સ્મશાની ચૂડેલ
સ્મશાની ચૂડેલ
મામાને ત્યાં પહેલા તો વેકેશન એટલે માસી ને મામા છોકરાઓ થઈ પચ્ચીસ જણ ઊપર બધાંએ ભેગા થઈને ધમાલ મસ્તી, આખુંય વેકેશન મામાના ઘેર. મામા સાથે રાત્રીએ કેરમ અને બીજી અનેક રમત રમતા અને વાતો કરતા !...મામાએ... ભાણીયો ને બીવડાવતા લોક મુખે સાંભળેલી ભૂતોની વાતો શરુ કરી મામા એ કહ્યુંં ઘણા લોકો સાચુ માને અને ઘણા અંધશ્રદ્ધા, અને ઘણા કહે એવુ કંઈ ના હોય ...એવી ચર્ચા ચાલી રહી હતી. ભાણીયાઓ બીતા બીતા સાચે આવું હોય. .એટલે મામા બોલ્યા હા મે તો જોયું છે.
તેમાંથી એક ભાણેજ માનવા તૈયાર નહી એટલે તે બોલ્યો મને એવી એક જગ્યા અને ઘટના કહો હુંં કાલે ત્યાં જઈશ. મામા પહેલા મારી વાત સાંભળ પછી જજે મામા એ બીવડાવતા સ્વર માં કહ્યું.
આ કોઈ સામાન્ય ભૂતની વાત નથી. આતો રુપ બદલતી સ્મશાની ચૂડેલની વાત છે. સાંભળો આપણાં ઘરથી નજીક. ...હે શું કહો છો મામા...આપણાં ઘરથી નજીક પણ કયાં ? અરે ચુપચાપ સાંભળો વચ્ચે બોલશો તો ! હું નહિ કહું. ..બઘા ચૂપચાપ બીતા બીતા એકબીજા ની નજીક બેસી ને સાંભળવા નુ શરૂ કરીયુ. હા મહાદેવના મંદિર ની બાજુમાં સ્મશાનમા રહે છે. તે મહાદેવ ના મંદિરમાં બિલાડી બની ને દિવસ દરમ્યાન રહે છે. ધોળી અને પાણીદાર આંખો ને થોડી લાંબી પૂંછડી હલાવતી ફરે છે. અને દર્શન કરવા આવનાર ને જોવા મળે છે. પણ જેને ખબર છે તે ભગવાનનું નામ દઈને ને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે. એને કોઈ એ છેડવી કે બોલાવી નહિ ..નહિ તો એ પીછો છોડતી નથી અને શરીરમાં પ્રવેશી જાય છે. તે બિલાડી તેના રૂપ થી મોહિત કરી બઘા ને રમાડવા પ્રેરિત કરે છે. ....હે મામા સાચે...એવુ છે.હા આપણાં ખેતર જવાનો રસ્તો એજ છે. મે પણ તેને ઘણી વાર જોઈ છે.
મામા .. તમે કીધુ એ રુપ બદલે છે. ...હા રાત્રે સુંદરતા ની મુરત લાગે છે. સફેદ અને રેડ સાડી, લાંબા વાળ, સુરીલો અવાજ. ..છમ છમ કરતી ચાલે, અને વરસાદ ની ઋતુ માં છત્રી લઈને રોડ પર લિફ્ટ માગે છે. અને જો કોઈ ગાડી ઊભી રહે તો ગાયબ થઈ જાય છે. અને જો તે ગાયબ ન થાય અને તેની નજીક ગયુ જોવા તો..??. તો મામા...અરે કાલે કહીશ ,.આજે બહું રાત થઈ ચાલો સુઈ જઈએ. .એમાંથી એક ભાણેજ બોલ્યો મામા મારી સાથે બહાર આવો મારે બાથરૂમ જવા જવુ છે અને બધા ખડખડાટ હસી પડ્યા. ..હવે આવતીકાલે ......
બીજા દિવસે પાછા રાત્રે બધા ભેગા થયા. અને અધુરી વાત જાણવા ની ઉત્સુકતા થી મામા ને પૂછ્યું ! કે પેલી સ્મશાની ચૂડેલ રાત્રે જો !ગાડી તેની પાસે ઊભી રહી જાય તો. ? શુ થાય. ? હા કહું છું...જો ગાડી ઊભી રહે તો ,..અને ગાડીનો કાચ ખુલતા ની સાથે જ રુપ રુપ અંબાર સ્ત્રી અચાનક મુખ બિલાડી જેવુ બની જાય છે. અને અઅઅઅઅને..નુકીલા દાંત જોતા જ માણસ બેભાન થઈ જાય છે. પછી શું થાય છે. ? સવારે માણસ ભાનમાં આવે ત્યારે હોસ્પિટલ મા હોય છે. બે ત્રણ દિવસે તેના માં શકિત આવે છે. ધણી વાર તે ચૂડેલ ગાયબ થઈ જાય છે. વરસાદ માં તે નૃત્ય કરતી જોવા મળે છે. બધા ડરવા લાગ્યા અને તેમાંથી એક ભાણેજ મ
ાનવા તૈયાર નહોતો. એટલે તે બોલ્યો હુંં એ જગ્યા પર જઈશ.જયારે હુંં ખેતરમાં ચા આપવા આવીશ ત્યારે. .ના બેટા આપડે એવા અખતરા કરવાની જરૂર નથી.
