Varsha Bhatt

Drama Others

3  

Varsha Bhatt

Drama Others

સરોગસી - ૧૩

સરોગસી - ૧૩

2 mins
216


આકાશમાં વાદળોમાંથી સૂરજ નીકળી રહ્યો હતો, પક્ષીઓ કલરવ કરતાં હતાં. સિંદુર વરણી આકાશ જાણે નવોઢાએ ઓઢેલા ઘરચોળા જેવું લાગતું હતું. પાર્થ, રીયા અને અજીત બેંગલોરનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા. ઘરે પહોંચીને આરામ કરી રીયા ઊઠી તે અંજલીને મળવા ખુબ ઉતાવળી હતી. પાર્થને પૂછે છે અંજલી કયાં રહે છે ? પાર્થ કહે ચાલો હું બતાવું. પણ રીયા કહે, "તુંં રહેવા દે"હું જ એને સરપ્રાઈઝ કરીશ. રીયા અંજલીનાં ઘરની ડોરબેલ દબાવે છે. એકવાર..... બે વાર...... અચાનક દરવાજો ખુલે છે અને સામે પૌઢવયની અંજલીને જોતા જ રીયા ભાવવિભોર થઈ જાય છે. બંને એકબીજાને ગળે મળે છે. અને ઘરમાં જઈને ઘણી વાતો કરે છે. કે પાર્થ જયારે તારા વિષે કહ્યું તો હું અંચબામાં પડી ગઈ રીયા અંજલીને પૂછે છે "તે તો પાર્થને કશું જણાવ્યુ નથી ને ? "ત્યારે અંજલી ના પાડે છે. રીયા કહે જન્મ દેનારી તુંં દેવકીને અને પોષનારી હું યશોદા આપણે બંને મા છીએ. પણ જો આ સત્ય પાર્થ જાણશે તો તેના જીવનમાં ઝંઝાવાત આવશે. એના કરતાં આ વાત આપણા ત્રણ સિવાય બા'ર ન પડવી જોઈએ. જેટલો મારો અધિકાર છે પાર્થ પર એટલો તારો પણ છે. માટે પાર્થનાં મનમાં તારી આદરભરી છબી છે તેને કાયમ રહેવા દે. એટલામાં જ પાર્થ આવે છે. અને અંજલીને પગે લાગે છે. અંજલીનાં આંખોમાંથી આંસુ પડતા જોય પાર્થ એના આંસુ લૂછે છે. આ દ્રશ્ય જોઈને રીયા પણ ભાવવિભોર થઈ ગઈ. જન્મ દેનારી મા અને પાળનારી મા વચ્ચે પાર્થ બંને મા નો પ્રેમ પામી ધન્ય થઈ ગયો. 

મુસાફરીનો થાક ઉતારીને અજીત, રીયા ફ્રેશ થઈ ગયા. આજે બધાને સાંજે જયેશભાઈ ને ઘરે ડિનર પર જવાનું હતું. પાર્થ અને માયરાની સગાઈ નકકી કરવાની હતી. અંજલીને પણ સાથે લઈને જવાના હતાં. રાત્રે રીયા, અજીત,અંજલી અને પાર્થ માયરાના ઘરે ડિનર માટે જાય છે. માયરા રીયાને અજીતનાં પગે પડે છે. માયરાનું રૂપ અને સાદગી જોઈને રીયા અને અજીત ખુશ થાય છે. જયેશભાઈ પણ મજાના માણસ હતાં. બધા સાથે જમીને અલક મલકની વાતો કરે છે. અને સાદાઈથી જ ઘરનાં માણસો વચ્ચે પાર્થ અને માયરાની રીંગ સેરેમની કરવાનું નકકી કરે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama