તમારું બહુ
તમારું બહુ


નવોદિત ક્રિકેટરનો ઓટોગ્રાફ લેવા લોકો ટોળે વળેલા.
આરુષ કરણસિંહ પાસે પહોંચે છે, ત્યાં તેના પિતા આવે છે,
"એ આરુષીયા, ચાલને હવે... ટ્યુશનનું મોડું થાય છે",
તરત જ તેઓ કરણસિંહ સામે જુએ છે અને કહે છે કે,
"પ્લીઝ, તમે કહોને એને ભણવામાં ધ્યાન રાખે, તમારું બહુ છે, તમારું માનશે." કરણસિંહ ૧૦ વર્ષ પહેલાની ઘટનાને યાદ કરીને મનમાં હસે છે.