Divakar Narendrakumar Badheka

Crime

3  

Divakar Narendrakumar Badheka

Crime

રેપ ..ઓહ.. હાઉ કેન બી સ્ટોપ્ડ.?

રેપ ..ઓહ.. હાઉ કેન બી સ્ટોપ્ડ.?

5 mins
66


   "બળાત્કાર" શબ્દ સ્વતઃ અરેરાટી ઉપજાવે તેવો છે. તે શરીરનું કૌમાર્ય ભંગ તો કરે જ છે પણ સાથે સાથે મન અને આત્માને પણ ચૂંથી નાખે છે. હવે તો નરાધમો ઘરની સભ્યને પણ નથી છોડતા. જે બાળકી જેને પોતાને હજુ એ પણ ખ્યાલ નથી કે પોતાનું શીલ શુ? અવ્યવ શુ? કૌમાર્ય શુ? તેને નરાધમો પીખી નાખે છે જે આ દુનિયામાં ને ધરતી પર જનનય ને માફ ના કરી શકાય તેવો અત્યંત ગંભીર ગુનો છે. બાળકી, કિશોરી, તરૂણી, કુવારીકા, પરિણિત સ્ત્રીને માત્ર પોતાની હવસ સંતોષવા માટે તેના શરીરને એટલી હદે ચૂંથી નાખે, ડામ દેવા, અસહ્ય મારવી, એક કે એક થી વધુ નરાધમો દ્વારા તેણીને તેનો જીવ જતો રહે ત્યાં સુધી પીખતા હેવાનો માટે આકરીમાં આકરી સજા હોવી જોઈએ. આ પાશવી ને અમાનવીય કૃત્યો પાછળ ઘણુંખરું અશિક્ષણ, નીચતાની સોબત, બજારમાં વેચાતા નગ્ન ચોપનિયાઓ, મેગેઝિનો, CDs, DVDs, પોર્ન સાહિત્યનો ચળકાટ, ઘણીખરી વેબસિરિઝ, ટીવી વિડિઓઝ ને છોકરીઓ ને અમુક સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતા કામોત્તેજક પોશાક મહદઅંશે ભાગ ભજવે છે. અમુક લાચાર મહિલાઓ કે જે કમને બે ટંકનું ખાવા પણ ના મળતું હોય, આર્થિક લાચારી હોય, શરીરે દુર્બળ હોય કે જે બિચારીને એમ થાય કે હું કે મારા છોકરાઓ કેમ જીવશું ત્યારે એ લાચાર અબળા પોતાના આત્માને ગળે ટૂંપો દઈને પિશાચોને હવાલે પોતાનું શીલ સોંપી દે છે.

દેશમાં એવાં પણ કોઈ વિસ્તાર હશે કે જ્યાં પરિવારમાં જ અનૈતિક સંબંધો ઘર કરી ગયા હશે ને સાવ નીચલી જાતિ હોય કે છેવાડાના વિસ્તારો કે જ્યાં શરીરોની મને કે કમને અદલાબદલીને સામાન્ય માનીને લોકો ચાલતા હશે. ભૂખમરો, બેરોજગારી, નોકરીનું પ્રલોભન, અમુક પુરુષપ્રધાન વર્ગમાં વાસના સંતોષવાના કે બહુ પત્નીપ્રથા આવા બધા કુરિવાજો પણ નારીનું સૌથી ઉત્તમ ઘરેણાંને લૂંટવામાં કોઈ કચાશ નથી રાખતા. અમુક કિશોરીઓ ખોટા પ્રેમના ભ્રમમાં પોતાના માનેલ સાથીને લગ્ન પહેલા જ પોતાનું શરીર સોંપી દે છે પછી લગ્ન તો દૂરની વાત રહી પણ એકવાર શીલ લૂંટાયાના બીજા દિવસથી એ કહેવાતો સાથી નહીં પણ વાસના લૌલુપ પ્રેમી પલાયન થઈ જાય છે. કુટુંબમાંના જ કોઈ પિતા, ભાઈ, કાકા, મામા, બનેવી, સસરા કે કોઈપણ પુરુષ ઘરની દીકરી, વહુ, દીકરીઓની લાજ લેતા શરમાતા નથી તેવા અસંખ્ય દાખલાઓ તાદૃશ જોવા મળે છે. જુના જમાનાના તવાયફ ખાના અને આજે પણ વેશ્યાવાડે જતી કે પોતાનું શરીર રોજ પીખવતી કોઈપણ સ્ત્રી સ્વેચ્છાએ ત્યાં નહીં ગઈ હોય ! જિંદગીમાં ડગલે ને પગલે ઘર, ફળિયું, બજાર, ગામ, શહેર ચારેકોર ભૂખ્યા વરુઓ જ જ્યારે દેખાય ને પેટિયું રળવા કોઈ બીજો ચારો ના હોય ત્યારે રોજ પોતાનું સ્ત્રીત્વ ને આત્માને ધિક્કારતી વેળા એ લાચાર પણ શું વિતતી હશે તેની કલ્પના પણ કરવી દોહ્યલી છે. અમુક કંપનીઓમાં, ફિલ્મસિટી માં નાનામોટા રોલ મેળવવા કે ફેશન ડિઝાઇન માં પાપા પગલી માંડતી ઘણીખરી સેલિબ્રિટીઓને મન ને આત્માને મારીને બૉસના શરણે થવું પડે છે. ત્યારે અમુક પોતાના શીલ ને સ્વમાન ખાતર રોજીરોટીની ઠોકર મારનારી પણ છે. દારૂના દુષણના કારણે પણ ઘણી પત્નીઓ રાતે અને અમુક અબળા પત્નીઓ અભિમાની કે માત્ર પત્નીને વાસના સંતોષવાનું સાધન જાણીને મોટાભાગે બળાત્કાર કરે છે. ઘણી એવી સ્ત્રીઓ હશે કે જે પરોઢથી રાત્રી સુધી અસંખ્ય કામો કરીને રાતે મડદા જેવી થઈ જતી હશે જેને જીવન જીવવા શરીરને પૂરતું પોષણ પણ મળતું નહીં હોય ને રોજબરોજની કુટુંબની માયાજાળમાં પોતે કેટલી નંખાઈ ગઈ એ પણ જોવાનો સમય નહીં હોય તે પણ રાતે કમને પુરુષની વાસના સંતોષવા કેટલીય બાંધછોડ કરતી હશે જેનું કારણ માત્ર પતિવ્રતા, કુટુંબ, ઘરની આબરૂને બીજું તો ઘણું ત્યારે એમ થાય કે પેલાના જમાનામાં તો ઠીક સ્ત્રી આટલી જાગૃત ના હતી, શિક્ષણ ના હતું, નારી કલ્યાણકારી યોજનાઓ કે બચાવ કેન્દ્રો ના હતા ત્યારે ગામના મુખી કે મોટા માથાઓ અબળાઓના શરીર ને રમત સમજી પોતાની હેવાનીયત સંતોષતા પણ આજે પણ એજ પરિસ્થિતિ છે ઉલટી પરિસ્થિતિ વણસી છે. દરેક તાલુકા જિલ્લામાં નારી રક્ષણ સમિતિઓ, કલ્યાણ કેન્દ્રો, ફરિયાદ કેન્દ્રો, મહિલા આયોગ ને બીજી તો બિલાડીના ટોપની માફક સંસ્થાઓ છે ઉપરાંત સરકારી સ્લોગનો, જાહેરાતો, શિબિરો પણ છતાં શુ ? બાળકી થી માંડીને કુંવારી કે પરિણીત કે અમુક તો વૃદ્ધ મહિલાઓ પણ ક્યાં સુરક્ષિત છે? ત્યારે આજે પણ આજની કહેવાતી મહિલા સશક્તિકરણના છાયા હેઠળ કે જાગૃત નારી જોડે આવા અમાનવીય પાશવી બળાત્કાર જેવી ઘટનાઓ થાય, આંદોલનો થોડા દિવસ થાય ત્યારે છાપાઓ, ટીવી, મીડિયા, સોશ્યિલ મીડિયા દરેક પોતાની TRP જાણે વધારવાની હોડ લાગી હોય તેમ વધુને વધુ એક બળાત્કાર ની ભોગ બનેલ બાળકી કે કિશોરી કે સ્ત્રીનો વારંવાર શાબ્દિક બળાત્કાર કરતા હોય તેવું થાય. આ દુષણને નાથવાનો એક જ ઉપાય છે જે મારા માટે અરબી દેશોમાં જે આકરી સજાઓ છે ને તાત્કાલિક અમલ છે બાકી દેશમાં ગમે એટલે કડક કાયદાઓ અમલી હોય પણ ન્યાય પ્રણાલિકા ઝડપીને અસરકારક કે પ્રામાણિક નહીં થાય ત્યાં સુધી આવા બળાત્કારીઓ છડેચોક ને નિર્ભય ફરવાના તેમાં શંકાને સ્થાન નથી. આવા હેવાનો આત્તાયીઓને ઉગતા જ ડામવા જોઈએ. જે દેશ અને સમાજની અંદર રહેલા આતંકવાદીઓ છે જેમને આકરી સજાને પાત્ર છે.

    ઉપરાંત બળાત્કાર એટલે માત્ર સ્ત્રી પર થતો શારીરિક બળાત્કાર નહીં અમુક કિસ્સાઓમાં સ્ત્રીઓ દ્વારા પુરુષ ઉપર પણ સામુહિક બળાત્કારના દાખલાઓ છે પણ જૂજ છે. કોઈપણ બળપૂર્વક આચરેલું કૃત્ય તે બળાત્કાર કહેવાય. આજે બાળ મજૂર નાબુદી ધારો અમલી છે છતાં ઘણાખરા લારી ગલ્લા, હોટેલ, ધાબા, ગેરેજ, કારખાના, બિલ્ડિંગ બાંધકામ વિગેરે જગ્યાએ બાળમજૂરોને કામે રાખી મોટાપાયે શોષણ થાય છે તે પણ એક બળાત્કાર છે. કોઈ પગારદારને અપૂરતું મહેનતાણું આપી શોષણ કરવું એ પણ બળાત્કાર છે. ઘર કે સમાજક ગામ માં સાચું બોલનાર કે દેશની નીતિ માટે કડવું બોલનારના અવાજને સત્તાની બીક બતાવી દાબી દેવો તે પણ એક બળાત્કાર છે. રાજનીતિમાં નેતાઓ પ્રજાના પૈસે તાગડધિન્ના કરી પદાધિકારીઓ દ્વારા કે કોઈ લાંચિયા અધિકારીઓ દ્વારા લોકહીતના કામો ના કરી ભ્રષ્ટાચાર આચરવો એ પણ એક બળાત્કાર છે. કુટુંબનો ખ્યાલ રાખતી અષ્ટભુજ નારીનો પણ જો પોતાનો સ્ત્રીત્વનો કે સ્વમાનનો અવાજ દબાવી દેવામાં આવે તો એ પણ એક બળાત્કાર જ છે.

  આવા તમામ પ્રકારના બળાત્કાર જડમૂળથી નાબૂદ થાય તેવી અડગ આશ ને તે મુજબનું સમાજના એક જવાબદાર નાગરિક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવવું એ આપણા સૌની નૈતિક ફરજ છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime