STORYMIRROR

Desai Arvind

Romance

2  

Desai Arvind

Romance

પ્રૉબ્લેમ

પ્રૉબ્લેમ

1 min
60

દુનિયામાં એ માણસને જ સૌથી વધુ પ્રૉબ્લેમ દેખાય છે જેના પોતાનામાં પ્રૉબ્લેમ હોય. આપણે જેવા હોઈએ એવું જ આપણે શોધતા હોઈએ છીએ. દૃષ્ટિ એવી સૃષ્ટિ એવું એમ ને એમ નહીં કહેવાયું હોય ! બ્યુટી લાયઝ ઇન ધ આઇઝ ઑફ બીહોલ્ડર. સુંદરતા આપણામાં હોય તો જ આપણે સુંદર જોઈ શકીએ. ચોરને ચાંદરડું જ દેખાય ! ચાંદરડું જોઈને એને એવું જ થાય કે અહીંથી બાકોરું પડી શકે એમ છે. આપણે જે સમજીએ અને આપણે જે માનીએ એના માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. એ વાત જુદી છે કે કોઈ આવું સ્વીકારતા નથી. આપણી નિષ્ફળતા, આપણી હતાશા, આપણી મજબૂરી અને આપણી કમનસીબી માટે પણ આપણે છેલ્લે તો કોઈને જ દોષ દેતા હોઈએ છીએ અને બીજાને કારણભૂત માનતા હોઈએ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance