STORYMIRROR

Nayanaben Shah

Fantasy Inspirational

3  

Nayanaben Shah

Fantasy Inspirational

શું માંગુ ?

શું માંગુ ?

1 min
165

દિલીપ મોર્નિગ વોક કરી પાછો આવી રહ્યો હતો ત્યારે એને લાગ્યું કે એના પગ સાથે કંઈક અથડાયું. અંધારાના કારણે નજીકથી જોવા માટે એ નીચો નમ્યો. અને હાથમાં સુંદર મજાનો ચિરાગ આવ્યો. હાથમાં ચિરાગ લેતાની સાથે જ એની સમક્ષ એક પરી હાજર થઈ. બોલી, "હું ઘણા વખતથી આ ચિરાગમાં પુરાયેલી હતી. તેં મને મુક્ત કરી હવે થી હું તારૂ દરેક કામ કરીશ.તું જે માંગીશ એ હું તારી સમક્ષ હાજર કરી દઇશ."

દિલીપ પરી સામે જોઇ ને બોલ્યો, "આવી રીતે મદદ કરવાથી માણસ લોભી બની જશે. મારી પાસે જે નથી એના માટે હું પ્રયત્ન કરીશ.હા, પણ તું ખરેખર ખુશ હોય તો મારી ઈચ્છા મુજબ વિશ્વમાંથી અણુબોમ્બ અલોપ કરી દે. યુધ્ધ ધરતી પર ક્યાંક ને કયાંક ચાલુ જ હોય છે એનો અંત આવી જાય એવું કર. વિશ્વમાંથી ગરીબી નાબુદ કર. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભાઈચારો સ્થાપી આપ.

આ ધરતીમાંથી માટી, પાણી,ખનિજો ખોદીખોદીને કાઢી લેવામાં આવ્યા છે. કેમિકલ્સ નાંખીને ધરતીની ફળદ્રપતા ઓછી થઈ ગઇ છે એ પાછી લાવી દે. વિશ્વમાં નફરત તથા ક્રોધનું સામ્રાજય નષ્ટ કરી દે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે માત્ર અને માત્ર પ્રેમ જ રહે એવુ કર"

"જી મેરે માલિક એમ જ થશે" કહેતાં પરી અલોપ થઈ ગઇ . માલિકે ચિંધેલા કામ કરવા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy