સંદેશો
સંદેશો
આજે પૂજાનું શ્રીમંત વિધિ થવાનું હતું ને ફોજમાં રહેલાં પતિ સંજય ઘરે આવવાનાં હતાં ડબલ ખુશી હતી. બધી તૈયારી જોરશોરથી ચાલી રહી હતી અને એકાએક સંદેશો આવ્યો બોર્ડર પર હુમલો થયો એમાં સંજય શહીદ થયા છે.
આઘાતજનક સમાચારથી માતાપિતા હાયકારો કરતાં પછડાટ ખાધી અને પૂજા પણ બેભાન થઈ ઢળી પડી..આખું ગામ હિબકે ચઢયું.
