Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

શસ્ત્ર

શસ્ત્ર

4 mins
245


આરોહ આંખો મીંચીને બેઠો હતો. ત્યાં જ એના નાનાભાઈ સ્વરે ટી. વી. ચાલુ કર્યું. આરોહને થયું કે એ નાનાભાઈ સ્વરને કહી દે કે તું ટી. વી. બંધ કરી દે. તું તો હમેશાં ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા, સી. આઈ. ડી. જેવી જ સિરીયલ જોતો હોય છે. જેમાં ખૂન થતું હોય તો કોઈને ઝેર આપવામાં આવ્યું હોય. એવી વ્યક્તિને જન્મટીપ કે ફાંસીની સજા આપવામાં આવે છે. જે સમાચાર મોટા મથાળા સાથે છાપામાં છપાય છે. પરંતુ કેટલીક સજા એવી હોય છે કે વ્યક્તિ ચૂપચાપ ભોગવે છે. ટી.વી.માં બતાવાય છે એમ કોઈ હત્યા કરવાની જરૂર જ ક્યાં છે ? 

કહેવાય છે કે શરીરના બધા અંગોમાં જીભ ને સૌથી ઝડપી રૂઝ આવે છે. પરંતુ જીભના કારણે કેટલાય માનસિક ખૂનો કરે છે એનું શું ? એ ખૂનીને ના તો ફાંસીની સજા મળે છે કે ના તો જન્મટીપની. 

આરોહ વિચારતો હતો કે પોતાનો કોઈ જ વાંક ના હોવા છતાં એની જિંદગીમાંથી ખુશી કાયમ માટે ગાયબ થઈ ગઈ હતી. કોઈ નિર્દોષને કયારેય સજા થતી નથી માટે તો કહેવાય છે કે " ભલે નવ્વાણું આરોપી છૂટી જાય પણ એક નિદોર્ષને સજા ના થવી જોઈએ. "

પોતે તો નિર્દોષ હતો પરંતુ પત્ની સુરાહી એની કોઈ દલીલ સાંભળવા કયાં તૈયાર હતી ? એ કોઈ સત્ય સાંભળવા પણ કયાં તૈયાર હતી ! 

જાહેર જીવનમાં પડેલી વ્યક્તિના જીવનમાં કશું ય ખાનગી ના હોય. જાણે કે એમનું જીવન એટલે ખુલ્લી કિતાબ. સમાજમાં આરોહનું નામ હતું. એના અવાજમાં અદભૂત મીઠાશ હતી. એને સાથ આપતી હતી સ્વરસમ્રાજ્ઞી વર્ષિણી. બંનેની જોડી જયારે ગીત ગાવાનું શરૂ કરે ત્યારે લોકો મંત્રમુગ્ધ બની જતાં. 

આરોહના ઘરની સામે જ સુરાહી રહેવા આવી હતી. આરોહ સવારે વહેલો ઊઠતો. એનો રિયાઝ ચાલુ જ હોય. સવારે સૂર્યોદય પહેલાં બૈરાગ રાગ ગાતો. સૂર્યોદય થાય ત્યારે એ રાગ ભૈરવ અને દેશકાર આધારિત ગીતો ગાતો. એના ગીતો સુરાહી મુગ્ધ ભાવે સાંભળતી. સુરાહીને બહુ સંગીતમાં ખબર પડતી ન હતી. પણ કર્ણપ્રિય અવાજનું ઘેલું લાગેલું. સુરાહી હમેશાં દસ વાગે ઊઠતી પરંતુ જયારથી આરોહના ગીતો સાંભળતી થઈ ત્યારથી સવારે ચાર વાગે ઊઠી જતી. 

ધીરે ધીરે એને ગાન સાથે ગીત ગાનાર પણ ગમવા માંડ્યો. આમ તો એને સંગીતમાં ખાસ ખબર પડે નહિ છતાં પણ એના અવાજમાં એક આકર્ષણ હતું. પડોશી હોવાને કારણે સુરાહીએ આરોહ સાથે નિકટતા કેળવવા માંડી. આખરે નિકટતા પ્રેમમાં પરિણમી. 

"મોટાભાઈ, તમે બેઠા બેઠા ઊંઘો છો. એના કરતાં બેડરૂમમાં જઈને સૂઈ જાવ. તમારે તો આખી રાતનો ઉજાગરો છે. "

આરોહને થયું કે એ કહી દે કે, " મારી ઉંઘ તો સુરાહીના ગયા પછી ઉડી ગઈ છે.પણ પોતાનું સુખ ભલે બધાને કહો પણ પોતાનું દુઃખ કયારેય કોઈ ને કહેવું નહિ. "

સુરાહીની યાદ આવતાં આરોહની આંખોમાં આંસુ આવી ગયા.હજી પણ કયાં એ દિવસ

એ ભૂલી શકયો હતો ! 

શંકાને કારણે જ એ બંને દુઃખની મંજિલ સુધી પહોંચી ગયા હતા. પ્રેમનો પાયો ગમે તેટલો મજબૂત હોય પણ વહેમ અને સંશય ના કારણે તો પ્રેમનું બાષ્પીભવન થઈ ગયું હતું. 

સંગીતની દુનિયામાં આરોહ અને વર્ષિણીની જોડી પ્રખ્યાત હતી. જયારે એમનો સંગીત નો કાર્યક્રમ હોય ત્યારે ટિકિટો તરત વેચાઈ જતી. કયારેક તો ટિકિટોના કાળાબજાર પણ થતાં. ઘરમાં પૈસાનો તો જાણે વરસાદ વરસતો હતો. એક સુહાની હતી કે એ પતિની સાથે વર્ષિણીની પ્રશંસા સાંભળી એ વાતનો જ વિચાર કરી કરી ને એણે શંકા કરીને જિંદગીને ઝેર બનાવી દીધી હતી. 

આખરે પતિ તથા વર્ષિણીના સંબંધો વિષે પતિ પર જાતજાતના આરોપો મુકી અત્યંત બિભત્સ શબ્દો બોલી પિયર જતી રહી. એનું મન તૂટી ગયું હતું. ખરેખર દુનિયાનું ખતરનાક શસ્ત્ર તો જીભ છે. પછી લોકો શા માટે છરા, ચપ્પુ કે ઝેરથી મારે છે. નાનકા, હું જીવવા ખાતર જીવું છું. મને મારૂ સંગીત જીવાડે છે. વર્ષિણી તો મારી શિષ્યા હતી. તને ખબર છે કે ઉત્તરા અર્જુનના પ્રેમમાં પડી ત્યારે અર્જુને કહ્યું, " શિષ્યા તો દીકરી સમાન હોય એની સાથે લગ્ન ના થાય. એના લગ્ન અભિમન્યુ સાથે કરાવ્યા. નાનકા આતો આપણી સંસ્કૃતિ છે. હું વર્ષિણી સાથે કઈ રીતે પ્રેમ કરી શકું ? "

આરોહના નાનાભાઈ એ કહ્યું, "મોટા઼ભાઈ, તમે સૂઈ જાવ. તમારી તબિયત તો જુઓ. "

"હું વિચારું છું કે સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ, વગેરે સિરીયલમાં ખૂન લોકો શા માટે કરતાં બતાવે છે ? ખૂન તો બિભત્સ શબ્દોથી પણ થાય છે. હાલ મને પણ.. .. " 

"મોટાભાઈ, જુની વાતો યાદ કરવાથી શા માટે દુઃખી થાવ છો ? તમારી નિર્દોષતા બધા જાણે છે. વર્ષિણીના લગ્ન એના પ્રેમી સાથે તમે જ કરાવી આપ્યા હતા. એ સમાચાર છાપામાં પણ છપાઈ ગયા. સુરાહી ભાભી એ પણ એ સમાચાર વાંચ્યા જ હોય ને ! એ મનભરીને પસ્તાવો કરતાં હશે. ચલો, તમે સૂઈ જાવ. "

જયારે સુરાહી એ સમાચાર વાંચ્યા ત્યારે તેને થયું કે આરોહ તો સંગીતને વરી ચૂક્યો છે. મારા મનની બળતરાએ સંગીતથી શાંત ના કરી શકે ! તાનારીરીએ તાનસેનની બળતરા મલ્હાર રાગ ગાઈને શાંત કરી. આરોહ પણ એવો કોઈ રાગ ના ગઈ શકે ? હમણાં તો એ પ્રાયશ્ચિત રૂપે ભાગવત વાંચતી હતી. શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી પર રાગ અનંગ વર્ધનમ્ વગાડતા જેને કારણે ગોપીઓ દોડી આવતી. આરોહ, તારી પાસે સંગીત છે તું પણ એવો રાગ છેાડ કે હું દોડી આવું. કોઈને પણ મનાવવા માટે સંગીત મહાન શસ્ત્ર છે. માની લીધું કે મેં શબ્દોના ઘા કરી તમને ઘાયલ કર્યા. પણ તમારું સંગીત...!

બોલી સુરાહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સ્ત્રીઓ માટે આંસુ પણ અમોઘ શસ્ત્ર છે. એ વિચારતી હવે કદાચ કયારેય આરોહ એને સ્વીકારશે નહિ. આરોહ તો એના જીભરૂપી શસ્ત્રથી ઘાયલ થયેલો જ છે. હવે તો એનું આંસુરૂપી શસ્ત્ર પણ કામ નહિ લાગે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy