી, અજીતભાઈ અને જયેશભાઈ સાથે "લાલબાગ બોટનીકલ ગાર્ડન "ફરવા જવાનો પ્રોગ્રામ બનાવે છે. અને ખુબ મજા કરે છે. અઠવાડિયું કયાં જતું રહ્યું...... ખબર જ ના પડી. રીયાને અજીતની મુંબઈની ટિકિટ હતી. તે અંજલીને મળે અને કહે છે પાર્થનું ધ્યાન રાખવા માટે. અને લગ્ન સમયે વહેલા મુંબઈ આવવા કહે છે. રીયા અને અજીત મુંબઈ જવા રવાના થાય છે.
ક્રમશ:
