શુભચિંતક
શુભચિંતક
રાધા અને કિશન બંને એકા બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંનેનો પ્રેમ એક બીજાની ખુશીમાં હતો..સાથે સાથે પોતાના પ્રેમ કરતા પરિવારની ખુશી ને મહત્વ આપતા.
"કિશન મારે તને આજે એક વાત કરવી છે. મારી વાત સાંભળી તારું હૈયું તૂટી જશે. આપણે સજાવેલા સપનાઓ પણ તૂટી જશે. કદાચ તું મને ક્યારેય માફ નહીં કરી શકે. પણ હું મજબૂર છું.. પણ મને એક વિશ્વાસ છે કે તું મને જરૂર સમજી શકીશ. "
રાધા. "જલ્દી કે' તારા શબ્દો મારા દિલમાં વજ્રઘાત પાડી રહ્યા છે.. "
એક તો બે દિવસથી મને મળી નથી. આજે આવી તો આવી વાતો સાથે લઈને આવી..
"કિશન બે દિવસથી એટલે જ નથી મળી કે. હું સમજી નથી શકતી કે તને કઈ રીતે મનાવું. ?? કે પછી ખુદ ને મનાવું. ??"
"અરે રાધા તને મારા પર ભરોસો હોય તો જલ્દી બોલ.."
"કિશન એ ભરોસાના સહારે જ હું અહી આવી શકી. મારા પિતાએ મારા લગ્ન તેના એક મિત્રના પુત્ર સાથે નક્કી કરી દીધા છે..મને પણ ૨ દિવસ પે'લા જ ખબર પડી.. હવે હું ના કહું તો વર્ષોના સબંધ તૂટે..તેનું નામ માધવ છે. માધવના પિતા ના મારા પિતા પર ઘણા અહેસાન છે. હું આ સબંધ ને ના નહિ પાડી શકું.."
"અરે રાધા આટલી વાતમાં તું આટલી મૂંઝાતી હતી.."
"તું ભૂલી ગઈ. આપણે શું વાત કરી હતી. આપણી લાગણીઓનો પે'લા હકદાર આપણા માતા પિતા છે. તેમના આંસુ પર આપણે આપણી ખુશીનો મહેલ ના બાંધી શકીએ.."
"રહી વાત આપણા પ્રેમની. તો આપણો પ્રેમ તો અમર છે. ભવોભવ નો છે. અંતરની લાગણીઓને સબંધ ના મહોરની જરૂર નથી હોતી.."
"જીવનભર આપણા પ્રેમની મહેક આપણા દિલોમાં રહેશે. આજથી હું ક્યારેય તને મળવાની કે વાત કરવાની કોશિશ નહિ કરું..પણ જ્યારે તું તકલીફમાં હોઈશ મને તારી આસપાસ પામીશ.."
રાધા. કિશનને વળગી પડી..થોડી વારે અશ્રુભરી આંખે હંમેશ માટે કિશન પાસેથી વિદાય લીધી ..
પોતાની લાગણીઓ ને દિલમાં દબાવી. માધવના નામનું પાનેતર ઓઢી રાધા એ નવી જિંદગીની શરૂઆત કરી.
કિશન રાધાથી ખૂબ દૂર ચાલ્યો ગયો હતો.. દૂરથી પણ કિશન રાધાની ખુશીઓના સમાચાર મેળવતો રહેતો..હવે તેની જિંદગીનો એક જ મકસદ હતો..રાધાની ખુશી.. તેણે પોતાની પૂરી જિંદગી રાધાના નામ કરી દીધી હતી.
સમય વહેતો ચાલ્યો..માધવ. રાધા ને ખૂબ પ્રેમથી રાખતો. તેની એક મુસ્કાન માટે ગમે તે કરવા તૈયાર રહેતો..પણ કદાચ વિધાતાને રાધાની હજી એક પરીક્ષા લેવાની હતી..
રાધાને વરસાદમાં લોંગ ડ્રાઈવ પર જવું ખૂબ ગમતું અને માધવ કાયમ તેની આ ઈચ્છા પૂરી કરતો..
એક દિવસ આવી જ રીતે બંને ચાલુ વરસાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યા. અચાનક વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો..એક તો ઢળતી સાંજ અને ધોધમાર વરસાદ ના લીધે માધવે ગાડીનો કન્ટ્રોલ ગુમાવ્યો. અને ગાડી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં રાધા ને તો વધારે ના વાગ્યું પણ માધવને બહુ વાગ્યું.. તેની તાત્કાલિક સર્જરી કરવી પડે તેમ હતી..
આસપાસના લોકોની મદદથી માધવને તરત જ હોસ્પિટલ ખસેડાયો..
ડોક્ટર મહેરા બોલ્યા. " મિસિસ માધવ ટ્રીટમેન્ટ તો ચાલુ કરી દીધી પણ ૨ દિવસ માં ૮ લાખ રૂપિયા જમા કરવા પડશે.. "
રાધા ખૂબ ચિંતિત થઈ ગઈ. આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા? પોતાના પિયરમાં તો કાઇ હતું નહિ..અને માધવની કંપની પણ ઘણા સમય થી ખોટ માં જ ચાલતી હતી. એટલે માધવ પાસે પણ કોઈ બેલેન્સ નહોતું..
બીજે દિવસે સવારે રાધા હોસ્પિટલના મંદિર મા ભગવાનને પોતાની મદદ માટે વિનવતી હતી.. ત્યાં એક પ્યુન આવ્યો..
"તમને રિસેપ્શન કાઉન્ટર પર બોલાવે છે. "
રાધાને થયું નક્કી પૈસા જમાં કરાવવા બોલાવે છે..
"મિસિસ રાધા તમારા નામે એક પાર્સલ આવ્યું છે. "
રાધાએ કવર ખોલ્યું તો તેમાં ૧૦ લાખ રૂપિયા હતા..
રાધાએ નામ જાણવા કવર આમતેમ ફેરવ્યું તો પાછળ લખ્યું હતું..
જાણીતો છતાં અજાણ્યો..
શુભચિંતક..
રાધાને કિશનનું વાક્ય યાદ આવ્યું તારી જિંદગીમાં હંમેશ શુભચિંતક બની રહીશ..
રાધાએ અશ્રુભારી આંખે મનોમન તે દેવદૂતને વંદન કર્યા.

