Nayanaben Shah

Tragedy

2.3  

Nayanaben Shah

Tragedy

સખી રે

સખી રે

2 mins
415


હજી પણ એ વાત યાદ આવે છે અને મારી આંખોમાં આંસુ આવી જાય છે. લોહીની સગાઈ કરતાં પ્રેમની સગાઈ કેટલી ચઢીયાતી હોય છે. એ વાત મારાથી વધારે કોણ સમજી શકે? 


ત્યારે તો મારી ઊંમર માંડ વીસેક વર્ષ હશે ત્યારે પહેલીવાર આટલી બધી પીડાનો અનુભવ કર્યો. 


નાનપણથી જ હું અને મારી સખી આરતી બાજુબાજુમાં જ રહીએ. અમારી વચ્ચે માત્ર બે દિવસ નો જ ફેર. બંને કુટુંબો વચ્ચે પણ કુટુંબીજનો જેટલો જ સ્નેહ. અમારી વચ્ચે પડોશી શબ્દ તો કયારનોય  ભુંસાઈ ગયો હતો. માસી શબ્દો એ સ્થાન લઈ લીધું હતું. મારે કે આરતી ને માસી હતા જ નહીં. એકબીજા નું ઘર એ જ અમારા માટે મોસાળ. બાલમંદિરથી કોલેજના છેલ્લા વર્ષ સુધી અમે જોડે ને જોડે જ હોઈએ. કયારેક હું કે આરતી એકલા બહાર નીકળી એ તો એવું કહેવાતું કે આજે પક્ષી એક પાંખે ઊડતું ઊડતું આવ્યું. જુદા પડવાની તો વાત જ વિચારી ના શકીએ.


જયારે લગ્નની વાત નીકળે ત્યારે બધા કહે લગ્ન પછી જ આ બંને છૂટાં પડશે. ત્યારે અમે કહેતાં, "અમે અત્યારે તો પડોશી છીએ પણ લગ્ન માટે બે ભાઈઓ જ પસંદ કરીશું. "

કહેવાય છે કે અતિરેક સારો નહીં. અમારી બાબત માં પણ એવું જ થયું. તે દિવસે મને પેટમાં ઠીક લાગતું ન હતું. મેં આરતી ને કહ્યું કે તું નોટ લખી લેજે પછી હું વાંચી લઈશ. 

પણ કુદરત ને કંઈક જુદુ જ મંજૂર હતું. રસ્તામાં પાછળથી એક કાર આવી આરતી ને કચડી ને ઝડપથી જતી રહી.  


જયારે આરતીનું શબ ઘેર આવ્યું એ જોઇને હું બેભાન થઇ ગઈ હતી. ભાનમાં આવી ત્યારે મારા મોંં માંથી એક જ શબ્દ નીકળતો હતો "આરતી". મારી તો દુનિયા જ બદલાઈ ગઈ. હવે તો જાણે પક્ષી એ એક પાંખે જ ઊડવાનું હતું. ત્યારબાદ તો હું દિવસો સુધી જમી જ ના શકી. હાથમાં લીધેલો કોળિયા હાથમાં જ રહી જતો અને આંખોમાંથી ચોધારા આંસુ વહે જતાં. કોઈ અમારો દાદર ચઢે અને અવાજ આવે તો હું દોડી ને દાદર પાસે જતાં બોલું, " આરતી".


દિવસો પછી મારી સ્થિતિ સામાન્ય થવા માંડી. જો કે આરતી આ દુનિયામાં નથી એ વિચારે જ હું વેદના અનુભવુ છું.. નજીકની વ્યક્તિ ગુમાવ્યાની પીડા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy