" સંમોહન "
" સંમોહન "


પરમ પોતાની પત્ની પ્રિયંકા અને દોઢ વર્ષની દિકરીને લઈને પોળના એક મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. ઉનાળાનો સમય હતો. ગરમી હોવાથી તેઓ રાત્રે ધાબે સુવા જતા હોય છે. એક દિવસ અડધી રાત્રે પરમને કોઈનો અવાજ સંભળાયો. આ અવાજ બહુ જ મોહક અને સંમોહિત કરે એવો હતો. ઉઠીને જોયું તો ધાબાની પાળી બાજુથી અવાજ આવતો હતો.
"પ્રિયે, અહીં મારી પાસે આવ. આ ખોળીયુ છોડી દે. આપણે બીજી દુનિયામાં જતાં રહીએ." પરમ અવાજથી સંમોહિત થઈને ધાબાની પાળી પાસે ધીમે ધીમે આવ્યો. "આવ, અહીં આવ, કુદી પડ અને આપણે એક થઇ જઈશું.'' અને અવાજથી સંમોહિત થઈને પરમ ધાબા પરથી કુદવા જ જતા હતા. અને બેબીનો રડવાનો અવાજ આવ્યો. પરમ બેબીનો અવાજ સાંભળીને પાછળ બેબી સુતી હતી એ બાજુ જોયું. બેબી પ્રત્યે પ્રેમ ઉભરાઈ ગયો અને પરમ સંમોહનમાંથી મુક્ત થયા.અને બેબી પાસે આવ્યો. અને બેબીને વ્હાલ કરી ને સુવાડી દીધી.
બીજા દિવસે પરમે પડોશી પાસેથી જાણ્યું કે એક વર્ષ પહેલાં મકાન માલિકની દિકરી પ્રેમમાં પાગલ થઇ હતી એના પ્રેમી દગો કરીને ભાગી ગયો. બીજા દિવસે એ છોકરી એ મકાનના ધાબા પરથી પડતું મુક્યું હતું.