સમજુ
સમજુ
પણ સમજુ બેટા એ તો કહે કે, તું ગણિત કેવી રીતે શીખીશ ?
મામુ ! તું ભલે જોર લગાવે, પણ મારે હવે નથી ગણવું કે ભણવું ..!
પણ કેમ નહીં ? જરા માંડીને વાત કર અને મને સમજાવ તો ખરી સમજુ બેટા.
જવાબમાં ભાણીનું હિબકે ભરેલું રૂદન અને તેની આંખમાં બેશુમાર આંસૂડાં ઉમટ્યા !
કારણ એક જ,
એ મને એ, ઘડિયા ગણાવતા અધડિત ગલી કરે છે !
એ મને ગલી કરે છે એ જગ્યાએ, જ્યાંથી કોઈનું ક્યારેક પેટ પણ ભરાવાનું છે !
મામુ, તે તારી ભાણીને સમયથી પહેલા સ્ત્રી બનાવા માંગે છે, પણ મ્હારે હજુ બાળપણ માણવું છે.…!
મામા ! વિચારો ક્યારેક એણે સમાજમાં પહેરલા કપડાંનું આવરણ હટાવશે તો ?
બોલ મામુ આવું જીલી- જીવી ... અને ગણિત શીખીને હું શું સમજુ ?
અરે !! "સમજુ" તું નાહકની ચિંતા કરે છે, હું કાલેજ તારી શાળાના વર્ગ વચ્ચે, તારા પચાસ વરહના ગણિતના માસ્તર મનમોહનની ગળચી મરડી, તેને ગલગલિયા ભૂલાવી નાખીશ, તે આ વાત મને પહેલાં કેમ ન કરી ?
મામુ ! એનું નામ મનમોહન નહીં મોહન છે.
હા એ જ, મારી મામીનો ભાઈ !
શું વાત કરે... ?
હે, આ તો ભારે થઈ..! સમજુ છોડી દે એ મોહન પાસે ભણવાનું ! તે તો જીવનનું ગણિત બરાબર આત્મસાધ કરેલું છે !
