સ્પર્ધા
સ્પર્ધા
હાઈસ્કૂલમાં SSCના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી.
હાઈસ્કૂલ બહુ મોટી નહોતી.
SSC માં ચાલીસથી બેંતાલીસ જ વિદ્યાર્થીઓ હતા.
નિબંધનો વિષય હતો 'વિદ્યાર્થી અને મહેનત'
લગભગ બાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. નિબંધ તપાસવા માટે એક સિનિયર ટીચર અને એક જુનિયર ટીચર હતા. સિનિયર ટીચરે ફક્ત પોતાની પસંદગીના પાંચ વિદ્યાર્થીઓના નિબંધ ચેક કરીને રિઝલ્ટ નક્કી કરી લીધું.
પણ જુનિયર ટીચરે બધા વિદ્યાર્થીઓના નિબંધ ચેક કરીને યોગ્યતા નક્કી કરી હતી.
જુનિયર ટીચરે સિનિયરના રિઝલ્ટનો વિરોધ કરીને જણાવ્યું કે સ્કૂલમાં નવા આવેલા વિદ્યાર્થીનો નિબંધ બેસ્ટ છે એટલે એ વિજેતા ગણાય.
પણ સિનિયર ટીચરે પોતાની પસંદગીના વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક આપ્યો.
એક નાનો સંદેશ.
આજના શિક્ષકો માટે,
વિદ્યાલયોને વિદ્યાલય બનાવજો,
રૂપિયાનું મશીન ના બનાવતા,
આપણે ઉચ્ચ કેવળણી આપવાની છે,
શિક્ષા અને સંસ્કાર આપવાના છે.
