STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

સોનેરી સપનાઓ

સોનેરી સપનાઓ

3 mins
246

આજે મીના ખૂબ ખુશ હતી કારણ કે એને મન માનીતો પ્રિતમ મળ્યો હતો. ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે રૂઢિવાદી ઘરમાં પણ એનો પરિવાર સહમત થશે અને એના લગ્ન પણ લેવાશે.... ખૂબ જ ખુશ હતી એ આજ પણ અંદર ઊંડે સુધી એ દુઃખી પણ હતી એ ઘર જ્યાં તેણે પોતાના આ વીસ વર્ષ વિતાવ્યા હતા જ્યાં પાપા પગલી પિતાની આંગળી પકડી ચાલી હતી તો ઘરના સભ્યો સાથે હસી અને રડી હતી ! પહેલી વખત ગોળ ને બદલે આકાર વગરની રોટલી સૌ ખૂબ મોજથી ખાધી હતી ! એની દરેક સખીઓ સાથે મળીને માણેલી મોજ પણ એ યાદ કરી આંખોમાંથી આંસુ સિવાય કોઈ શબ્દ બહાર નહોતો આવતો. 

 લગ્ન માટે મહામહેનતે મનાવ્યા તો ખરા પણ લગ્ન જ અઠવાડિયામાં નક્કી કર્યા ! ખબર નહીં કે એટલી જલદી આ ઘર ખાલી કરવું પડશે ને એક જન્મમાંથી બીજો જન્મ લેવો પડશે ! પણ સમયસર લગ્ન લેવાયાં એટલે સર્વેને માટે પણ કંઈક અંશે વિચારીને નિર્ણય લેવામાં આવ્યો હતો. મીના એલ.એલ.બી. કમ્પ્લીટ કરી હવે એક જગ્યાએ ટેક્ષ્ટ કન્સલન્ટ તરીકે નોકરી કરતી હતી. સારો એવો પગાર સાથે અનુભવી પણ હતી પણ આ દુનિયાદારીથી અજાણ હતી. સામેવાળા ઉચ્ચ જ્ઞાતિના હતા જ્યારે મીના સામાન્ય હતી આ એક મોટી સમસ્યા હતી તે છતાંય ખબર ન પડી કે સામેવાળાને એના પ્રિયતમ કેમ માનવી લીધા ! એવો કયો ઈલાજ કર્યો કે વર્ષોના આ ભેદભાવો ભૂલીને મીનાબેનને અપનાવી લીધી ! 

 લગ્ન બાદ થોડો સમય સારું રહ્યું. મીના ઓફિસે જવા નીકળી ત્યાં જ સાસુમા બોલ્યા,

" વહુ, ઘરનું કામ પતાવી પછી જજો." 

" હા, મમ્મી દરેક કામ કરી લીધા છે." 

" હા સારું સાંજે જરા વે'લી આવજે રસોઈ બનાવવા માટે મદદ કરજે." 

" હા, મમ્મી વે'લી આવી જઈશ." 

  આમ થતા મહિનો પૂરો થયો ઘરમાં ઘણું બધું સહન કરવું પડતું. જમવાથી લઈને રાત્રે સૂવા સુધી ! ઘરના સભ્યો દરોજ મીટીંગ કરતા ક્યારેય મીનાને વાત પણ ન કરે શેની વાત કરે ? શું કરવું છે ? જાણે એ કોઈ ઘરની સભ્ય જ નથી. સામે પતિ પણ હવે જાણે દરેક જવાબદારી ભૂલી ગયો છે. 

" વહુ, આજ તારો પગાર આવી ગયો ?" 

" હા, મમ્મી સાંજે આવશે." 

" હા સારું."    

 જેઠાણી નજીક આવી અને રસોડામાં આવવા કહ્યું.

" મીના, એક વાત કહું આ લોકોને તે હંમેશા તારી સાથે ભેદભાવ કરતા જોયા છે ?"

" હા, પણ એતો ચાલ્યા કરે બધું મોટા બેન એમણે મને આ ઘરની સભ્ય બનાવી એ પણ મોટી વાત છે." 

" ના, એમાં પણ તમે એમની માટે ફાયદાકારક છો એટલે જ આ સંબંધ માટે હા પાડી છે !" 

  મીના જાણતી બધું જ હતી પણ એ અજાણની જેમ રહેતી હતી. કારણ એજ કે કહે તો કોને કહે ? એ એની જ્ઞાતિમાં લગ્ન કરવા માહિતી માંગતી જ્યાં લાંબા ઘૂંઘટ તાણી ને ઘરની ચાર દીવારની વચ્ચે પૂરાઈ રહેવાનું હતું. અહીં પણ ક્યાંક એને ઘરે આવતી ત્યારે એમ જ લાગતું કે એ ભેદભાવોની દીવાલો વચ્ચે પૂરાઈ ગઈ છે માત્ર કોઈના ફાયદા માટે કે પછી પોતાના ફાયદા માટે ! ખૂલીને જીવવાની સામે ક્યાંક બંધનમાં બંધાઈ ગઈ હતી જ્યાં પ્રિયતમ સ્વરૂપ પતિ પણ માત્ર ફાયદા ખાતર લગ્ન કર્યા હતા ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy