Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Margi Patel

Drama Inspirational


3.3  

Margi Patel

Drama Inspirational


સંતોષ નું મહત્વ

સંતોષ નું મહત્વ

6 mins 7.8K 6 mins 7.8K

દુનિયામાં બધા જ લોકો સુખની કામના કરે છે. જયારે આપણે કોઈ સુખી વ્યક્તિ વિશે ચર્ચા કરી એ છીએ ત્યારે આપણા મનમાં આવે છે કે જે વ્યક્તિ સ્વચ્છ છે એ સુખી છે. જે માનવીનું શરીર નિરોગી છે એ માનવી સુખી છે. થોડું વધારે વિચારીયે તો જેના પાસે ધન-સંપત્તિ, સમાજમાં પ્રતિસ્થા, વર્ચસ્વ, સારા છોકરા વહુ હોય તે વ્યક્તિ સુખી છે.

સુખી, એ વ્યક્તિ નથી જેના જોડે અપાર સંપત્તિ છે. બાહ્ય સાધન છે. દરેક જાતની સુવિધા છે. સુખી એ વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિમાં મસ્ત અને સંતોષી હોય. તેને દરેક કાર્યોમાં દરેક વસ્તુમાં સંતોષ દેખાય. જે સંતોષ રાખીને જીવન જીવવાની કલામાં માહિર હોય.

નાનપણમાં એક કેહવત સાંભળી છે. "સંતોષી સદા સુખી". જે માનવી સંતોષી છે એ માનવી જીવનમાં હંમેશા સુખી જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો પણ હસતા મનથી કરે છે. સંતોષી માનવીને કોઈ પણ વસ્તુની લાલચ નથી હોતી. સંતોષી માનવી પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી રાખે છે. જયારે અસંતોષી માનવી હંમેશા દુ:ખી ને દુ:ખી જ ફરતો હોય છે. તેના જીવનમાં ઈચ્છાનો કોઈ અંત જ નથી આવતો.

અત્યારનો માનવી એકબીજા ના રહન - સહન દેખીને પોતાનું જીવન બદલવા જાય છે. તેના કરતા કોઈ સારી રીતે જીવતું હોય તો તેના વાદ લેવાની કોશિશ કરશે. જ્યાં સુધી માનવી આવું જ કરતો રહેશે ત્યાં સુધી તે કદી સુખી કે સંતોષની ભાવના નહીં આવે.

અસંતોષનું બીજું કારણ છે "જીવન જીવવાની અસ્વાભાવિક રીત". આજના માનવીએ કુત્રિમ સગવડ વધારે અપનાવી લીધી છે. અને માનવીએ તેનું જીવન પણ તેના પર આધારિત કરી દીધું છે. આપણે આપણા સમાજમાં જૂઠી શાન અને નામ બનાવવા માટે ખોટા કારણો અને નિયમો અપનાવ્યા છે. જેનું જીવનમાં કોઈ જ મૂલ્ય કે સ્થાન નથી. તે ફક્ત દેખાડો અને ફાલતું જ છે. માનવી ખોટો દેખાડામાં અને તેવું જીવન વતીત કરવા માટે ખુબ જ પ્રયત્ન કરે છે. જેથી જીવન જીવવાનું સંતુલન ખોવાઈ જાય છે.

આપણે રાત દિવસ એક કરીને ખુબ જ પૈસા ભેગા કરીએ છીએ. અને એવું પણ માનીએ છીએ કે આપણી પેઠીનાં કામમાં આવશે. પણ કોઈ એ નથી વિચારતું કે આપણી પેઠી ને શું એકલા પૈસા જ કામ માં આવશે? તેઓ ને સંસ્કાર કે પુણ્ય નથી શીખવાનું? તેમને પોતાના જીવનમાં કેવી રીતે સંતોષ મેળવો એ કેમ કોઈ નથી શીખવાડતું? જયારે આપણે જ અસંતોષી છીએ ત્યાં આપણી પેઢી શું શીખવાની? જો તમે પોતાના બાળકોને સારા સંસ્કાર આપશો અને તેને સંતોષ રાખતા શિખવાડશો તો તેના માટે પૈસા ભેગા કરવાની જરૂર જ નથી. તે પોતાની આવડત પર જ તમારાં કરતા વધુ કમાઈ લેશે. અને જો અસંતોષ અને સંસ્કાર જ નહીં હોય તો તમારું બધું જ આંખના પલકારામાં ખોઈ નાખશે. એક કહેવત છે.

"પુત્ર કપૂત તો કા ધન સંચય

પુત્ર સપૂત તો કા ધન સંચય."

અસંતોષ માનવીના મનમાં લાલચ, વાસના અને લોભ હોય છે. જ્યાં લાલચ હોય ત્યાં માનવી એ કમાયેલું પણ ઓછું પડતું હોય છે. જ્યાં લોભ હોય ત્યાં સંતોષ નથી હોતો. લોભ અને સંતોષ બંને વસ્તુ સાથે નથી રહેતી. લોકો કેમ ભૂલી જાય છે "પૈસા એ જીવન જીવવાનું એક માત્ર સાધન છે. જીવન નથી."

જે માનવીના મનમાં સંતોષ શબ્દ ઘર કરી જાય તો માનવીની બધી જ તકલીફ, મુશ્કેલીઓ, ચિંતા, પરેશાની બધું જ જાતે જ દૂર થઇ જાય. આજેના ભાગમભાગ યુગમાં માનવી જોડે બધું જ છે. પણ જે નથી એ છે સંતોષ. એ જ કારણે તે માનવી અસંતોષથી જ્યાં - ત્યાં ભટકતો રહે છે. કોઈ ને પૈસા કમાવા છે તો કોઈ ને પ્રતિષ્ઠા. અને કોઈને તો બંને. આ કારણે તેમના મનના અસંતોષની ભાવના ઘર કરી જાય છે. અને તેની લાયમાં જ જીવન જીવે છે. આપણા ઘરડા ઓ કહેતા રહ્યા કે "જે મળે તેમાં જ સંતોષ મેળવો, સંતોષ હશે તો બધું જ હશે, અને જેના જોડે સંતોષ નથી એના જોડે બધું હોવા છતાં વ્યર્થ છે." પહેલાં તો લોકો ઘરડાની સલાહ પણ લેતા પણ આજના યુગ માં એમની સલાહ તો દૂર, સાંભળવા જ તૈયાર નથી. અને જો કોઈ એ માગ્યા વગર સલાહ આપી તો તરત જવાબ તૈયાર જ હોય કે "બેસો શાંતિથી તમે ક્યાં જીવનમાં કંઈ કર્યું છે તો તમે અમને કહેવા આવ્યા. તમને કંઈ ખબર ના પડે. "લોકો અસંતોષના કારણે એકબીજા નું માન કરતા ભૂલી ગયા છે.

માનવીના મનમાં ભાવના, સમ્માન, ઈચ્છાઓ પર કાબુ આવી જાય ને તો તે માનવી આપો આપ સંતોષી બની જાય. માનવીને હંમેશા "સંતોષી વૃત્તિ અપનાવી જોઈએ અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ."

બે દોસ્તોની વાત છે. વિશાલ અને તરુણ. વિશાલ ખુબ જ હોશિયાર. વિશાલ કોઈ વસ્તુની ઈચ્છા કરે એટલે તે જ્યાં સુધી મળે નથી ત્યાં સુધી શાંતિથી બેસે નહીં. વિશાલના મનમાં આવ્યા પછી તો પતી ગયું એ કામ થઈને જ છૂટકો. બીજી બાજુ તરુણ વિશાલથી એકદમ અલગ. જ્યાં વિશાલ તેની ઈચ્છાઓ પુરી કરવા ગમે તે કરે ત્યાં તરુણ ખુબ જ સંતોષી માનવી. તરુણ મેહનત કરે. પણ તેના પાછળ પાગલ ના બને.

વિશાલ અને તરુણ અલગ અલગ ધંધો કરતા. તરુણ કરતા વિશાલનો ધંધો સારો ચાલતો. વિશાલ જોડે પૈસા, પ્રતિષ્ઠા, વર્ચસ્વ બધું જ. પણ તે તેના સ્વભાવે દુઃખી થતો. બધું હોવા છતાં તેને એમજ લાગે કે નથી મારા જોડે કઈ. હજી મારે આનાથી વધારે જોઈએ છે. તરુણ પાસે પૈસા તો ખરા. પણ તેને અભિમાન ના આવ્યું. ખુબ જ સંતોષી માનવી. તરુણ પોતાને ત્યાં કામ કરતા માણસોનું ધ્યાન પણ રાખે. તરુણે ઓફિસ માં પણ ઘર જેવું વાતાવરણ ઉભું કરેલું.

વિશાલને પૈસાની સાથે અભિમાન મફતમા મળી ગયું. અને વિશાલે અભિમાનને સ્વીકારી પણ લીધું કે તુ મારી સાથે જ રહેજે. મારાથી અલગ ના થતો. વિશાલ ને હજુ વધારે કમાવાની ઈચ્છામાં, ફાલતુ દેખાડો કરવામાં તે વધારે દોડ ધામ કરતો. જેમ જેમ કામનું ટેન્શન વધે તેમ તેમ વિશાલ ડિપ્રેસનનો શિકાર બનતો ગયો. ગુસ્સો વધી ગયો. વિશાલ જોડે પૈસા તો ખુબ જ પણ તેના જોડે સંતોષ નથી. તેના અસંતોષના કારણે વિશાલની પત્ની, બાળકો, માતા -પિતા ને પૂરતો સમય ના આપી શકે. અને વારે વારે નાની નાની બાબત પર વિશાલ ગુસ્સે થઇ જાય. ચીડચીડિયા કરે. તેથી ઘરનું પણ વાતાવરણ બગડે. વિશાલની પત્ની વિશાલ જોડે દિલ ખોલી ને વાત પણ ના કરી શકે. વિશાલના બાળકો વિશાલ જોડે રમતા પણ બીવાય. બાળકો વિશાલથી દૂર જ રહે. વિશાલના આ અસંતોષ ના કારણે ઘરે નું વાતાવરણ પણ તંગ જ રહેતું . બધા રહે તો એક જ ઘરમાં પણ, ઘર ઘર જેવું ના લાગે. એકતા નહીં.

બીજી બાજુ તરુણ... તરુણ નું ઘર એટલે સ્વર્ગ. કદી કોઈ દિવસ લડાઈ ઝગડો નહીં. તરુણની સમજદારી પણ સારી. ઓફિસનું ટેનશન કદી ઘરના માણસો પર હાવી ના થવા દે. રોજ તરુણ તેની પત્ની, બાળકો, માતા -પિતા ને પૂરતો સમય આપવાનો જ. તરુણ ને બધી જ વસ્તુ માં , માનવી માં , ઈચ્છાઓ માં હંમેશા સંતોષી. તરુણ ના આવા સંભાવ ના લીધે ઘર અને ઓફિસ બંને નું વાતાવરણ ખુશ ખુશાલ રહેતું. તરુણ ની ઓફિસ માં કામ કરતા માણસો કદી તેની કંપની છોડીને કઈ જાય જ નહીં. ઘર પણ એટલું જ મસ્ત. તરુણ તેના સંતોષી મન ના લીધે તેને દરેકમા સંતોષ મળી જ રહેતો. પતિ પત્ની દોસ્ત ના જેમ રહે.. બાળકો તરુણ સાથે ખુબ જ મસ્તી કરે. તરુણ તેના માતા પિતા ને પૂરતો સમય આપે.

એટલે તો કહેવાય છે,

"સંતોષી નર સદા સુખી "

"પરમ સંતોષ મહા સુખમ "


Rate this content
Log in

More gujarati story from Margi Patel

Similar gujarati story from Drama