સ્પાઈડરમેન vs બ્લેક વેમ્પાયર
સ્પાઈડરમેન vs બ્લેક વેમ્પાયર
સમય રેતીની માફક પસાર થઈ રહ્યો હતો.શહેર ધીમે ધીમે જાણે ગુનાહિત પ્રવૃત્તિઓનું સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સમાજ પર દંભી, લોભી, કપટી અને દુષ્ટ અને નીચ હેવાન માણસો પોતાનું એકચક્રીય શાસન જમાવવા માટે મથામણ કરી રહ્યાં હતાં. તેઓ કોઈપણ કિંમતે શહેરને પોતાને આધીન બનાવવા માંગતા હતાં.
સમય : સવારનાં 11 કલાક.
સ્થળ : બીટા હાઈ ટેક લેબ.
બીટા હાઈ ટેક લેબનાં સૌ કોઈ કર્મચારીઓ પોત પોતાનાં કામમાં વ્યસ્ત હતાં, એવામાં બરાબર પહાડી અને ખડતલ શરીર ધરાવતાં ડૉ.મેથ્યુ કે જે બીટા હાઈ ટેક લેબનાં હેડ હતાં. તેઓ ધોળા બગલાની માફક સફેદ અને ચકચકિત એપ્રોન પહેરીને પોતાની રિસર્ચ ટીમ સાથે લેબમાં પ્રવેશે છે.
"ગુડ મોર્નિંગ…ડૉ. મેથ્યુ સર..!" બધાં કર્મચારીઓ પોત - પોતાની ખુરશી પરથી ઊભાં થતાં વિશ આપતાં બોલે છે.
"ગુડ મૉર્નિંગ ઓલ ઓફ યુ..!" ડૉ. મેથ્યુ મુખ્ય લેબોરેટરીમાં પ્રવેશતાં બોલે છે.
ત્યારબાદ ડૉ. મેથ્યુ પોતાની રિસર્ચ ટીમ સાથે લેબમાં પ્રવેશે છે, બીટા હાઈ ટેક લેબ ખૂબ જ વિશાળ હતી. તે અદ્યતન સાધનો અને કોમ્પ્યુટરથી સજ્જ હતી. હાલ ડૉ. મેથ્યુ પોતાની રિસર્ચ ટીમ સાથે "ફ્યુચર વિઝન" પર પ્રોજેકટ કરી રહ્યાં હતાં. જે પ્રોજેકટ હાલ અંતિમ ચરણમાં હતો. ત્યારબાદ ડૉ. મેથ્યુ પોતાની ટીમ સાથે વહેલી તકે આ પ્રોજેકટ પૂર્ણ કરવાનાં કામે લાગી જાય છે.
"યસ ! ફાઇનલી આ હેવ ડન..!" ડૉ. મેથ્યુ એકાએક એકદમ ખુશ થઈને બોલી ઉઠે છે.
"વાહ ! ધેટ્સ રિયલી ગ્રેટ..કોંગ્રેચ્યુલેશન…!" બાકીનાં ટીમનાં સભ્યો વિશ કરતાં બોલી ઉઠે છે.
ત્યારબાદ ડૉ. મેથ્યુ તે લોકોની સમક્ષ "ફ્યુચર વિઝન" પ્રોજેક્ટનો લાઈવ ડેમો બતાવે છે, પરંતુ આ પ્રોજેકટનો લાઈવ ડેમો જોયા બાદ ડૉ. મેથ્યુની આંખોનાં જાણે મોતિયા મરી ગયાં હોય તેવી હાલત થઈ ગઈ. કારણ કે તેમાં તેઓએ જોયું કે તેની બીટા હાઈટેક લેબ વેર વિખેર થઈ ગઈ હતી, પોતે ગંભીર હાલતમાં જમીન પર બેભાન હાલતમાં પડેલ હતાં. સામેની તરફ એક દીવાલ પર "ગરીબોનો સુપર હીરો..એવો સ્પાઇડર મેન" દીવાલ સાથે ચોંટેલ હતો.
