Divakar Narendrakumar Badheka

Others

3  

Divakar Narendrakumar Badheka

Others

પિતાને પત્ર

પિતાને પત્ર

4 mins
68


મારા પૂજ્ય પાલક પિતા. તમને મારા ખૂબ ખૂબ વંદન. મારી સાત વર્ષની ઉંમર માં ને નાનો ભાઈ માત્ર ચાર વર્ષનો હતો ત્યારે આપ અમો અનાથના અમો બંને ભાઈઓને દત્તક લઈને અમારા પાલકપિતા બની અમારી જવાબદારી ઉપાડી અમને ભાવનગરથી વાપી ખાતે લાવ્યા. ત્યારથી લઈને આપના છેલ્લા શ્વાસ સુધી આપે અમો બંનેને પોતાના દિકરા કરતાં પણ વિશેષ વ્હાલ હેત આપી ઉછેર્યા. સ્વજાત કેળવણી કરતા શીખવ્યું. પોતાનું કામ આપણે જાતે જ કરવું તે આપની જેમ શીખવ્યું. દરરોજ સવારે ઘરના તમામ વ્યક્તિઓની ઘરની સફાઈ, દિનચર્યા, એકબીજાના સહકારથી કાઈ રીતે કામ કરવું સ્વાવલંબીપણું શીખવ્યું. ઘરના ઉપયોગી કે અભ્યાસ કે બેંક વ્યવહારને લાગતા તમામ દસ્તાવેજો વ્યવસ્થિત કઈ રીતે ફાઈલ કરવા તે શીખવ્યું. એક કામ લઈએ તે પૂર્ણ ના થાય ત્યાં સુધી ખંતથી તેમાં મંડ્યા રહેવું ને પૂર્ણ કરીને જ જંપવું. તે શીખવ્યું. શાળાથી લઈને કોલેજ કાળમાં પુત્ર પુત્રીઓને ન મળેલ તમામ સુવિધાઓ અમને આપીને આપનો ખભો સદ્માઆ અમને આપીને ટેકો આપ્યો. મારાથી થયેલ પરીક્ષાલક્ષી ભૂલમાં ઠપકો આપીને મને શીખવ્યું કે કારકિર્દી અત્યંત મહત્વની છે. આપના ઉચિત ઠપકાથી મને પગભર થવાની પ્રેરણા મળી. આપ અમારા બંને ભાઈનો કાળજી માટે માતા તથા અન્ય ભાઈ બહેનો સાથે પણ લડતાં પણ કદી બાંધછોડ નથી કરી. અમારા ઉછેર માટે આપે કદી પૈસાનો વિચાર ના કર્યો. મને મારી મારા જન્મદાતા પિતાશ્રી ના અવસાન બાદ સરકારી નોકરી અપાવવા આપણે ત્રણેક વખત મહેસુલ વિભાગમાં સાથે ગયેલા અને વાઘેલા સરકાર સમયે એક અરજદાર તરીકે પોતાનો પક્ષ ધારદાર રીતે કઈ રીતે રજૂ કરવો તે પણ શીખવ્યું. આપના આશીર્વાદ તથા અવિરત પ્રયાસો થકી હું આજે રહેમરાહે નોકરી મેળવી શક્યો. ત્યારપછી પણ મારું સર્વપ્રથમ મહુવા પ્રાંત કચેરી ખાતે કારકુન તરીકે પોસ્ટિંગ મળતાં આપે સને. 1997 ના સમયમાં કે જ્યારે રૂપિયાની બહુ જ વેલ્યુ હતી તે સમયે વાપી હરિયા ગ્રૂપની ખૂબ જ અગત્યની ને જાજરમાન પર્સનલ મૅનેજરની રૂપિયા 22,000/-ની નોકરી માત્ર હું મહુવા એકલો ના રહું તે માટે મોટાભાઈને ભાભીને વાપી ઘરે મૂકી મારી સાથે આવી ગયેલા. ત્યાં મારા માટે મોટાભાઈને સહયોગ થઈ નવું ઘર લીધું. વાપીમાં અમારા બંને ભાઈઓ માટે 2 ફ્લેટ લીધા. પૈસાની બચત કઈ રીતે કરવી અને સ્થાવર મિલકતમાં થોડું રોકાણ કરીને જીવનમાં આર્થિક રીતે કઈ રીતે પગભર થવું તે પણ અમને ત્રણે ભાઈને શીખવ્યું. વાપી હોય કે મહુવા આપને ડાયાબિટીસ હોવા છતાં ભલે કેરીની એક પણ ચીર ના ખાતા પણ દિકરા,દીકરી,વહુઓને કેરીનો રસ આખી ૠતુ ખવડાવતા. આવું જ વલણ અમને મિષ્ટાન કે ફરસાણ ખવડાવવાની બાબતમાં હતું. હું કચેરીમાં હોઉં ત્યારે આપ, માતા ને મારી પત્ની શાકભાજી લહેવાના બહાને ગાંધી માર્કેટ ખાતે આવતા. પછી મને નીચે બોલાવી આપણે પાણીપુરી ખાતા. આપને કમળો થયો અને તેમાંથી કમળી થઈ ત્યારે મેં તથા ભાઈઓ એ બનતા પ્રયત્નો કર્યા. હોસ્પિટલમાં એકવાર મને ને મારી ધર્મપત્ની વર્ષાને આપે પાસે બોલાવી કહેલું કે તમે બંને એ મારી બહુ સેવા કરી છે. હું ના હોઉં ત્યારે તમારી માતાનું પણ આમ જ ધ્યાન રાખજો તેમ કહી અમારા માટે હાથ મુકેલો જેનો અનુભવ આજે પણ અમે કરીયે છીએ. તમારી ઈચ્છા મુજબ વાપી નજીક આવવાની આપની ઈચ્છા મુજબ મારો નવસારી જિલ્લા ખાતે ટ્રાન્સફરના હુકમની જાણ આપના છેલ્લા દિવસોમાં આપને થઈ એટલો અમને સંતોષ આજે પણ છે. આપે મહુવા પપ્પા કીધેલું કે નવસારી આપણે મોટું ઘર લઈશું ને તેવું જ થયું આપ પછી અમને સૌને મૂકી દેવલોક પામ્યા પણ સને. 2006 માં જે ઘર મેં લીધેલું તે મહુવાના ઘરના વેચાણની બચત ને સ્વજનો ને આપના આશિષ થકી એક રૂમ રસોડાનું ઘર સને. 2010માં ઉપર બાંધકામ થયા પછી જ અમે રહેવા આવ્યા. આમ આપના કહેવા મુજબ જ થયું. જીવનના છેલ્લા દિવસોમાં આપે જે વસિયતનામું કરેલું તે પણ અમો ત્રણ ભાઈઓને ચાર બહેનો પૈકી માત્ર મને જ વિશ્વાસને મારી હાજરીમાં જ રેજીસ્ટરેડ કરેલું. જે થકી હું મારી જાતને સદનસીબ માનું છું. ટૂંકમાં આપે એક જન્મદાતાથી વિશેષ અમો બંને ભાઈઓને કાળજાના કટકાની જેમ સાચવ્યા છે. જે ઋણ અમે જન્મોજન્મ પણ આપની સેવા કે યાદ કરીએ તો પણ ચૂકવી શકીએ તેમ નથી. આપ ખરા અર્થમાં અમારા નંદરાઈ છો. આપ ધુળેટીના પવિત્ર દિવસે અમને સૌને છોડીને જતા રહ્યા. આ લખતા મારી આંખો છલકાઈ ગઈ. આજે પણ અમારા જીવનમાં કોઈપણ મુશ્કેલી હોય કે સુખની ક્ષણ અમે આપની સદા હાયટીના અહેસાસ થકી હિંમતભેર જીવનમાં આગળ વધીએ છીએ તે આપનાં આશીર્વાદ ને કૃપાનું પરિણામ છે. આપે 2 કુમળા છોડને કારમાયા પહેલા અખૂટ પ્રેમને પોતાની નૈતિક જવાબદારીથી સીંચ્યા તો આજે અમે એક માધ્યમ પ્રકારના છોડ તરીકે પૂર્ણ વિકસિત થયા છીએ. આપના માટે હું બીજું તો શું લખી શકું પણ અમારા માટે આપ જ ઈશ્વર છો, ને ઈશ્વરસ્વરૂપે જ અમારા હૃદયમાં બિરાજો છો. સને. 2001 માં આપના ગયા પછી મૌખિક તો હું રોજ તમને વંદન કરી આપની સાથે વાતો કરું છું પણ આજે ઈશ્વર પ્રેરણા થકી મારો લાગણીસભરને આપણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો પ્રેમપત્ર આપને મારા પ્રભુ સૂર્યનારાયણ મારફત મોકલું છું. આશા છે કે મારી જેમ આપની પણ આંખો પ્રેમથી છલકાઈ જશે ને આપ આમ જ અવિરત આપનો હાથ અમો સૌ પાર રાખશો. હું તો નર્યો સ્વાર્થી, આપના આશિષ સદા ઓછા જ પડશે, માટે આશીષધોધ વરસાવતા રહેજો.

તમારો વહાલો દિકરો. . દિવાકર.


Rate this content
Log in