Desai Arvind

Abstract

2  

Desai Arvind

Abstract

સંબંધ

સંબંધ

1 min
163


સંબંધ સમય આવ્યે પરખાઈ જતો હોય છે. જિંદગીના કોઈ તબક્કે સંબંધ સાબિતી માર્ગ છે, સાથ માગે છે, સહયોગ માગે છે અને ‘ સ્ટેન્ડ ’ માગે છે. અંગત સંબંધ સ્પષ્ટ હોવો જોઈએ અને સ્વચ્છ હોવા જોઈએ. પ્રેમમાં છાનગપતિયાં ન ચાલે. પ્રેમમાં માણસ ફના થઈ જવા તૈયાર હોય છે પણ પહેલાં એને એ અહેસાસ જોઈતો હોય છે કે મારી પાસે કુરબાન થવાનું પાકું કારણ છે. એ મારી સાથે છે, કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ સ્થિતિમાં. મારા માટે એ બધું કરવા તૈયાર છે. આપણા માટે કોઈ ત્યારે જ બધું ન્યોછાવર કરવા તૈયાર હોય, જો તમારી પણ સામે એટલી જ તૈયારી હોય. દરેક સંબંધ એનો જવાબ મેળવી લેતો હોય છે. આ જવાબ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય છે.

માણસની નિયત ઉપરથી સંબંધોની નિયતિ નક્કી થતી હોય છે. કેટલાક સંબંધી તકલાદી હોય છે. તો કેટલાક સંબંધો તકવાદી હોય છે. ઉમદા સંબંધોની બુનિયાદ ઉત્તમ હોય છે. આપણી વ્યક્તિને આપણી પાસેથી સુખ, શાંતિ, શ્રદ્ધા અને સહજીવન જોઈતું હોય છે. સંપત્તિ અને સાધન - સુવિધાની જરૂર પડતી હોય છે પણ જો સ્ટેન્ડ ન હોય તો કોઈ સંબંધ ટક્તો નથી. દરેક સંબંધને આધાર જોઈતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract