Vandana Patel

Drama Tragedy Inspirational

4  

Vandana Patel

Drama Tragedy Inspirational

સપનાનો ભાર-એક ઘડામાં

સપનાનો ભાર-એક ઘડામાં

2 mins
330


એક નદી ખળખળ વહેતી હતી. આ નદીકિનારે એક ગામ. આ ગામનું નામ રાજપર. શહેરથી થોડું છુટ્ટુ પડેલું ગણાય. આ ગામ મુખ્ય ધોરીમાર્ગથી આઠેક કિ.મી. અંદર આવેલું છે. અચાનક એક મોંઘીદાટ કાર આવીને સીધી નદીકિનારે ઊભી રહી. એક (આશરે) અઢાર વરસનો છોકરો બહાર આવ્યો. પંડિતજી વિશે પુછતો હતો. હું એ છોકરાની નજીક ગઈ.

મેં કહ્યુ કે, 'શું કામ છે ?' એ છોકરો બોલ્યો કે 'મારું નામ રાહુલ છે. હું લંડનથી આવું છું. મારી પાસે સમય નથી. પંડિતજીને મળવું છે.' મેં કહ્યું કે 'અમે બ્રાહ્મણ છીએ. મારા સસરા જ પંડિતજી છે.'

આ સાંભળતા જ રાહુલે મને કારમાંથી એક ઘડો ઉંચકીને મારા હાથમાં આપ્યો. રાહુલને ખુબ ઉતાવળ હતી. ત્યાં તો મારો દિકરો અને મારા સસરાને મેં નદી તરફ આવતા જોયા. રાહુલની ઉતાવળ એના ચહેરા પર સાફ ઝળકતી હતી. ત્યાં તો દાદા- પૌત્ર નદીકિનારે આવી ગયા.

આવતાવેંત મારા સસરાએ મારા હાથમાંથી ઘડો લઈ મારા દીકરાને આપી દીધો. કદાચ લંડનથી ફોન આવી ગયો હશે કે રાહુલ આવવાનો છે. રાહુલે કહ્યુ કે 'પંડિતજી, આ અસ્થિકુંભ છે. મારા ડેડીની અંતિમ ઈચ્છા આ ગામની નદીમાં એમના અસ્થિવિસર્જન થાય એવી હતી. કેટલી વાર લાગશે ?' હું ક્યારે છુટો થઈશ ?

એવું રાહુલે પુછ્યુ કે તરત જ મારા સસરા બોલ્યા કે' બેટા, તું છુટ્ટો. તું જા, આમ ઉતાવળથી ધર્મકાર્ય ન થાય. આ તારા ભાઈ જેવો જ છે. આ મારા પૌત્રના હાથે હું વિધિ કરાવી દઇશ. તારા પપ્પાના આત્માને જરુર શાંતિ મળશે.'

રાહુલ કારને યુ-ટર્ન લઇ નીકળી ગયો. કારમાંથી અસ્થિવિસર્જન કુંભ કાઢીને મને આપતી વેળાએ એક ફોટો નીચે પડી ગયો હતો. મેં ફોટો ઉપાડીને જોયો તો ફોટામાં રાહુલ મમ્મી- પપ્પા જોડે ઊભો હતો. મારો દિકરો પણ ફોટો જોવા લાગ્યો. મારા સસરા કહ્યુ કે ચાલો, થવાનુ હતુ એ થઈ ગયું, આપણે અસ્થિવિસર્જન કરી દઈએ. મારો દિકરો બોલ્યો કે 'મારા પપ્પાના અસ્થિ છે ! હું ત્યાં જ ફસડાઈ પડી.


તારી રાહમાં તારા ફોટા પર 

અભિષેક અશ્રુઓથી કરતી હતી,

વિચારતી હતી કે તને

ફૂલની વરમાળા પહેરાવીશ,

કલ્પના ન હતી કે આજે

આમ તું મને મળવાને આવીશ.

નદીનાં વહેણ સામે નજર પડી તો હું સ્વગત બબડી કે મારા સપનાનો ભાર લઈને તારા અસ્થિઓનું વિસર્જન થઈ શકે ? અંતે છેલ્લે તારે પાછું તારી જન્મભૂમિમાં આવવું જ પડ્યું. સદેહે નહીં તો અસ્થિ બનીને નાનકડાં ઘડામાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama