Divakar Narendrakumar Badheka

Inspirational

3.1  

Divakar Narendrakumar Badheka

Inspirational

સીધી વાત..એક ઉત્તમ પારદર્શિતા..સ્વ પ્રતિબિંબ..

સીધી વાત..એક ઉત્તમ પારદર્શિતા..સ્વ પ્રતિબિંબ..

2 mins
65


જીવનમાં સ્પષ્ટતા અત્યંત આવશ્યક છે, એ પછી કૌટુંબિક, સામાજિક, સાહિત્યિક, રાજકીય, રોજિંદા વ્યવહારો, કારકિર્દી હોય, આધ્યાત્મિક કે આત્મ મૂલ્યાંકન હોય. સીધી વાત કરવા માટે પોતે શીખેલ જીવનનો અભ્યાસ, આત્મવિશ્વાસ હોય, કપરા સંઘર્ષ, ચોક્કસ ક્ષેત્રમાં પારંગત કે આવડત અને પોતાના નિર્મળ આત્માને ઓળખીને કહેવાતી સત્ય વાતો. આનું ઉત્તમ ઉદાહરણ શ્રી.વિષ્ણુગુપ્ત ચાણક્ય, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને આપણાં વડીલો કે સાહિત્યકાર વક્તાઓ છે.

ઘણુંખરું સીધી વાત કહેનારને વિરોધનો સામનો કરવો પડે છે, કારણ કે સામેની વ્યક્તિ ક્યાં તો પોતાના અહમભાવને લીધે પોતે સત્ય જાણતી હોવા છતાં સ્વીકારવા માંગતી નથી અને તેને પોતાને કહેલ સત્ય પછી પોતે કઇ ખોટું કર્યાની ભાવના સ્પષ્ટ થાય છે, જે કોઈની સામે ના આવે તે માટેનો લુલો બચાવ પણ છે. પણ સીધી વાત જુસ્સાપૂર્ણ રીતે પણ પૂરતા વિનયપૂર્વક કહેવી જોઈએ. તે સત્યથી વેગળી તેમજ માત્ર પોતાની મોટાઈ બતાવવા ખાતર કહેવાતી ના હોવી જોઈએ અને એક ખાસ બાબત એ હોવી જોઈએ કે તટસ્થ ભાવે અને પૂર્વગ્રહ વગર કહેવાતી હોવી જોઈએ. સીધી વાત કરનારે પોતાના સ્વમાનના ભોગે પણ જો સામેની વ્યક્તિને સાચે કે યોગ્ય રસ્તે વાળી શકાતી હોય અને તેના કલ્યાણ માટે હોય તો પછી પોતાની વાતને અડગ રહેવું જોઈએ.

ટૂંકમાં સીધી વાત કરનારનો હક્કદાર એ જ વ્યક્તિ છે જે પોતાના આત્માને ઓળખીને બોલે છે, તેના માટે પોતાનો પક્ષ રાખવો એ કોઇ ચોક્કસ વિષયવસ્તુ કે બાબત માટે પૂરતું આકલન, જેના પર પોતે અવલંબિત છે તે પરિબળો અને બને એટલો નિસ્પૃહ ને સામેવાળી વ્યક્તિ જો તે પણ પોતાના આગળના પગલાં માટે હકારાત્મક હોવાનું માનતી હોય કે વ્યવહારુ જનાઉ તો બેજિજક જીવનનો કોઈપણ સંબંધ કે વ્યવહાર સચવાય કે ના સચવાય પણ કોઈપણ સંજોગોમાં કૌટુંબિક, સામાજિક, રાજકીય, સાહિત્યક કે અન્ય કોઈપણ વ્યવહાર માટે સટીક ને એક અરીસા માફક પારદર્શક હશે તો જ પોતે રજૂ કરેલ સીધી વાતનો ચોક્કસ હકારાત્મક નિચોડ આવ્યાનો આત્મસંતોષ થશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational