Abid Khanusia

Romance

3  

Abid Khanusia

Romance

સળગતાં હૈયાં

સળગતાં હૈયાં

2 mins
823


શહેરની નામાંકિત કોલેજ પોતાનો ૭૫મો સ્થાપના દિન ઉજવી રહી હતી. કોલેજ મેનેજમેન્ટ દ્વારા પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉજવણીમાં સહભાગી થવા કોલેજમાં રજીસ્ટર્ડ તેમના વતનના સરનામા પર લેખિત આમંત્રણ પત્રિકા પાઠવવા ઉપરાંત રાજયના તમામ ખ્યાતનામ સમાચાર પત્રોમાં જાહેરાત આપી આમંત્રણ પાઠવેલ હતું. કોલેજ મેનેજમેન્ટ દ્વારા શહેરમાં ઉપલબ્ધ પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી આમંત્રણ પાઠવી હાજર રહેવા ભારપૂર્વક વિનંતિ કરી હતી.


કોલેજનું ઓડીટોરીયમ ભરચક થઇ ગયું હતું. કાર્યક્રમનું સંચાલન કોલેજના ગુજરાતીના વ્યાખ્યાતા ડૉ. વિભાવરી દેસાઈના હાથમાં હતું. એક પછી એક કાર્યક્રમો પ્રેક્ષકો સમક્ષ પિરસાઈ રહ્યા હતા. પ્રેક્ષકો ખુબ રસપૂર્વક દરેક કાર્યક્રમને માણી રહ્યા હતા. કાર્યક્રમો એટલા રસપ્રદ હતા કે રાત ખુબ વીતી જવા છતાં કોઈ પ્રેક્ષકે પોતાનું સ્થાન છોડ્યું ન હતું. કાર્યકમ સંચાલક ડૉ. વિભાવરી દેસાઈએ જાહેર કર્યું કે હવે આજની ઉજવણીનો અંત આપણે આપણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સુંદર અવાજમાં ગવાએલા હિન્દી ફિલ્મ સિલસિલાના મશહુર ગીત “ યે કહાં આ ગયે હમ સાથ સાથ ચલતે ચલતે.....” થી કરીશું. સને ૧૯૮૪ ના વર્ષમાં આ જોડીએ તે ફિલ્મી ગીત કોલેજના વાર્ષિક દિને રજુ કરી કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના દિલ જીતી લીધા હતા. આપણી વચ્ચે આજે હાજર રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફરમાઈશ પર એ વીતેલા દિવસોની યાદો તાજી કરવા હું આ પ્રસંગે અમેરિકાથી ખાસ હાજર રહેલા શ્રીમતી સ્નેહલતાબેન શાહ અને આપણા શહેરના નામાંકિત ઉધોગપતિ શ્રી અરવિંદભાઈ દવેને સ્ટેજ પર હાજર થવા વિનંતિ કરુ છું.  


ઓડીટોરીયમ તાળીઓના ગડગડાટ અને સીટીઓથી ગુંજી ઉઠ્યું. લોકો પોતાની જગ્યાએથી ઉભા થઇ સ્ટેજ પર ઉપસ્થિત સ્નેહલતાબેન અને અરવિંદભાઈને આવકાર્યા. ઓડીટોરીયમમાં શાંતિ પથરાયા પછી સંગીતકારો દ્વારા સંગીત શરુ કરવામાં આવ્યું. અરવિંદભાઈના “ મેં ઓર મેરી તન્હાઈ અક્સર બાતે કરતે હૈ .... “ ડાયલોગથી ગીતની શરૂઆત થઇ. પ્રેક્ષકો બંને કલાકારો દ્વારા પીરસવામાં આવી રહેલ ગીતને ભાવ વિભોર થઇ એકદમ શાંત ચિત્તે સાંભળી રહ્યા હતા. ગીત આગળ વધતું ગયું. સ્નેહલતાબેનના કંઠની મધુરતાએ વાતાવરણમાં એક મોહકતા અને માદકતા પ્રસરાવી દીધી હતી. જયારે અરવિંદભાઈ સંવાદ બોલ્યા કે “.... કબ તક યુહી ખામોશ રહે ઓર સહે હમ. દિલ કેહતા હૈ દુનીયાકી હર એક રસ્મ ભુલાદે, દીવાર જો હમ દોનોમે હૈ આજ ગીરા દે, કયું દિલમે સુલગતે રહે લોગો કો બતાદે, હા હમકો મહોબ્બત હૈ, મહોબ્બત હૈ, મહોબ્બત હૈ. અબ દિલમે યહી બાત ઇધર ભી હૈ ઉધર ભી.......” સંવાદ પૂરો થયે સ્નેહલતાબેને બાકીની કડી ગાઈ ગીત પૂરું કરવાનું હતું પરંતુ તે પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શકયા. તેમની આંખોમાંથી ટપટપ આંસુ વહેવા લાગ્યા, ગળે ડૂમો ભરાઈ આવ્યો. અરવિંદભાઈએ સ્નેહલતાબેનના ખભા પર હાથ મુકયો. સ્નેહલતાબેન અરવિંદભાઈને વીંટળાઈ વળ્યા.    


Rate this content
Log in

Similar gujarati story from Romance