આ જોઈ ડૉ. મેથ્યુ એક્દમથી ગભરાય જાય છે.આથી તે લેબમાં રહેલ ઇન્ટરકોમ ફોનમાંથી સિક્યુરિટી ચીફ જોર્ડનને કોલ કરીને સખત પહેરો ભરાવવા માટે સલાહ આપતાં જણાવે છે કે…
"હાલ અને બીટા હાઈ ટેક લેબનું ભવિષ્ય ધૂંધળું દેખાય રહ્યું છે, કોઈપણ સમયે આપણી લેબ પર હુમલો થઈ શકે તેવી શક્યતાઓ છે.જો આવું થશે તો મારું આ દુનિયા પર વર્ચસ્વ કે શાસન જમાવવાનું સપનુ કાયમિક માટે સપના સમાન જ બની રહેશે. અને જો જરૂર પડે તો આપણું સિક્રેટ વેપન "બ્લેક વેમ્પાયર" ને પણ રિલીઝ કરી દેજો..!" ડૉ. મેથ્યુ જોર્ડનને પરવાનગી આપતાં જણાવે છે.
"સર. આ "બેલ્ક વેમ્પાયર" શું છે…?" એક કર્મચારી અચરજ ભરેલાં આવજે ડૉ. મેથ્યુને પૂછે છે.
"જી ! "બેલ્ક વેમ્પાયર" એ એક સિક્રેટ વેપન છે, જે મેં મારા રક્ષણ માટે બનાવેલ છે." ડૉ. મેથ્યુ વધુ માહિતી આપતાં જણાવે છે.
"શું "બેલ્ક વેમ્પાયર" એ કોઈ હથિયાર છે..?" બાજુમાં ઉભેલ એક કર્મચારી ઉત્સુકતા સાથે ડૉ. મેથ્યુને પૂછે છે.
"જી ! તમારા એ પ્રશ્નનો જવાબ તમને અને સમગ્ર ટીમને આવનાર ટૂંક સમય માં જ મળી જશે." ડૉ. મેથ્યુ કોઈ રહસ્ય છુપાવી રહ્યાં હોય તેવી રીતે બોલે છે.
બરાબર એ જ સમયે તેઓના કાને એક મોટો એવો ધડાકો થયો હોય તેવો અવાજ સંભળાય છે, આથી ડૉ. મેથ્યુ પોતાની સમગ્ર ટીમ સાથે બીટા હાઈ ટેક લેબની બહારની તરફ દોડી જાય છે. ત્યાં જઈને તેઓ જે દ્રશ્ય જોવે છે, એ સાથે જ તેઓની આંખો આશ્ચર્ય સાથે પહોળી થઇ જાય છે, કારણ કે બીટા હાઈ ટેક લેબની બહારની તરફ આવેલ મોટો એવો ટાવર એક ધડાકા સાથે જમીન પર ધરાશય થઈને પડી ગયેલો હતો.
બરાબર એ જ સમયે એ ધૂળની ડમરીઓ ચીરતા ચીરતા કોઈ વ્યક્તિ ધીમે ધીમે બીટા હાઈ ટેક લેબનાં મુખ્ય દરવાજા તરફ ગુસ્સા સાથે આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ધીમે ધીમે તે વ્યક્તિનો ચહેરો પહેલાં કરતાં વધુ સ્પષ્ટ દેખાય રહ્યો હતો, તેને જોઈને જાણે તેઓના રામ રમી જવાનાં હોય તેવી અનુભૂતિ થઈ આવી હતી… એ ધૂળની ડમરીઓને ચીરતા ચીરતા આગળ વધી રહેલ વ્યક્તિ બીજું કોઈ નહીં. પરંતુ "સ્પાઇડર મેન" હતો. આથી લેબનો સિક્યુરિટી સ્ટાફ સ્પાઇડરમેનને લેબમાં પ્રવેશતા અટકાવવા માટે આગળ વધ્યા. સ્પાઇડર મેને પોતાનાં હાથમાંથી ઝાળ કાઢીને તે બધાંને બાંધી દિધાં, અને દૂર દૂર સુધી ફેંકી દીધા.
ત્યારબાદ ધીમે ધીમેં સ્પાઇડરમેન પોતાનાં રસ્તામાં જે જે વસ્તુઓ આવી રહી હતી, તેનો વિનાશ કરીને આગળ વધી રહ્યો હતો. આ જોઈ ડૉ. મેથ્યુ એકદમ ગભરાય ગયાં, અને લેબનાં મુખ્યદ્વાર પાસે રહેલ ઇન્ટરકોમમાંથી જોર્ડનને કોલ કરીને "બેલ્ક વેમ્પાયર"ને તાત્કાલિક છુટ્ટો મુકવા માટે જણાવે છે.
"જી ! સર…!" જોર્ડન આટલું બોલીને "બ્લેક વેમ્પાયર" ને છોડવા માટે પોતાની સામે રહેલ ટેબલ પર રહેલ એક મોટું બટન દબાવે છે.
