વોટર
વોટર
માનવદેહના પંચ તત્વ પૈકીનું એક જળ તત્વ જે જીવ આધાર છે, અન્નવિહીનો માટે તો ભૂખ સંતોષનો પર્યાય છે. પાણી અનેક પ્રકારે અસ્તિત્વ ધરે છે, જે નદી સમૂહ સ્વરૂપે પૂજાય છે. તૃષ્ણા સંતોષે છે. દરિયા સ્વરૂપે અનેક જલચરોને પોષે છે. ઝરણાં સ્વરૂપે ખળ ખળ વહી મનમોહક બની કુદરતનું ઘરેણું બન્યું છે. પાણીની પણ પોતાની એક પ્રકૃતિ છે. કાયા પાત્રમાં તમે ભરો છો તે મુજબ તેનો ગુણ તમને આપે છે. પંચપાત્ર માં પૂજન અને ચરણામૃત તરીકે આચમન થકી ભક્તોને ભક્તિભાવ આપે છે. કળશમાં સ્થાપિત થતા પ્રભુ શ્રી. વિષ્ણુપૂજનનો લહાવો આપે છે. ઘડા કે માટલા સ્વરૂપે પાણીયારું શોભાવે છે. પવિત્રીકરણ કાજે ઉપયોગી ને જે મંત્ર તંત્રના સાધકો માટે તથા ઘણી બીમારીઓના નિવારણ માટે અભિમંત્રિત જળ થકી અનેકાનેક સાજા થયાંના કિસ્સાઓ છે.
પાણીની પોતાની એક સ્મૃતિ પણ છે કે તમે દૈનિક જે કંઈપણ લિકવીડ સ્વરૂપે લો છો તે પાણી હોય કે તેની સાથે ભળેલ કોઈપણ રસ હોય તમે તે ભરેલા પાત્રને ગ્રહણ કરતા પહેલા 2/3 મિનિટે હાથમાં રાખી તમારા જે કોઈપણ મંત્ર કે ગુરુમંત્ર હોય તે સ્મરી ને જો ગ્રહણ કરો તો તમારામાં ચોક્કસ દૈવીતત્વ પ્રવેશે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે મોટા ભાગે ગુરુજનો કે ઉચ્ચ કક્ષાએ પહોંચેલ મોટાભાગે પોતાનું ગ્રહણ કરવાનું પાત્ર બીજાથી અલગ રાખે તેનું કારણ એજ કે પાણીની ઉર્જા અદભુત છે અને પોતાનું સ્થાન,પાત્ર,ઉર્જા પોતાનામાં સદા સંમલ્લિત રહે અને કોઈ નકારાત્મક વ્યક્તિની ઉર્જા તેમને સ્પર્શે નહીં માટે દરેક ઘરમાં દરેક વ્યક્તિએ પોતે પીવાનું પાત્ર બને એટલું અલગ ને એક જ રાખવું જોઈએ. આપણા જીવન વ્યવહારમાં પણ માનવી માટે જે જે ઉર્જાઓ જરૂરી છે તેમ પણ પાણી માટે પણ કયા ઘરનું પાણી પીવું કે ના પીવું તે માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દ્વેષભાવ,ગુસ્સો,ચારિત્રહીન કે સદા નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિઓના હાથનું પાણી બને ત્યાં સુધી ટાળવું ને ગ્રહણ કરવાનું આવે તો પણ તે ગ્રહણ કરતી પેલા મંત્રોચ્ચાર કરી પછી જ પીવું તે પછી પાણી હોય કે બીજું કોઈપણ લીકવિડ હોય. પાણીની લાગણીની પણ પોતાની એક પરિભાષા છે. ખુશીના આંસુ ને દુઃખના આંસુ પણ આપણી આંખોમાંથી વહે છે ત્યારે તેનું વહેવાની શરૂઆત એક ચોક્કસ આંખથી થાય છે. માનવી માટે જીવનમાં પાણી એક અદભુત ને સદા આચરણ યોગ્ય ગુણ એ આપે છે કે, તે જે પાત્રમાં ઢળે છે ને બીજા જલતત્વ જેવા કે દૂધ,ખીર,સરબત,છાસ તેના સ્વરૂપમાં ૧૦૦% પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી દે છે એટલે તે મુજબ વ્યક્તિએ પણ જીવનમાં સદા દરેક પરિસ્થિતિમાં પાણીની જેમ પોતાનો માર્ગ કરી લેવો ને બીજાઓ સાથે પોતાનું અસ્તિત્વ ૧૦૦% ઓતપ્રોત થઈ જાય એ ગૂઢ સમજણ કેળવવી જોઈએ.
