સંદીપ અને શીલાનો love letter
સંદીપ અને શીલાનો love letter
“બે અતૃપ્ત પતિ – પત્ની એ મૃત્યુ અપનાવી માણેલી તૃપ્તિ “
બંનેના ફોટા સાથે તેમના છેલ્લા લખેલા લેટર વાંચવા લાગ્યો.
પ્રિય સંદીપ ,
જિંદગીની આ સફરમાં તારો સાથ છોડી જઈ રહી છું તો મને માફ કરજે. બે દિવસ પૂર્વે ડોક્ટર પાસે મેં મારું ચેકઅપ કરાવેલું. મારો અતીત મેં તારાથી છુપાવેલો જ હતો તેનું ફળ મને મળી ગયું. મારો અતીત હું ખુદ પણ પૂરો જાણતી નહોતી ! યુવાનીમાં જયારે મારાથી એક ભુલ થઇ ગઈ હતી ત્યારે સમાજના ડરે મારા મમ્મી પપ્પા એ મારું ઓબેશન કરાવેલું હતું તે વાત મેં તારાથી છુપાવેલી હતી. પરંતુ કુદરતની સજા કે ડોક્ટરની ભુલની મને હમણાં જાણ થઇ કે મેં મારી માતૃત્વ ધારણ કરવાની શક્તિ ગુમાવી દીધી છે ! મને આ વાતની જાણ થતા મને ખુબજ આઘાત લાગ્યો છે. હું આ દુનિયા છોડી જઈ રહી છું, તું મને માફ કરીશ તો મારા આત્માને શાંતિ થશે.
તારી શીલા.
સુનીલની આંખોમાં અશ્રુનો સાગર ઉમટ્યો હતો. પછી તે સંદીપના ફોટા નીચે આપેલ લેટર વાંચવા લાગ્યો
પ્રિય શીલા ,
તારી સાથે ગુજારેલ હર પલની મધુર યાદ મારા સાથે છે, અને મને એ પણ યાદ છે જે મને ડોકટરે કહ્યું હતું કે “મી. સંદીપ આપ બ્રેઈન ટ્યુમરના પેશન્ટ છો અને તેમની ગંભીરતા આપ સમજો છો.“ આ વાત જાણ્યા બાદ મને તારી ખુબજ ચિંતા સતાવતી હતી. મારી હયાતીમાં હું તને સુખ આપી શકું તેમ નથી મારા પાસે વધુ સમય નથી. તેથી મેં આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો છે. તું સુનીલ સાથે લગ્ન કરી લેજે તો મારા આત્માને શાંતિ મળશે. સુનીલ તારો મારો સારો મિત્ર છે. તું તેમના સાથે સુખી થશે. મને આશા છે કે તું મારી આ વાત માની મારા આત્માને શાંતિ થાય તેમ કરીશ.
તારો સંદીપ.