લગભગ દસ મિનિટ બાદ…
સ્પાઇડમેન હજુપણ ગુસ્સા સાથે બીટા હાઈ ટેક લેબ તરફ બધુ જ ધ્વંશ કરતાં કરતાં આગળ વધી રહ્યો હતો. એવામાં બરાબર કોઈએ પોતાની પીઠ પર આકારો પ્રહાર કર્યો હોય તેવું લાગ્યું. આથી સ્પાઇડરમેન પળભરમાં જમીનદોસ થઈ જાય છે.આ જોઈ ડૉ. મેથ્યુ જોર જોરથી "હા. હા. કમ ઓન બેલ્ક વેમ્પાયર.." એવી બૂમ પાડીને ખડખડાટ અટ્ટહાસ્ય કરવાં માંડે છે. આથી સ્પાઇડરમેન ગુસ્સા સાથે પોતે હાલ જ્યાં પડેલ હતો, ત્યાંથી પોતાનો હાથ ઊંચો કરીને જાળ છોડે છે. અને ડૉ. મેથ્યુને ઉછાળીને દૂર ફેંકી દે છે.
આથી સ્પાઇડરમેન પાછળની તરફ નજર કરે છે, તો તેનાં જ જેવો એક બીજો સ્પાઇડરમેન હાલ પોતાની પાછળની તરફ ઉભેલ હતો, બસ ફર્ક માત્ર એટલો જ હતો કે પોતાની પાછળ ઊભેલાં સ્પાઇડરમેનનો પહેરવેશ લાલ અને વાદળી રંગને બદલે સંપૂર્ણ કાળો જ હતો. આ જોઈ લેબનાં અન્ય કર્મચારીઓને એ બાબતનો ખ્યાલ આવી જાય છે કે ડૉ. મેથ્યુ જેને "બ્લેક વેમ્પાયર" કહી રહ્યાં હતાં, તે વાસ્તવમાં બીજો જ સ્પાઇડરમેન હતો.
સ્પાઇડરમેન કાંઈ આગળ વિચારે એ પહેલાં જ બ્લેક વેમ્પાયર સ્પાઇડરમેનને પોતાનાં જાળામાં વિટાળી દે છે.
બરાબર આ જ સમયે સ્પાઇડરમેન એકદમ લાચાર બની જાય છે. હાલ સ્પાઇડરમેન એ બાબત વિશે તો ખૂબ જ સારી રીતે પરિચિત હતો કે હાલ જો પોતે હાર મંજુર કરી લે છે, તો આવનાર સમય ખુબ જ ખરાબ હશે. સમગ્ર શહેર પર ડૉ. મેથ્યુનું કાળુ સામ્રાજ્ય ફેલાય જશે..આવો વિચાર આવતાની સાથે જ જાણે સ્પાઇડરમેને પોતાનાં મનમાં કઈ વિચાર્યું હોય તેમ પોતાનાં બેને હાથની આંગળીઓ ફેલાવીને લેબની બંને દિવાલોને પોતાની તરફ એવી રીતે ખેંચે છે કે જેથી એ બંને દિવાલોની વચ્ચોવચ પેલો બ્લેક વેમ્પાયર ફસાઈ જાય. અને સ્પાઇડરમેન આમ કરવામાં સફળ પણ રહ્યો. થોડીવારમાં "બેલ્ક વેમ્પાયર" નાં રામ રમી ગયાં.
ત્યારબાદ સ્પાઇડરમેન હવામાં ઉડીને લેબની વચ્ચોવચ આવેલ રિસર્ચરૂમમાં જાય છે, અને કોમ્પ્યુટર સાથે લગાવેલ "ફ્યુચર વિઝન" ની માહિતી જે હાર્ડ ડ્રાઈવમાં હતી, તે હાર્ડ ડ્રાઈવ પોતાની સાથે લઈને લેબની બહાર નીકળે છે. અને રસ્તામાં ગંભીર હાલતમાં પડેલાં ઇજાગ્રસ્ત ડૉ. મેથ્યુની સામે જોઇને બોલે છે કે…
"જ્યાં સુધી આ શહેરમાં સ્પાઇડરમેન જીવતો છે, ત્યાં સુધી આ શહેર પર કોઈ જ આફત નહીં આવે. અને રહી વાત તારા શાસનની એ તો હું મારે જીવતાં ક્યારેય નહીં થવાં દઈશ. બાય. ટેક કેર. સી યુ સુન…!" સ્પાઇડરમેન ઉડતાં ઉડતાં બીટા હાઈ ટેક લેબની બહાર નીકળી જાય છે, અને થોડીવારમાં દેખાતો બંધ થઈ જાય છે.
