STORYMIRROR

Daxa Ramesh

Drama Inspirational Thriller

4  

Daxa Ramesh

Drama Inspirational Thriller

"સંબંધોના સરવાળા"

"સંબંધોના સરવાળા"

3 mins
28.5K


"માં કે ટ્રેઇનર??"

"એય, ચાલ ઊભી થા તો!!

દીકરીએ આમ મોડે સુધી TV ના જોવાય!! પછી મોડે સુધી સૂતી રહે છે, એ ન ચાલે!

અને કાલે તને કહ્યું હતું કે હવે એ ટીશર્ટ ન પહેરતી! પપ્પા ને નથી ગમતું!

તું હવે, ધીમે ધીમે બોલતી જાજે આમ, છોકરાઓની જેમ રાડો પાડી ને ન બોલાય!!"

કૈલી રીતસરની કરગરવા લાગી.. મમ્મા, પ્લીઝ, કલમને સુવા દે છે!! મનેય સૂવું હોય!! . રોજ તો કલાસીસમાં જવું હોય તો ઉઠી જ જાવ છું. સન્ડે હોય તો પણ, તું કોઈ ને કોઈ નવું નવું ઘરનું કામ કરાવ્યા કરે છે!! ભૈલું ને તો કંઈ નથી કહેતી! પ્લીઝ, મમ્મા, ...""

નિલીમા ધરારથી કૈલીને બેઠી કરતી હતી અને એની જેઠાણીએ જોયું તો...નિલીમા કૈલી પર હાથ ઉગામવાં જતી હતી એણે નિલીમાને રોકી દીધી.

કૈલીનાં રૂમમાંથી હાથ પકડીને બહાર લાવતાં એનાં જેઠાણી બોલ્યા, "તું બેસ અહીં શાંતિથી ને દીકરીને પણ રહેવા દે .. શાંતિ થી!!"

નિલીમા રડમસ સુરે બોલી, "જુઓ ભાભી, આપણે રહ્યા સ્ત્રી નો અવતાર!! કાલે ઉઠી ને સાસરે જશે તો લોકો કહેશે કે માં એ કાઈ શીખવાડ્યું જ નથી! મને મારાં મમ્મી પપ્પા એ લાડથી મોટી કરી હતી પછી અહીં આવીને મને કેટલું અઘરું પડતું હતું!!"

નિલીમાનાં જેઠાણીએ એને કહ્યું, "હું એ જ વાત તને સમજાવવાં માંગુ છું. હું જ્યારે જ્યારે તને જોતી ત્યારે મને વિચાર આવતો કે તું કેવી નસીબદાર તને કેવાં પ્રેમાળ માબાપ મળ્યા!! તું કમ સે કમ એક ઉંમર તો જિંદાદિલી થી જીવી તેં જિંદગીને એટલી તો માણી!! નિલીમા, સાસરે આવ્યા પછી તો રોજિંદી ઘટમાળમાં આપણે વીંટાવવાનું જ છે અને એ આપણું કામ અને ફરજ છે. જે આપણે સ્ત્રીઓ હસતાં હસતાં સારી રીતે પાર પાડીએ છીએ. જે તું પણ, સારી રીતે નિભાવે જ છે. પણ, હું તને અને તારાં બાળપણની બિન્દાસ્ત વાતો સાંભળતી ત્યારે મને મારી માં અને મારું બાળપણ યાદ આવતું.....

... આખો દિવસ, સાસરે આમ નહિ ચાલે, ને તેમ નહિ ચાલે!! સહેલું નથી કાંઈ!! એમ કરી કરી ને, લોકો શું કહેશે ?? એવા ડરથી ન તો રમવા દેતી કે ન તો મન પડે એમ કરવા દેતી!!

મોટે થી ન બોલ!

આમ ન બેસ!!

આવું ન પહેરાય!!

...

..

આવું તો ન જાણે કેટલુંય!!

નિલીમા તું જ્યારે કોઈપણ બાબતમાં ફટાક કરતો તારો નિર્ણય જાહેર કરે છે!

તારાં કામકાજમાં તારો આત્મવિશ્વાસ ચમકે છે!

ત્યારે તરત જ બધે તારાં વખાણ થાય છે અને સહજતાથી તારાં જેઠ પણ બોલે છે, "તું ક્યારેય નિલીમા જેવી સ્માર્ટ ન બની શકી!"

પણ, નિલીમા, મારાં પતિને કે આ સમાજને, હવે મારે શું સમજાવવું કે અમારાં ઘરમાં પહેલેથી જ માબાપ કહે એ જ અને એટલું જ કરવાનું શીખવવામાં આવ્યું હતું!! પછી, સ્માર્ટનેસ ક્યાં લેવા જવી??

દીકરી અને દીકરા ને ઉછેરમાં જ ભેદ ભાવ રાખીએ છીએ. દીકરીઓને બાળપણથી જ પોતાની રીતે, કઈ કશું ન કરવા દઈને અમારી તો આખી પેઢી આમ જ ગઈ પણ, તું અને હવે આપણી હવેની દીકરીઓ શા માટે એ જુલમ સહન કરશે??

જ્યાં, સ્ત્રી એ ફક્ત પિતા, પતિ કે પુત્ર કહે એમ જ અને એટલું જ કરવું?

સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે!! એ આપણે મમ્મીઓ નહીં સ્વીકારીએ તો ... આ જમાનો શું ખાખ સ્વીકારશે??

આપણે માં થઈ ને દીકરી ને ન સમજીએ તો પછી બીજા તો ક્યાંથી સમજી શકવાનાં???

આપણે માં છીએ, દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર આપવામાં પાછી પાની ન કરાય પણ, આપણે કોઈ સર્ક્સનાં ટ્રેઇનર નથી જે સિંહને પણ કૂતરા જેવાં બનાવી દે!

અને જે શીખવશું એ બન્ને ને શીખવશું, દીકરી ને અને દીકરા ને પણ!!

દીકરી ને સારી પત્ની બનવાનું છે તો દીકરા એ પણ સારા પતિ બનવાનું જ છે, એ કેમ ભુલાય??

નિલીમા, ઉછરવા દે દીકરીને..

જો દીકરી તુલસી ક્યારો છે! તો એની માવજત કર રૂંધી ન નાખ એને!! "

નિલીમા ને બધું જ સમજાઈ ગયું. આપણને પણ!.. સાચું ને?!


Rate this content
Log in

Similar gujarati story from Drama