સંકેત
સંકેત


"ભાઈ,ભાઈ આ કોમલદીદીએ તળાવનો ફોટો કેમ સ્ટેટ્સમાં મૂક્યો છે?" નાનકડો લાલો મોટાભાઈ રાકેશનો ફોન જોતા જોતા કહે છે. રાકેશ જવાબ આપે છે,"તારી કોમલદીદી છે ને ગાંડી છે. એમ કહેતી હોય કે લેખકોનું બધું સંકેતમાં હોય. આમાંએ સંકેત હશે કે પછી..."
શીલા દોડતા-દોડતા આવે છે અને કહે છે, "રાજભાઈ, કોમલનાં ઘરેથી ફોન હતો, કોમલે તળાવમાં પડીને આત્મહત્યા કરી લીધી છે."