STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Thriller

3  

Kaushik Dave

Drama Inspirational Thriller

સ્પર્શ

સ્પર્શ

2 mins
46

એ ગાંડો થઈ ગયો છે.. એક જણ બોલ્યું.

બીજો-: એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો.

ત્રીજો:- ના,ના, એમ તો સારો જ હતો પણ કોણ જાણે શું થયું ? સહાનુભૂતિથી કામ લો.

ગોવિંદની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી.

જે લોકો જુએ એ અલગ અલગ પ્રકારની ટીકા ટિપ્પણી કરે.

ગોવિંદના લગ્નને ચાર વર્ષ થયા હતા. એની પત્ની રાની સુશીલ અને સમજુ. પોતાના પતિની આ સ્થિતિમાં એની સારી રીતે દેખરેખ રાખે.

જ્યારે ગોવિંદ સારો અને સ્વસ્થ હોય છે ત્યારે એક દિવસ એની મમ્મી ને સ્કુટર પાછળ બેસાડીને જતો હોય છે.. અને એક ટેમ્પાની ટક્કર સ્કુટરની પાછળ લાગતા એની મમ્મી નીચે પછડાઈ ગઈ. એનું માથું ફાટી જતા મૃત્યુ પામે છે.

આ બનાવ પછી ગોવિંદ આ માટે પોતાને જવાબદાર ગણે છે.. એ વિચારમાં ને વિચારમાં માનસિક સમતુલા ગુમાવી દે છે. ગોવિંદના પપ્પા અને રાની ઘણું સમજાવે છે છતાં પણ ગોવિંદની માનસિક સમતુલા સારી રહેતી નથી.

આખરે ગોવિંદના પપ્પાના મિત્ર એ સલાહ આપી એક સારા મનોચિકિત્સક છે. એની સારવાર લો. ચોક્કસ સારું થશે.

આખરે ગોવિંદની સારવાર મનોચિકિત્સક પાસે કરાવી. એની પત્ની રાની ગોવિંદને નિયમિત દવા આપતી.

એક દિવસ રાત્રે દવા લઈને ગોવિંદ સૂઈ જાય છે. ગોવિંદ ને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એને એની મમ્મી દેખાય છે. ગોવિંદ ના માથા પર વ્હાલથી હાથ ફેરવીને બોલે છે.. 

'બેટા બનવા કાળ બનવાનું બની ગયું. તારો તો કોઈ વાંક નહોતો.. કદાચ કાળ જ મને લેવા આવ્યો હતો.. મારૂં આયુષ્ય પુરૂં થયું હતું. માટે બેટા તું આ વિચારો ને શોકમાંથી બહાર આવ. હજુ તારે તારા પપ્પાની સેવા પણ કરવાની છે..અને રાની વહુ તારી કેટલી સંભાળ રાખે છે. નસીબદાર ને જ આવી વહુ મલે. એનો વાંક ખરો ? એને દુઃખી ના કર. જલ્દી સાજો થઈ ને સુખી દામ્પત્યજીવન પસાર કર. ટૂંક સમયમાં હું તને મલવા આવીશ. તારી દીકરી બની ને.. તું કહેતો હતો ને કે મારે એક દીકરી જોઈએ... તો .. આવું છું. તારો શોકસંતાપ દૂર કર. એક આનંદ અને સુંદર સુખી જીવન તારી રાહ જુએ છે.. મારૂં સ્વાગત કરીશને ?'

ગોવિંદનું સ્વપ્ન તૂટી ગયું. બીજા દિવસથી ગોવિંદની માનસિક હાલતમાં સુધારો થતો ગયો. ત્રણ મહિનામાં એ બિલકુલ સ્વસ્થ થયો. પપ્પાની સેવા કરતો. પત્ની રાની સાથે સુખી જીવન જીવવા માંડ્યો.

 બે વર્ષ પછી ગોવિંદ અને રાનીના ઘરે એક પુત્રીનો જન્મ થયો. 

એક સ્પર્શ... સપનામાં થયેલો....

 " મા " ના સ્પર્શથી જીવન પલટાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama