શ્રધ્ધા
શ્રધ્ધા


રવિ નાનપણથી જ સમજુ અને ડાહ્યો. મા- બાપ વગર વાંકે કંઈ બોલે તો સામે જવાબ ના આપે ચૂપચાપ સાંભળી લે પણ પોતાની નિદોઁષ હોવાની સફાઈ પણ ના આપે. રવિથી ત્રણ ભાઈઓ બહુ જ જબરા રવિને પણ હેરાન કરે. અને મા બાપ ને સામા જવાબ આપતા. ભાનુભાઈ ત્યાં દબાયેલા રહે અને પછી પોતાનો ગુસ્સો રવિ પર કાઢે. આમ કાયમ વગર વાંકે રવિ ને જ સહન કરવું પડે. આમ કરતા રવિના લગ્ન થયા એની પત્ની ભારતી આ બધુ જોવે એનાથી સહન ન થાય કે રવિને ખોટો અન્યાય થાય છે. પણ રવિ તો કોઈનો વાંક જ ના જુવે એ એને હેરાન કરનાર અને અન્યાય કર્યો હોય એનો જ પક્ષ લે. આમ કરતા બીજા ભાઈઓ ના લગ્ન થયા. પરિવાર મોટો થયો. રવિના ઘરે દીકરાનો જન્મ થયો.
રોજ રાત્રે રવિ પિતાના પગ દબાવે એમની સેવા કરે અને માતા પિતા ને જે ભાવે એ વસ્તુઓ નોકરી પરથી આવતા લેતો આવે અને મા બાપ ને ખુશ કરવા માટે બધું કરે.
પણ દરેક વખતે રવિ નાકામ જ રહ્યો. મા બાપ ને તો રવિથી નાના ભાઈઓ જ વ્હાલા હતા તેથી રવિની સારી વાત કે સારા ગુણ એમને દેખાતા જ ન હતા.
એક દિવસ રવિથી નાના ભાઈની તબિયત અચાનક લથડી ગઈ. ડોક્ટર ને બતાવ્યું, એમણે મોટા ડોક્ટરને બતાવવા કહયું, ત્યાં ખબર પડી કે બે કિડની ફેઈલ થઈ ગઈ છે કોઈની કિડની મળી જાય તો સારું થઈ જાય. રવિએ કહ્યુ હું આપીશ મારી કિડની અને એની કિડની મેચ થઇ ગઇ રવિ ને સંતોષ કે મેં સારું કર્યું પણ પિતા નેતો એમા શું એની ફરજ હતી.વાર તહેવાર પ્રસંગમાં રવિની ગણતરી જ ના કરે પણ રવિ આજેય શ્રધ્ધાથી માતા પિતાની સેવા કરે છે કે એક દિવસ તો મા બાપ ખુશ થશે અને મને પ્રેમ કરશે. મારે એમની ખુશી અને પ્રેમ સિવાય બીજું કશું જોઈતું જ નથી.......