STORYMIRROR

JHANVI KANABAR

Drama

4  

JHANVI KANABAR

Drama

સંઘર્ષથી સફળતા સુધી

સંઘર્ષથી સફળતા સુધી

4 mins
22.9K


   મોબાઈલમાં રીંગ વાગતાં વિચારોમાં ખોવાયેલો સૌરભ વિચારોમાંથી બહાર આવે છે અને મોબાઈલના ડિસપ્લે તરફ નજર નાખે છે. `હા રજત બોલ... યાર કાલે જે કંપનીમાં ઈન્ટરવ્યુ છે, તે નરોડા સાઈડ છે, તો મારા ઘરેથી પાસે પડશે. તું મારે ત્યાં આવી જજે પછી જોડે જઈશું.’

   `હમમમ. ઠીક છે. મળીયે કાલે...’ કહી સૌરભે ફોન કટ કર્યો.

   `સૌરભભાઈ લો ચા પી લો...’ સૌરભની ભાભી મૃદુલાએ કહ્યું. કંઈ જ પ્રતિભાવ આપ્યા વગર સૌરભ દૂધની જેમ ચા ગટગટાવી ગયો. સૌરભ અને તેના ક્લાસમેટ્સ કમ ફ્રેન્ડસ સૌમ્યા, અતુલ અને રજત છેલ્લા છ મહિનાથી લાગલગાટ ઈન્ટરવ્યુ આપી રહ્યા હતાં... એમાંથી કોઈને જોબ મળે તો સેલરી ઓછી તો કોઈને ક્વોલિફિકેશનના હિસાબે જોબમાં સંતોષ ન હોય. સૌરભ હવે થાકી ગયો હતો. સૌરભ જ નહિ તેના ફ્રેન્ડસ પણ હવે થાકી રહ્યા હતાં. શું કરવું સમજાતું નહોતું... જોબની જરૂર બધાને હતી કારણ કે બધા જ સાધારણ પરિવારથી હતાં. સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવતા પણ મા-બાપ પર લોન થઈ ગઈ હતી. હવે, તો બસ સેટલ્ડ થાય તો મા-બાપને ચિંતા ઓછી થાય.

   બીજા દિવસે ઈન્ટરવ્યુ પર સૌરભ અને રજત પહોંચી ગયા. ઈન્ટરવ્યુ હંમેશની જેમ સારો ગયો.. હવે પરિણામની રાહ જોવાતી હતી. થોડા દિવસ પછી ખબર પડી કે, તે કંપની બંધ થઈ ગઈ. આમ ને આમ દિવસો પસાર થતા હતાં.

   `યાર હવે બહુ કંટાળ્યા છે.. ઈન્ટરવ્યુ અને રિઝલ્ટ વચ્ચે ઝોલા ખાઈખાઈને.. થોડા ફ્રેશ થવાની જરૂર છે. ચલોને મુવીનો પ્રોગ્રામ કરીએ...’ અતુલે ફ્રેન્ડસને કન્વીન્સ કરતા કહ્યું. બધાને અતુલની વાત ગમી. થોડી તાજગીની બધાને જરૂર હતી. પછી તો પાછું લાગી જવાનું હતું આ જ નોકરી માટે ભાગાભાગીમાં... આ સન્ડેનો પ્રોગ્રામ પાક્કો કર્યો. પહેલા મુવી અને પછી બહાર જ ડિનર...

   સન્ડે બધાએ મુવી જોયું અને બહાર નીકળી, ડિનર માટેની જગ્યા વિચારવા લાગ્યા. બંધ એસી હોલમાં બેસીને જમવાની જગ્યાએ ક્રાઉડમાં સ્ટ્રીટ ફુડ ખાવાનું નક્કી થયું.. એ માટે તો એક જ નામ બધાને મોંઢે આવે.. `માણેકચોક’.

   માણેકચોકમાં એન્ટર થતાં જ ઢોંસા, પાઉંભાજી, સેન્ડવીચ અને એવી અનેકવિધ વાનગીઓની ખુશ્બુથી મન ભરાઈ ગયું, હવે તેને પેટ સુધી પહોંચવાની વાર હતી. સેન્ડવીચથી શરૂઆત કરી.. સેન્ડવીચ ખાતા ખાતા અજીબ વાત બની. એ સેન્ડવીચવાળો કોઈ ફોરેન ટુરિસ્ટ સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો... બધા ફ્રેન્ડસ એકબીજાની સામે નવાઈથી જોવા લાગ્યા. એ ફોરેનર ગયો એટલે લાગ જોઈ સૌમ્યાએ પૂછી જ લીધું, `ભૈયા તમે તો ફાંકડુ અંગ્રેજી બોલો છો... કેટલું ભણ્યા છો ?’ સૌમ્યાના સવાલથી થોડા શરમાતા મલકાતા એ સેન્ડવીચવાળાએ જવાબ આપ્યો, `મેં એમ.કોમ કર્યું છે મેડમ..’

   `હેં....?’ સૌરભ, સૌમ્યા, રજત અને અતુલ ચારેયના મોં ખુલ્લા જ રહી ગયા. `હા... તો આ સેન્ડવીચની લારી કેમ ભાઈ ?’ સૌરભે ફાટી આંખે પૂછ્યું.

   `સાહેબ, એમ.કોમ કમ્પ્લીટ કર્યું એટલે નોકરી માટે બહુ જ ટ્રાય કર્યા, જોબ મળી પણ ગઈ. છ મહિના કરી પણ તોય લાગતું કે, આટલી મજૂરી કોઈની કંપની માટે કરવી એના કરતાં પોતાનું જ કંઈક સ્ટાર્ટ ના કરીએ ? સાહેબ આ તો કંઈ નથી, મારી તો બીજી બે બ્રાન્ચ છે, એક લોગાર્ડન અને એક સેટેલાઈટ. મારી ચેનલ પણ છે યુટ્યુબ પર. વિવિધ પ્રસંગોમાં ઓર્ડર પણ લઉ છું

સેન્ડવીચનો... ઘણી કમાણી થાય છે.’ વાત પૂરી કરતાં સેન્ડવીચવાળાએ કહ્યું.

   ચારેય ફ્રેન્ડસને સેન્ડવીચ કરતાં સેન્ડવીચવાળાની વાતો મજેદાર લાગી.. એ પછી તો જાણે ચારેયમાં કંઈક એક જ સરખો ઝબકારો થયો હતો, પણ અત્યારે તેમણે માણેકચોકની બધી જ વાનગીની મજા લૂંટી. છેલ્લે અશર્ફિની કુલ્ફી ખાઈ બધા રવાના પડ્યા.

   બીજે દિવસે સૌમ્યાએ બધાને વોટ્સઅપ કરી, પોતાના ઘરે મળવાનું નક્કી કર્યું. રજત, સૌરભ અને અતુલ સાંજે પાંચ વાગતા આવી ગયા.. સૌમ્યાએ વાતની શરૂઆત કરી, `ગાયઝ, આપણે કાલે પેલા સેન્ડવીચવાળાની વાત સાંભળી.. મને તો એની વાત સાંભળી, કંઈક પોતાનું અલગથી કરવાનો વિચાર આવે છે.’

   `હા યાર.. કાલે એની વાત સાંભળી મને પણ ક્યાંય ચેન નહિ પડતું. વાત તો એની સાચી.. કોઈના માટે ઢસરડા કરવા કરતાં આપણે આપણું જ કંઈક સ્ટાર્ટ કરીએ...’ સૌરભે ટાપસી પૂરાવતા કહ્યું.

   `મારા ભાઈ પણ કંઈક કરવા માટે મૂડી તો જોઈએ ને ?’ રજતે માર્ગનું મોટું વિધ્ન બતાવ્યું.

   `કંઈક લોનનું સેટિંગ થાય એમ હોય તો... આપણે ચાર મળીને નવું ચાલુ કરી શકીએ..’ સૌમ્યાએ ઉપાય બતાવતા કહ્યું.

   `નવું પણ શું ? સેન્ડવીચ બનાવીશું ?’ અતુલે હસતાં હસતાં કહ્યું.

   થોડો સમય બધા વિચારમાં પડી ગયા, ત્યાં સૌમ્યાના મમ્મી બધા માટે નાસ્તો લઈને આવ્યા. ચારેય એક જ ડિશમાંથી ઝાપટવા મંડ્યા, જાણે ખાવાથી મગજ તેજ ચાલવાનું હોય એમ.. આખરે બન્યું પણ એવું જ. સૌરભે ઉત્સાહથી પોતાનો પ્લાન બતાવતા કહ્યું, `આપણે ઈવેન્ટ મેનેજમેન્ટનું ચાલુ કરીએ તો ? આજકાલ બધા વારેતહેવારે, પ્રસંગને વગર મહેનત અને જવાબદારીથી માણવા માટે આવા ઈવેન્ટ મેનેજ કરતી હોય એવી કંપનીને હાયર કરતા હોય છે. આમાં કેટરર્સ, ડેકોરેટર્સ વગેરે જોવાનું હોય.’

   `હા, પણ આપણને કોઈ એક્સપીરિયન્સ નથી.’ રજતે સમજાવતા કહ્યુ.

   `એનો ઉપાય મારી પાસે છે.’ સૌમ્યાના પપ્પાએ અચાનક પાછળથી આવતા કહ્યું.

   `એ શું અંકલ ?’ રજતે પૂછ્યું.

   `મારા એક ફ્રેન્ડ છે મુંબઈમાં જેમને ઈવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ છે. અત્યારે મેરેજ સિઝન છે. જો તમારે ત્યાં જવું હોય તો હું વાત કરું એમને. એમની સાથે રહો અને એમનું ગાઈડન્સ લો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.’ સૌમ્યાના પપ્પાએ ઉકેલ લાવતા કહ્યું. આ વાત બધાને ગળે ઉતરી ગઈ. ચારેય ફ્રેન્ડસ મુંબઈ જવા ઉપડ્યા. ત્યાં સૌમ્યાના પપ્પાના ફ્રેન્ડ રાજીવભાઈને મળ્યા. `હા હા આવો આવો. આલોકે મને વાત કરી હતી તમારી.. તમે લોકો અહીં રહો અને મને આસિસ્ટ કરો.’ રાજીવભાઈએ સારો રિસ્પોન્ડ કર્યો.

   બે-ત્રણ ઈવેન્ટ અટેઈન કરી, સારો એવો અનુભવ લઈ ચારેય પાછા અમદાવાદ આવી ગયા. હવે બધાને થોડો આત્મવિશ્વાસ આવી ગયો હતો. આવીને લોન માટે અપ્લાય કર્યું. રજતના અંકલની ઓળખાણ કામ આવી અને લોન પાસ થઈ ગઈ. બસ, ચારેય જણે ઓફિસ ચાલુ કરી, જાહેરખબર આપી. એક બર્થ ડે પાર્ટીનો ઓર્ડર આવ્યો, એમ કરતાં કરતાં ઓર્ડર વધતા ગયા. છ-સાત મહિનાના કપરા સંઘર્ષ પછી તો ધમધોકાર બિઝનેસ ચાલવા લાગ્યો.

   આજે રવિવાર હતો, પાછો સૌમ્યાનો ફોન આવ્યો, `ચલોને ફ્રેન્ડસ, થોડા ફ્રેશ થઈ આવીએ. માણેકચોક જઈએ.’


Rate this content
Log in

Similar gujarati story from Drama