સરોગસી - ૧૨
સરોગસી - ૧૨
પાર્થનું મન વિચારોથી ઘેરાયેલું હોય છે. તેણે આલ્બમમાં તેના અને અંજલીનાં ફોટા જોયા. અંજલી પ્રત્યે તેને પહેલેથી જ અજાણી લાગણી થતી. આજે આ બાબતે મોમ અને ડેડ સાથે વાત કરવી પડશે એવુંં વિચારે છે. ત્યાંજ માયરાનો કોલ આવે છે અને તેની સાથે વાતો માં મશગુલ થઈ જાય છે.
આજ દિવાળી હતી. રીયાએ પૂરા ઘરને દીવાઓની હારમાળાઓથી સજાવ્યું હતું. ઘરનાં આંગણામાં સરસ મજાની રંગોળી બનાવી હતી. રીયા અજીતને કાલવાળી આલ્બમની વાત કરે છે અને કહે છે કે પાર્થ અંજલી વિષે પૂછતો હતો. અજીત રીયાને કહે "હવે સમય આવી ગયો છે, આપણે પાર્થને હવે સાચું કહી દેવુંં જોઈએ તે હવે મોટો થઈ ગયો છે તે આપણને સમજશે" આ સાંભળી રીયા બોલી કે સાચું જાણતા પાર્થની લાગણી મારા પ્રત્યે ઓછી થશે તો ? આ બાજુ પાર્થ પણ વિચારતો હોય છે કે શું મોમ અને ડેડને કહું કે અંજલી આંટી મારા સામેનાં બ્લોકમાં જ રહે છે. અને પાર્થ કાલે જ વાત કરવાનું વિચારે છે.
આજે નવા વરસની શરૂઆત હતી. બધા સગા સંબંધીઓ ઘરે આવતા હતાં. બધાજ એકબીજાને હેપ્પી ન્યુ યર કહેતા હતાં. રીયા અને અજીતે આજે રાત્રે પાર્થને સાચી હકીકત જણાવવાનું નકકી કર્યુ. દિવસ આખો પસાર થઈ ગયો...... રાત પડતા જ રીયા અને અજીત પાર્થને તેની પાસે બોલાવે છે. અને કહે છે. "દીકરા અમારે તારી સાથે થોડી વાત કરવી છે. " ત્યારે પાર્થ પણ કહે છે મારે પણ તમને કંઈક કહેવું છે. ત્યારે રીયા પાર્થ ને કહે બોલ શું કહેવું છે. ત્યારે પાર્થ બોલ્યો કે મોમ સવારે આલ્બમમાં આંટીનો ફોટો જોયો તે આંટી મારી સામે જ બેંગલોરમાં રહે છે. આ સાંભળી રીયા ને અજીત એકબીજાની સામે જુવે છે. અને વિચારે છે કે ઈશ્વર પણ અજીબ છે મા દીકરાને પહેલેથી જ એકબીજાને મળાવી દીધા. આ સમયે બોલવું ઉચિત ન લાગતા બંને કંઈ બોલતા નથી. તે પાર્થને કહે આપણે હમણા અંજલીને કશું કહીશું નહીં પણ ત્યાં જઈને તેને સરપ્રાઈઝ આપશું. બે દિવસ પછી પાર્થ રીયા અને અજીત સાથે બેંગલોર જવા રવાના થાય છે.
ક્રમશ:
