અંત માત્ર મોતથી નથી
અંત માત્ર મોતથી નથી
અંત માત્ર મોતથી નથી આવતો. ઘણા જીવતા લોકો પણ જીવન વગરના હોય છે. શ્વાસ ચાલવો એ જ જિંદગી નથી. જિંદગી એટલે ધબકવું, જિંદગી એટલે જાગતા રહેવું અને જિંદગી એટલે સપનાં જોતાં રહેવું. ઊંઘમાં આવતાં સપનાંઓ પર આપણો અંકુશ નથી હોતો, એ તો છુટ્ટા ઘોડા જેવાં હોય છે. જાગતી આંખે જોવાતાં સપનાંની લગામ આપણા હાથમાં હોય છે. બંધ આંખે જોવાતાં સપનાં સાચાં હોતાં નથી અને ખુલ્લી આંખે જોવાતાં સપનાં ઘણી વખત સાચાં પડતાં સપનાં સાચાં પડવાં અને સપનાં સાચાં ન પડવાં પાછળ ઘણાં કારણો હોય છે. બે વ્યક્તિનું સપનું જ્યારે એક હોય ત્યારે એ સાકાર થવાના ચાન્સિસ સેંકડો ગણા વધી જાય છે. નથી.
