સોનેરી સલાહ
સોનેરી સલાહ
કોઈ એક નગરમાં ધનવાન વેપારી રહેતો હતો. તેને બે દિકરા હતા. પરંતુ આ બંને દિકરા વચ્ચે બાળપણથી જ ખૂબ જ મતભેદ હતો. પોતાના બાળકોનો મતભેદ જોઈને વેપારીને ખૂબ જ ચિંતા થવા લાગી. સમય જતા પોતાના બાળકો મોટા થતા ગયા. તેમ તેમ વેપારીને પણ ચિંતા થવા લાગી. તે વિચારતો હતો કે જો મારા દિકરા આવા મતભેદ રાખશે તો મારો વેપાર થઈ શકશે નહિ અને વેપારમાં હું નિષ્ફળ નીવડીશ. અને જે બધું ભેગું કર્યું છે. તે પણ કંઇક કામનું નહીં રહે.
તેને પોતાની ચિંતા પોતાના ખાસ મિત્રને કહી. તેને કહ્યું કે હું તમારા દિકરાને સમજાવવા માટે પ્રયત્ન કરીશ.તેને પોતાની સમજણ શક્તિ વડે મિત્રના બંને દિકરાઓને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. ત્યારબાદ બંને ભાઈઓ આમંત્રણને માન આપીને તે તેના પિતાના મિત્રના ઘરે જમવા માટે ગયા. ત્યાં બંને ભાઈઓ અને તેમના પિતાના મિત્ર બધા જ બહાર એક બગીચામાં બેસ્યા. પોતાના આયોજન પ્રમાણે તેમને એક રમતનુ આયોજન કર્યું. તે બંને ભાઈઓને કહ્યું કે જમવાની હજુ થોડી વાર છે. તો ત્યાં સુધી આપણે એક રમત રમી લઈએ તો કેવું સારું . તો બંને ભાઈઓ ખુશ થઈને હા પાડી.
ત્યારબાદ બંને ભાઈઓને કહેવામાં આવ્યું કે તમારે જેવો પણ અનુભવ થાય તેવો અમને જણાવવાનું છે. પછી બંને ભાઈઓના આંખે પાટા બાંધવામાં આવ્યા. અને પછી તેમને પોતાના ઘરની દીવાલ જોડે લઈ જવામાં આવ્યા. જ્યાં સૂર્યના કિરણો સામે પડતા હતા ત્યાં એક ભાઈને સ્પર્શ કરવાનું કહેવામાં આવ્યું. અને તેને પૂછવામાં આવ્યું તો કહે કે દીવાલ ગરમ છે. તો બીજા ભાઈને તે જ દીવાલની બીજી બાજુએ સ્પર્શ કરવાનુ કહ્યું તો કહે કે ઠંડી છે, ત્યારબાદ બંને ભાઈઓને ફરી અલગ અલગ દીવાલનો સ્પર્શ કરવાનુ કહેવામાં આવ્યું તો ત્યારબાદ બંનેના સ્પર્શના અનુભવ અલગ અલગ હતા. ત્યારબાદ બંને ભાઈઓના આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યા.