Margi Patel

Tragedy Inspirational

2  

Margi Patel

Tragedy Inspirational

સોય-દોરો

સોય-દોરો

4 mins
751


રાહીલ અને વિશાલ ખુબ જ સારા મિત્ર છે. બંન્નેની મિત્રતા નાનપણથી છે. બન્ને જોડે જયારે પણ થોડો સમય મળે ત્યારે તરત જ એકબીજા ના ઘરે જતા રહેતા. બન્ને બહાર ખાવા જાય તો પણ સાથે. રાતે મોડા સુધી બેસવાનું. બધું જ સાથે જ કરવાનું.

           

બન્ને કોલેજમાં આવ્યા. રાહીલ વિશાલથી હોંશિયાર હતો. તેને ખુબ સારી જગ્યા એ એડમિશન મળી જાય. પણ બન્ને ની મિત્રતા એટલી ગહેરી કે બન્ને ને એકબીજા વગર ચાલે જ નઈ. એટલે રાહીલે પણ વિશાલ ની કોલેજમાં જ એડમિશન લઇ લીધું. હવે તો કોલેજ જવાનુ પણ સાથે જ. બધા રાહીલ અને વિશાલ ને ભાઈ જ કહેતા.


                સમય પસાર થયો. કોલેજ ના બીજા વર્ષમાં બંન્નેની મિત્રતાને કોઈની નજર લાગી ગઈ. બન્ને ના વચ્ચે ગેરસમજની ખુબ જ મોટી દિવાલ ઉભી થઇ ગઈ. બન્ને જેટલાં સારા મિત્ર હતા એનાથી પણ વધારે પાક્કા દુશ્મન થઇ ગયા. બન્ને એક બીજાની સકલ તો છોડો અવાજ પણ સંભાળવા તૈયાર નથી. એક બીજાને દેખી ને બન્ને રસ્તો પણ બદલી નાંખે. રાહીલ તો કોલેજ પણ બદલી નાખી. અને બન્નેના જીવનમાં એક બીજાનું અસ્તિત્વ જ ના હોય એ રીતે જીવવા લાગ્યા.


                 રાહીલ અને વિશાલની આ દુશ્મનીને 5 વર્ષ થઇ ગયા. બન્ને એક બીજા ને દેખાવાનું તો દૂર પણ રસ્તા શું ઘર પણ બદલી નાખ્યા. બન્ને રહેતાં હતા તો એક જ શહેરમાં પણ કદી મળવાનું ના થાય. 


                એક દિવસ રાહીલ બજાર માં તેના મિત્રો જોડે નાસ્તો કરતો હતો. ત્યાં વિશાલની મમ્મી શાક લઇ રહી હતી. વિશાલની મમ્મી શાક લઇને રસ્તો પાર કરતા જ હતા એટલામાં સામે થી ખુબ જ ઝડપી ગાડી આવી રહી હતી. અને તે દેખીને રાહીલ ત્યાંથી નાસ્તાની ડીશ નાખી ને દોડતો વિશાલની મમ્મી ને બચાવવા ગયો. અને બચાવી પણ લીધા.

                    પણ, બચાવતા બચાવતા રાહીલ ને ખુબ જ વાગ્યું. વિશાલની મમ્મી એ વિશાલને ફોન કરીને બોલાવ્યો અને તરત જ હોસ્પિટલ લઇ ગયા. ડૉક્ટરે રાહીલ ને દેખી ને જવાબ આપી દીધો કે રાહીલ ને 15 મિનિટમાં લોહી નહીં મળે તો અમે કઈ નઈ કરી શકીએ. કેમ કે રાહીલ નું બ્લડ ગ્રુપ o- છે. જે અમારી બલ્ડબેન્કમાં નથી. અને અમે બીજી પણ હોસ્પિટલમાં તપાસ કરી તો ત્યાં પણ નથી.