બીજે દિવસે સવારે સાઈકલ લઈને ચા આપવા નીકળ્યો અને મહાદેવના દર્શન કરી ને તે બહાર બિલાડી શોધ કરતો ? આમ ચાર પાંચ દિવસ સુધી કરવાથી એક દિવસ તેણે બિલાડી ને જોઈ. મામા એ વર્ણન કરીયું હતુ .એવી આબેહૂબ લાગતી હતી. સેજ અવાક થઈ ને તેની નજીક ગયા. ત્યાં તો વિચિત્ર અવાજ કરતી હતી. તેને નજીક જતા જ પેલો ભાણેજ બોલ્યો ચલ.....
પછી તો પેલી બિલાડી પાછળ પાછળ થોડી વાર આવી અને અચાનક ગાયબ. પેલો ભાણેજ તો પાછુ જોવે અને સાયકલ ફાસ્ટ ચલાવતો અને ચા સાચવતો આગળ વધીયો . અને અચાનક સાયકલ લઈને ભાણેજ જોર થી નીચે પછડાયો .ભાણેજ જોર થી બૂમો પાડી મામા.....મામા....કરતા ફટાકટ સાઈકલ લઈને ભાગે છે પણ ત્યા સુધી ચૂડેલ તેના શરીર મા...છતાંય હિંમત ન હારતા તે પડતો ... પડતો ખેતરના પાળે જઈને પડે છે. જોરથી પડવાના અવાજ થી મામા દોડતા આવે છે .ભાણેજ ની હાલત જોઈને તે સમજી જાય છે. એટલે ખેતરમાં રિક્ષા બોલાવી ને ઘરે લઈ જાય છે. પણ ખૂબ ધમપછાડા કરતા તેણે દોરડાથી બાંધી ઘરે લાવી ને ખાટલા માં સૂવડાવે છે. અને પછી ભૂત નિકાળનાર ને બોલાવે છે. ભૂત ભગાડનાર આવી ને હજુ તેની નજીક જઈ ને મંત્રોપચાર કરે તે પહેલા જ તેને લાત મારે.છે....લાત થી તે દૂર જઈ ને પછડાયો. અને ખાટલા માં સુવાડેલ ભાણેજ જોર થી પછડાવા લાગ્યો. એટલે તેને દોરડા થી હાથ અને પગ બાંધે છે. અને પછી ભૂવા અથવા ભૂત કાઢવાની વિદ્યા જાણનાર ને બોલાવે છે. બહું ગુસ્સો અને ધમપછાડા કરતી અંદર પ્રવેશેલી ચુડેલ બોલે છે મારે આની સાથે આવવું ન હતું.આ જ બોલાવી લાવ્યો..મારી જોડે આવું વર્તન હું કોઈ ને છોડુ નહિ. ભૂત કાઢનાર પોતાના જાણકારી મુજબ તેને બહાર કાઢવા પ્રયાસ કરે છે. તે બોલી બામણ નુ ઘર હોવાથી હુંં જઈશ પણ મારી એક શરત છે. મને મીઠુ બનાવી ને ખવડાવો. એટલે ગોરાણી શીરો બનાવી તેને ઠીબા માં આપે છે. એટલે વાત વકરી ચૂડેલ ગુસ્સાથી લાલ તારા ઘર માં ડીશ નથી આમ કરીને ફેકે છે શીરો. ....અત્યંત ગુસ્સોથી જા સવારે શું થાય તે તું જોઈ લે.
અમે તને બીજો બનાવી ને આપીયે છે. ...એ જે પણ હોય સવારે તારી ભેંસ ના બચ્ચાં નું મૃત્યુ નિશ્ચિત છે. મારા વેણ પાછા ના ફરે .બધા ડરવા લાગ્યા. ..ધમપછાડા ને કારણે ભાણેજ બહું નબળાઈ આવવા લાગી. મામા એ ભૂવા ને વિનંતી કરી કે કંઈ પણ તકલીફ આપ્યા વગર આ ચુડેલ ને અહીં થી વિદાય કરો.
શીરો બને છે. ...ભોગ ખવડાવે છે. અને વિધિ કરી મહા મહેનત થી ચૂડેલ તેના સ્થાને મુક્ત કરવામાં આવે છે. ભાણેજ બેભાન અવસ્થામાં બીજે દિવસે ભાનમાં આવે છે. બીજા દિવસે વાંછરડું મરણ પામે છે.