STORYMIRROR

Desai Arvind

Romance

3  

Desai Arvind

Romance

જોયેલી ઘટના

જોયેલી ઘટના

1 min
338

હા, અમુક કરુણ પ્રસંગોએ મજામાં રહેવું શક્ય નથી પણ માનસિક રીતે મજબૂત તો રહી જ શકાય. હમણાંની જ એક નજરે જોયેલી ઘટના છે. એક ઘરમાં વડીલ બીમાર પડ્યા. ઉંમર મોટી હતી. એને જે બીમારી ડાયોગ્નાઇઝ થઈ એ ગંભીર હતી.

થોડા જ દિવસોમાં એને દવાખાને ખસેડવા પડ્યા. એ તો બીમાર હતા જ પણ આ ઘટનાથી એના ઘરના લોકોની હાલત એવી થઈ ગઈ કે બીમાર કરતાં એને સાચવવા અઘરા પડી જાય. બીમાર વ્યક્તિની કેર તો ડૉક્ટર્સ લેતા હતા પણ આ બધાંનું શું કરવું એ કોઈને સમજાતું ન હતું. એક તબક્કે એવું લાગે કે કેવા ઇમોશનલ લોકો છે, જોકે ઇમોશન પણ થોડીક કંટ્રોલમાં રહેવી જોઈએ. આપણી ઇમોશન્સ કોઈ માટે આફત બની જવી ન જોઈએ. આવા લોકો ગંભીર પરિસ્થિતિને વધુ ખરાબ બનાવતા હોય છે. તમે ખરાબ, ગંભીર, વિપરીત કે ચૅલેન્જિંગ પરિસ્થિતિમાં કેટલા સ્વસ્થ રહી શકો છો તેના પરથી જ તમારી મૅચ્યોરિટી નક્કી થતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance