શુભ
શુભ
ઈશ્વરના કોઈપણ અવતારની વાત હોય કે પછી પ્રકૃતિના વ્યવહારની આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, ઋષિમુનિઓ, મહાન વિભૂતિઓ, નેતાઓ, સ્વાતંત્રસેનાનીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો તેમજ સાધારણ દરેક વ્યક્તિઓ જે અખંડ ભારત સમયે ભારતની અખંડતા ટકાવી રાખવા અને મા ભારતીની સદા પ્રગતિને સ્વતંત્રતા ચાહવા પોતાનો શુભ ભાવ રાખીને દેશ કાજે અવિસ્મરણીય બલિદાનો આપ્યા છે. આમ છતાં તુલના તો ના કરી શકાય માનવીની ઈશ્વર ને પ્રકૃતિ સાથે પણ હકીકતથી પુરવાર થયેલી બાબત છે કે ઈશ્વર અને પ્રકૃતિ જગતના દરેક માનવી જોડે જે સમરૂપતા રાખી પોતાની સૂર્યરૂપે તડકો, વરસાદ, નદીઓરૂપે શીતળતા આપે છે. ખેડૂતે રોપેલ બીજમાંથી અસંખ્ય પાકો ભૂમિ લણી આપે છે. દરેક વ્યક્તિને અવિરત જીવવા માટે શ્વાસ લેવા હવા આપે છે. આવી આકાશ કે દરિયેરૂપી દિલ તો શું પણ તેનાથી હજારમાં ભાગનો પણ શુભ ભાવ જો માનવ રાખે તો પોતાનો સમાજ ને દેશ ન્યાલ થઈ જાય. માનવ તો એટલું જ કરે કે પોતાની નજર સમક્ષ આવતી જરૂરિયાત/દુઃખી વ્યક્તિઓને ઓળખી પોતાની શક્તિ સક્ષમતા મુજબ તેને ઉપયોગી થાય, સામેવાળા લોકસેવક ના લોક કે દેશ કલ્યાણના ભાવને પ્રોત્સાહિત કરે ને અભાવ બાજુએ મૂકી સાથ સહકાર આપે તેટલો શુભ ભાવ પણ પૂરતો છે. આ માટે મને માતૃભૂમિનું રક્ષણ કરતા ભૂમિ, વાયુ ને તટ રક્ષક દરેક વીર જવાનના શુભ ભાવને નતમસ્તક થવાનું મન થાય છે ને જેઓ દેશ કાજે શહિદ થયાં છે કે તેમના માટે પોતાના જીવનના તમામ ક્ષણ માત્ર માતૃભૂમિને અર્પણ કર્યા છે, તેમના જીવનમાંથી ઉપરાંત સ્વ.શ્રી.અબ્દુલ કલામ સાહેબ, વાજપેયીજી ને પ્રાચીન સમાજ સુધારકોના જીવનચરિત્ર ઉપરથી શીખવા મળે છે કે કઈ વળતર મેળવવા માટે જ કાંઈ કરવાની જરૂર નથી પણ વળતર મેળવ્યા સિવાય પણ માનવ નિઃસ્વાર્થપણે ધારે તો સમાજ ને દેશ માટે ઘણું કરી શકે છે તેના માટે બીજું કશું વિશેષ પણ કરવાની જરૂર નથી પણ પોતે જે ક્ષેત્રમાં છે તે થકી જ બીજાને કંઈ આપી શુભ ભાવના સાથે આત્મસંતોષ પણ કેળવી ને મેળવી શકે એ જ માનવ જીવનની સાર્થકતા છે.
