Hemangi Bhogayata

Children Stories Tragedy

3  

Hemangi Bhogayata

Children Stories Tragedy

કરજ

કરજ

1 min
377


"મમ્મી, મમ્મી વતન એટલે શું ?" નાની રુહી કોઈ વાર્તા વાંચતા - વાંચતા પૂછે છે. રીનાબેન જવાબ આપે છે, "બેટા, બાળકના પિતા કે દાદાનું જે મૂળ ગામ હોય જ્યાં એ લોકોનો જન્મ થયો હોય, એમનું ઘર હોય એ સ્થળને વતન કહેવાય. માણસનું મૂળ કહેવાય વતન એ!" "મમ્મી આપણું વતન ક્યાં છે?" રીનાબેન કહે છે, "દાદા-દાદીનું ઘર છે એ વિસપુર ગામ."


"મમ્મી વતન આટલું અગત્યનું હોય તો આપણે ત્યાં જ ન રહેવું જોઈએ?" રીનાબેનને દીવાલ પર વિસપુર ગામના ઘર પાસે ઉભેલા પોતાના સાસુ-સસરાનો ફોટો જોઈને 4 વર્ષ પહેલાં પોતે કરેલી વતન છોડીને મોટા શહેરમાં નાની રુહીને લઈને રહેવા જવાની જીદ યાદ આવી જાય છે.


Rate this content
Log in