Rahul Makwana

Action Crime Thriller

4  

Rahul Makwana

Action Crime Thriller

સી.આઈ.ડી.

સી.આઈ.ડી.

7 mins
86


સમય : સવારનાં 8 કલાક.

સ્થળ : સી.આઈ.ડી હેડ ઓફીસ.

  એક સોનેરી સવાર આજે પુરબહારમાં ખીલેલ હતી, બધાં સી.આઈ.ડી ઓફિસરો ઘણાં સમય બાદ આજે હળવાશની પળો માણી રહ્યાં હતાં, અને સાથોસાથ તે બધાં ચા નો આસ્વાદ માણી રહ્યાં હતાં. આજે વર્ષો બાદ તેઓ આવી રીતે હળવાશનો અનુભવ કરી રહ્યાં હોય તેવું અનુભવી રહ્યાં હતાં. 

 બાકી તો તેઓ પાસે કોઈને કોઈ કેસ તો હોય છે, જે તેમની રાતોની રાતોની ઊંઘ હરામ કરી દેતી હોય છે. આથી અભિજીત, દયા, ફેડરિક, સચિન મનોમન કંઈક પ્લાન ઘડે છે.

  બરાબર એ જ સમયે એ.સી.પી. પ્રદ્યુમન આવે છે, આથી બધા જ તેમને અભિવાદન કરવાં માટે પોત - પોતાની ખુરશી પરથી ઊભાં થઈ જાય છે, અને ગુડ મોર્નિંગ વિશ કરે છે, જ્યારે આ બાજુ એ.સી.પી.પ્રદ્યુમન એક હાથ પોતાનાં કોટના ખિસ્સામાં અને બીજા હાથ પોતાની દાઢી પર ફેરવાતાં ફેરવતાં પોતાની ઓફીસ તરફ આગળ વધે છે.

"સર ! હાલ આપણી પાસે જે કાંઈ કેસ હતાં, તે બધાં જ કેસ ઉકેલાય ગયાં છે તો…?" - અભિજીત થોડુંક અટકતા બોલે છે.

"હા...તો...બોલો...અભિજીત..!" - પ્રદ્યુમ્ન પોતાની અલગ અદા સાથે પૂછે છે.

"તો...સર.. આપણે એક દિવસ બ્રેક લઈએ તો…!" - દયા અભિજીતની વાતોમાં સૂર પૂરાવતા બોલે છે.

"એટલે...તમે કહેવા શું માંગો છો..?" - પ્રદ્યુમ્ન અચરજ ભરેલાં અવાજે પૂછે છે.

"સર ! દયાનો કહેવાનો મતલબ એવો છે કે છેલ્લાં ઘણા સમયથી આપણે કોઈને કોઈ કેસમાં ઉલજાયેલા રહ્યાં છીએ, તો આજે આપણે આપણી સમગ્ર સી.આઈ.ડી ની સમગ્ર ટીમ સાથે નાની એવી પીકનીક કરીએ તો…?" - અભિજીત પ્રદ્યુમનને સમજાવા જણાવે છે.

   બરાબર એ જ સમયે ડૉ. સાળુકે અને ડૉ.તારીકા ઓફિસમાં પ્રવેશે છે, જેમણે આ વાતમાં ઓફિસમાં પ્રવેશતી વખતે સાંભળી લીધી હતી..

"એ.સી.પી...સાહેબ એમની વાત અને માંગણી બંને વ્યાજબી જ છે...હું પણ તૈયાર છું તામરી સાથે ફરવાં આવવા….બરાબર ને અભિજીત..?" - સાળુકે અભિજીતની સામે જોઈને પૂછે છે.

"હા ! સર...એવું હોય તો આપણે અહીં આપણાં શહેરથી 50 કિમી દૂર આવેલ હિલસ્ટેશન પર જઈએ, જેથી કરીને આપણે કોઈ ઈમરજન્સી આવી પડે તો સહેલાઈથી પહોંચી શકાય…!" - દયા પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે.

"યસ ! દયા...તારી વાત એકદમ સાચી છે…!" - પ્રદ્યુમન પોતાનાં હાથનાં આંગળાઓ ફેરવતાં ફેરવતાં બોલે છે.

   ત્યારબાદ સી.આઈ.ડી ની સમગ્ર ટીમ મુંબઈથી 50 કિમી દૂર આવેલ હિલ સ્ટેશન પર ફરવા માટે જાય છે…

***

સમય : 10 કલાક.

સ્થળ : હિલસ્ટેશન.

  સી.આઈ.ડી ની સમગ્ર ટીમ એટલે એ.સી.પી.પ્રદ્યુમન, ડૉ. સાળુકે, ડૉ. તારીકા, અભિજીત, દયા, ફેડરીક, સચિન,પૂર્વી, નિખિલ, પંકજ, શ્રેયા, વિવેક અને સુધાકર બધા મુંબઈથી 50 કિમી દૂર આવેલાં હિલસ્ટેશને પહોંચે છે.

  હિલ સ્ટેશન પહોંચ્યા બાદ તે બધાનાં શરીરમાં કે રગે રગમાં તાજગી પ્રસરી ગઈ હોય તેવું અનુભવી રહ્યાં હતાં, ચારેકોર આંખોમાં તાજગી ભરી દે તેવી લીલીછમ હરિયાળી, હળવો હળવો ઠંડો પવન, ઊંચી ઊંચી પહાડીઓ, મુક્તમને ઉડતાં પક્ષીઓ, ગીતો ગાતા ગાતા વહેતાં ઝરણાઓ વગેરે તેઓને મનમોહક લાગી રહ્યાં હતાં..જ્યારે પ્રદ્યુમન અને ડૉ.સાળુકે એક પથ્થર પર બેસીને બધાને આનંદ અને હર્ષોલ્લાસ કરતાં નિહાળી રહ્યાં હતાં અને મનોમન ખુશ થઈ રહ્યાં હતાં.

"ડૉ. સાળુકે ! તમને એવું નથી લાગતું કે આપણે દર મહિને આપણાં ઓફીસ સ્ટાફ સાથે આવી એક ટ્રીપ ગોઠવવી જોઈએ…?" - પ્રદ્યુમન ડૉ. સાળુકેની સામે જોઈને પૂછે છે.

"હા, ચોક્કસ કરવી જોઈએ...કેમ નહિ..!" - ડૉ. સાળુકે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં જણાવે છે.

  બરાબર આ જ સમયે અભિજીત અને ડૉ. તારીકા આ હિલ સ્ટેશનમાં આવેલ એક ખાઈની નજીક રાખેલાં બાંકડા પર એકબીજાના હાથમાં હાથ નાખીને બેસેલાં હતાં, જાણે આજે આ ટ્રીપના બહાને તેઓના સૂકાઈ ગયેલાં પ્રેમ રૂપી બીજને આજે સારું પિયત કરવાનો કે જતન કરવાનો મોકો મળી ગયો હોય તેવું તે બંને અનુભવી રહ્યાં હતાં, એકબીજાની આંખોમાં આંખ પરોવીને પ્રેમ ભરી વાતો કરી રહ્યાં હતાં...જ્યારે એ.સી.પી.પ્રદ્યુમન અને ડૉ.સાળુકે આ બાબતને જાણતા હોવા છતાંપણ નજર અંદાજ કરી રહ્યાં હતાં.

"અભિજીત….સામે નીચે જુઓ…!" - ડૉ. તારીકા એકાએક જોરથી ગભરાયેલા અવાજે બુમ પાડે છે.

"શું…થયું તારીકા…?" - અભિજીત તારીકાની સામે જોઈને પૂછે છે.

"ત્યાં ! જુઓ કોઈ લાશ પડેલી છે…!" - તારીકા પોતાની આંગળી ચીંધાતા બોલે છે.

   એટલીવારમાં સી.આઈ.ડી.ની સમગ્ર ટીમ અભિજીત અને તારીકા જ્યાં બેસેલ હતાં ત્યાં આવી ચડે છે, "શું… થયું...શું…થયું…?" - એવું તારીકા અને અભિજીતને પૂછવા માંડે છે.

   ત્યારબાદ તારીકા તે બધાને પોતે જે લાશ જોઈ તેનાં વિશે વાત કરે છે, આથી સી.આઈ.ડી ની સમગ્ર ટીમ ફરવાં આવી હોવાં છતાંય પોતાનાં મૂળભૂત કામે લાગી જાય છે, ત્યારબાદ તે બધાં પેલી ખાઈમાં ઉતરે છે અને પેલી ડેડબોડીને ખાઈની બહાર લાવે છે.

   ડૉ. સાળુકે અને ડૉ. તારીકા આ ડેડબોડીની પ્રાથમિક તપાસ કરે છે, પ્રાથમિક તપાસ કર્યા બાદ સાળુકે અને તારીકા અંદરોઅંદર કંઈક ચર્ચા કરે છે, ચર્ચા કર્યા બાદ સાળુકે એ.સી.પી.પ્રદ્યુમન સામે જોઈને જણાવે છે કે,

"આ લાશ જોતા મને એવુ લાગી રહ્યું છે કે લાશ કોઈ યુવતીની છે, જેની ઉંમર 28 વર્ષ જેટલી હોવી જોઈએ, અને આ લાશ જોતાં એવું લાગી રહ્યું છે કે યુવતી આજથી પાંચ દિવસ પહેલાં જ મૃત્યુ પામી હશે…! અને તેનું નામ સુરેખા છે…!" - પોતાનું પ્રાથમિક તારણ જણાવતાં ડૉ. સાળુકે જણાવે છે.

"પણ ! સર તમને નામ વિશે કેવી રીતે ખ્યાલ આવ્યો…?" - દયા હેરાનીભર્યા અવાજે ડૉ. સાળુકેને પૂછે છે.

"ઈન્સપેક્ટર દયા...આ યુવતીના ડાબા હાથ પર ટેટુ દ્વારા "સુરેખા" એવું લખેલ છે એટલે મને આ બાબતનો ખ્યાલ આવ્યો…!" - ડૉ. સાળુકે સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"પણ...ડૉ. સાળુકે..શું આ મર્ડર હશે...કે આત્મહત્યા…કે પછી બીજું કાંઈ..?" - પ્રદ્યુમન પોતાનાં આંગળાઓ ફેરવતાં ફેરવતાં પૂછે છે.

"જી ! એ બાબતે વધુ તો હું આ ડેડબોડીને ફોરેન્સિક લેબમાં લઈ જઈશ પછી જ જણાવી શકીશ…!" - ડૉ. સાળુકે પ્રદ્યુમનને જણાવતાં બોલે છે.

"ઓકે…!" - પ્રદ્યુમન પોતાની દાઢી પર હાથ ફેરવાતાં ફેરવતાં બોલે છે.

   ત્યારબાદ આ ડેડબોડીને સી.આઈ.ડીની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે છે, અને સી.આઈ.ડી ની સમગ્ર ટીમ પોતાની મોજમસ્તી ભૂલીને ફરી આ "રહસ્યમય" કેસની તપાસ કરવામાં લાગી જાય છે, આ ઘટનાની જાણ એ.સી.પી પ્રદ્યુમન મીડિયાવાળાને પણ કરે છે, જેથી જો સુરેખાનું કોઈ સંબંધી મળી જાય, અને સાંજે 7 કલાકની આસપાસ ડૉ. સાળુકે પ્રદ્યુમન પાસે સી.આઈ.ડી ની ઓફિસમાં આવીને જણાવે છે કે…

"સુરેખાએ આત્મહત્યા નથી કરી, પરંતુ જાણી જોઈને તેને આત્મહત્યાનું રૂપ આપવામાં આવેલ છે…" - સાળુકે ઘટસ્ફોટ કરતાં જણાવે છે.

"એ સિવાય...બીજુ કઈ…? માહિતી...મળી તમને..?" - પ્રદ્યુમન આતુરતાભર્યા અવાજે ડૉ. સાળુકેને પૂછે છે.

"હા ! સુરેખાની શારીરિક તપાસ કર્યા બાદ અમને એ બાબતનો ખ્યાલ આવ્યો છે કે સુરેખા પર પહેલાં ખૂબ જ પાશવી રીતે બળાત્કાર ગુજારવામાં આવેલ છે, અને પોતાની હવશ કે સ્વાર્થ પૂરો થઈ ગયાં બાદ સુરેખાની બોડીને આ ખાઈમાં ફેંકવામાં આવેલ છે, જેથી જોનાર હરેકને આ કેસ પહેલી નજરે "સુસાઈડ કેસ" જ લાગે.

   ત્યારબાદ સી.આઈ.ડી. ની સમગ્ર ટીમ આ કેસ સોલ્વ કરવાનાં કામે લાગી જાય છે, ધીમે ધીમે મિનિટો, કલાક, દિવસ અને રાત વિતાવ માંડે છે, આ ઘટનાને લગભગ અઠવાડિયું થવા આવ્યું હતું પરંતુ આ કેસનો ના તો કોઈ ગુનેગાર મળ્યું કે ના તો સુરેખાના કોઈ સગા સબંધીઓ….આથી પ્રદ્યુમન સી.આઈ.ડી ની સમગ્ર ટીમને આ કેસ બાબતે ચર્ચા કરવાં માટે પોતાની ચેમ્બરમાં બોલાવે છે, જેમાં ડૉ. સાળુકે અને તારીકને પણ બોલાવવામાં આવે છે,ત્યારબાદ બધાં ભેગાં થઈને આ કેસ વિશે ચર્ચા કરે છે અને પોત પોતાનો અભિપ્રાય જણાવે છે.

"સર..આ લાશ આપણને મળી ત્યારે તમે એવું કહ્યું હતું કે આ લાશ પાંચ કે છ દિવસ પહેલાં જ અહીંથી ફેંકવામાં આવેલ હતી...રાઈટ…?" - અભિજીત પોતાનાં મનમાં જે કાંઈ ચાલી રહ્યું હતું તેનાં અનુસંધાને ડૉ.સાળુકેની સામે જોઈને પૂછે છે.

"રાઈટ ! એક્ઝેટલી…!" - ડૉ. સાળુકે પોતાનું માંથું હલાવતાં બોલે છે.

"અને આપણે જે દિવસે ટ્રીપમાં ગયાં એ કયો દિવસ હતો…?" - અભિજીત બધાની સામે જોઈને પૂછે છે.

"જી ! આપણે ફરવાં ગયાં તે દિવસે શનિવાર હતો…!" - ફેડરીક અભિજીતની સામે જોઈને જણાવે છે.

"તો એનો મતલબ એવો થયો કે આ લાશને પાંચ દિવસ પહેલાં એટલે કે રવિવારના રોજ એ ખાઈમાં ફેંકવામાં આવી હશે...અને જો છ દિવસ પહેલાં ગણીએ તો આપણે ફરવાં ગયાં તેનાં એક અઠવાડિયા પહેલાં એટલે કે શનિવારના રોજ એ ખાઈમાં ફેંકવામાં આવેલ હશે…?" - અભિજીત પોતાની રજૂઆત કરતાં કરતાં જણાવે છે.

"એક્ઝેટલી ! રાઈટ મિ. અભિજીત… પણ આ સાથે સુરેખાના મર્ડરને શું લેવાં દેવા..?" - ડૉ. તારીકા હેરાનીભર્યા અવાજે અભિજીતને પૂછે છે.

"હવે હું મારા પોઈન્ટ પર આવું છું, લાસ્ટ શનિવારે તારીખ હતી 31 ડિસેમ્બર અને રવિવારે તારીખ હતી 1 જાન્યુઆરી…!" - અભિજીત વધુ જણાવતાં બોલે છે.

"અભિજીતસર ! તમે શું કહેવા માંગો છો…?" - પૂર્વી અભિજીતને અચરજ ભરેલાં અવાજે પૂછે છે.

"બસ...હું એ જ કહેવા માગું છું કે 31 ડિસેમ્બરે શનિવાર હતો અને 1 જાન્યુઆરીએ રવિવાર હતો...એટલે કે આ બે રજાનાં દિવસ હતાં, આ બંને દિવસે પેલું હિલસ્ટેશન બંધ હતું….તો કહેવાનો મતલબ માત્ર એ જ છે કે આ કામને ખૂબ જ સારી રીતે અંજામ આપનાર ગુનેગાર ત્યાં હિલસ્ટેશન પર ફરજ બજાવતાં સ્ટાફમાંથી જ કોઈ હોઈ શકે...બાકી તો સામાન્ય પબ્લિક માટે તો એ હિલસ્ટેશન બંધ હોય છે…!" - અભિજીત પોતાની વાત પૂરી કરતાં જણાવે છે.

  અભિજીતની આ રજૂઆત સાંભળી એ.સી.પી. પ્રદ્યુમનની ચેમ્બરમાં બે મિનિટ માટે એકદમ સન્નાટો છવાઈ ગયો, ત્યારબાદ બધાં જ એકસાથે અભિજીતના આવા શાર્પ ઓબ્ઝર્વેશન અને અભિપ્રાય માટે તાળીઓના ગલગાળાટ સાથે વધાવી લે છે, અને અભિજીત ડૉ. તારીકાની સામે જોઈને પોતાનાં શૂટનો કોલર ઊંચો કરતાં કરતાં હળવી સ્માઈલ આપે છે.

  આથી સી.આઈ.ડી.ઓફિસરોની શંકાની સોઈ સીધી, એ હિલસ્ટેશનનાં સિક્યુરિટી સ્ટાફ તરફ ઈશારો કરી રહી હતી, ત્યારબાદ તેઓ બધાં જ સિક્યુરિટી સ્ટાફને સી.આઈ.ડી ની ઓફિસમાં ઈન્કવાયરી કરવાં માટે ઓફિસમાં બોલાવે છે, અને દયા અને ફેડરીક તે લોકોની સારી એવી મહેમાન ગતિ કરે છે અને પૂછતાછ કરે છે.

  પૂછતાજ કરતાં જે સત્ય હકીકત સામે આવી તે તો વધુ ચોંકાવનારી હતી, કારણ કે આવા ખરાબ કામને અંજામ આપનાર બીજું કોઈ નહીં, પરંતુ મુંબઈના લોકલાડીલા એમ.એલ.ઈ ઈશ્વરસિંહ ચૌધરીનો એકમાત્ર પુત્ર હતો, જેણે 31 ડિસેમ્બરનાં રોજ મહેફિલ માણી હતી, અને આલ્કોહોલનું સેવન કરેલ હતું, અને નશાની હાલતમાં રસ્તામાં તેઓને સુરેખા મળી ગઈ હતી, આથી તેની અંદર છુપાયેલ હેવાનીયત ભરેલો શેતાન જાગી ગયો હતો, અને પોતાની બધી જ હવસ પોતાનાં મિત્રો સાથે મળીને લાચાર, નિર્દોષ સુરેખા પર ઉતારી દીધેલ હતી, અને હિલસ્ટેશનનાં સિક્યુરિટી ગાર્ડને રૂપિયાની લાલચ અને પોતાનાં બાપની બીક બતાવીને આવા દુષ્કર્મને દબાવવાનું ધૃણાસ્પદ કાર્ય કરેલ હતું.

   ત્યારબાદ કોર્ટમાં એમ.એલ.એનાં પુત્ર, તેનાં મિત્રો અને તેમના આવા કાર્યમાં ભાગીદાર થવા બદલ અને માહિતી છૂપાવી રાખવા બદલ પેલાં સિક્યુરિટી ગાર્ડને આજીવન કેદની કડકમાં કડક સજા ફટકારવામાં આવી.


Rate this content
Log in

Similar gujarati story from Action