STORYMIRROR

Hemangi Bhogayata

Tragedy

3  

Hemangi Bhogayata

Tragedy

મુખવટો

મુખવટો

1 min
287


સાહિલે બહુ નાની ઉંમરે જ ડોકટરોની દુનિયામાં મોટું નામ બનાવી લીધું હતું. શહેરના કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમમાં કાયમ મુખ્ય મહેમાન તરીકે એનું જ નામ હોય. આજે પણ તે અને તેની પત્ની શબિના આવા જ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા. સાહિલે એના વક્તવ્યમાં કહ્યું,"બાળક એ તો ઈશ્વરની દેન છે. ગર્ભ પરીક્ષણ કરવું એ તો અલ્લાહના નિર્ણય પર શંકા છે. અમે ત્રણ વર્ષથી બાળકની રાહ જોઈએ છીએ, પરંતુ અમને અલ્લાહ પર પૂરો ભરોસો છે." બધા તાળીઓ પાડી રહ્યા હતા પરંતુ ત્રણ-ત્રણ વાર દીકરી હોવાને લીધે ગર્ભપાત કરાવી ચૂકેલ શબિનાની આંખમાં આંસુ હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy