સરખામણી
સરખામણી


"એય માધવ, એક વાત પૂછું..!..?"
"હં.... પૂછ..."
"હું ખરેખર તને સુંદર લાગું છું...?"
"આ ચંદ્રને જો, તારામાં અને આ ચંદ્રમાં કોઈ ફરક નથી."
"એટલે.....!?!"
"મને તો તારો ચહેરો અદ્દલ આ પૂનમનાં ચંદ્ર જેવો લાગે છે...!"
"ચલ જૂઠ્ઠાં...! ક્યાં એ ચંદ્ર અને ક્યાં..."
"ધ્યાનથી જો..." માધવે રાધાના હોઠોં પર હાથ મૂકી એને આગળ બોલતાં અટકાવીને બોલ્યો, "તારા ચહેરાની જેમ આ ચંદ્ર પર પણ ડાઘ છે અને એ પણ તારી જેમ માત્ર રાત્રે જ દેખાય છે...!"
માધવના શબ્દો સાંભળી રાધા શરમાઈ ગઈ, પોતાનો અડધો ચહેરો ઢાંકવા માટે પકડી રાખેલી ઓંઢણી પવનની એક લહેરથી અચાનક ઊડી ગઈ અને એસીડથી બળેલો એનો અડધો ચહેરો ખૂલ્લો પડી ગયો.