                      વિશાલ તેની મમ્મી ના ખોળામાં માથું મૂકીને ખુબ જ રડ્યો. અને કહેવા લાગ્યો કે, 'મમ્મી, મેં રાહીલ ને ખુબ જ ખરાબ ખરાબ બોલ્યો. એક વાર તેના કાકા એ મને રસ્તામાં મદદ કરવાનું કહ્યું છતાં મેં ના કરી અને ત્યાંથી જતો રહ્યો. મારા અંદર નફરત એટલું બધી વધી ગઈ હતી કે મેં એના કોઈ પરિવાર ના સામે પણ ના દેખું. અને રાહિલના ઘરના છેલ્લા સદસ્ય તેના કાકા નું અવસાન થયું, મને ખબર હોવા છતાં પણ હું ના ગયો. અને આજે એને તને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. હું એનો સારો મિત્ર બની જ ના શક્યો. ' વિશાલ રડે જ જતો હતો. ત્યારે વિશાલની મમ્મીએ તેને કહ્યું કે, 'જો વિશાલ તારાથી ભૂલ તો ખુબ મોટી થઇ જ છે. પણ આ સમય રોવાનો નથી. જો તારે કરવું જ હોય તો કંઈક એવું કર જેથી તેની બહેન અનાથ ના થઇ જાય. તેના માટે ઘર કહેવા માટે ફક્ત ને ફક્ત હવે એક ભાઈ જ છે. જલ્દી કંઈક કર. ' બસ આટલુ જ સાંભળતા વિશાલ દોડ્યો લોહી નું ઈંતજામ કરવા.


                વિશાલે ખુબ જ મહેનતથી બલ્ડ મળી પણ ગયું. અને ડૉક્ટર ને આપી દીધું. ડૉક્ટર એ રાહિલનું ઓપરેશન કરી ને રાહીલ ને 24 કલાક કહ્યું. પણ તે ખતરાથી બહાર છે. ડૉક્ટરની વાત સાંભળતા જ વિશાલે ચેનના શ્વાસ લીધા.


                     બીજા દિવસે રાહીલ ને હોશ આવ્યો. અને તેને સામે તેની બહેન ને દેખી. રાહીલ તરત જ બોલ્યો કે, 'ખુશી, આંટી ઠીક છે ને?  તેમને કઈ થયું તો નથી ને?  તને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું??વિશાલને કહેજે કે આન્ટીનું ધ્યાન રાખે. આવીરીતે એકલા ના મોકલે બજારમાં.' એટલામાં જ વિશાલ ખુશી પાછળથી બહાર નીકળીને ખુબ જ રોવા લાગ્યો. અને માફી માંગવા લાગ્યો. 


                   આ દેખીને રાહીલ તરત જ બોલ્યો, ' અરે! નાલાયક મારી ભૂલ હતી તો મને બે લાફા મારી દેવા હતા. પણ આપણે જે કર્યું એ ખુબ જ ખોટું કર્યું. બોલવાનું થોડી બંધ કરાય. એક દિવસ એવો નઈ હોય જ્યાં મેં તને યાદ નહીં કર્યો હોય. મારા જીવનમાં તારી કમી ખુબ જ વર્તાઈ. તારી જગ્યા કોઈ જ ના લઇ શક્યું. તું તો મારા શ્વાસ છે. હું સોય છું તો તું મારો દોરો છે. આવ આ 5 વર્ષ ની કમી અત્યારે જ પુરી કરી નાખીયે. અને હા દોસ્ત, દિલથી માફી માંગુ છું. મને માફ કરી દેજે. '


                       રાહીલ અને વિશાલ એક બીજા ને ભેટી ને ખુબ રડી પડ્યા. અને તેમને તેમની મિત્રતાની નવી શરૂઆત કરી. આજે જયારે ફરીથી બન્ને બહાર સાથે જાય તો બધા જ તેમને દેખી ને બોલે, દેખો રામ લક્ષ્મણ વનવાસથી આવી ગયા. અને આજે રાહીલ ને વિશાલ વચ્ચે પહેલા કરતા પણ મજબૂત મિત્રતા થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy