Mariyam Dhupli

Drama

3  

Mariyam Dhupli

Drama

સોચ

સોચ

1 min
386


ટ્રોફી હાથમાં થામી ઉભેલ ખેલાડીને ટીવીમાં નિહાળી એ મનોમન વિચારી રહ્યો,


' જો વિકટ પરિસ્થતિઓમાં જીવન ન ફસાયું હોત તો આ ટ્રોફી આ ખેલાડીના નહીં , મારા હાથમાં હોત .' 


અને એજ સમયે ટ્રોફી હાથમાં થામેલ ખેલાડી મનોમન વિચારી રહ્યો ,


' જો વિકટ પરિસ્થિતિઓ સામે મક્કમતાથી સફળતાની જીદ ન કરી હોત તો આ ટ્રોફી મારા નહીં , કોઈ અન્યના હાથમાં હોત . '


Rate this content
Log in

Similar gujarati story from Drama