Tanvi Tandel

Crime Romance Thriller

3  

Tanvi Tandel

Crime Romance Thriller

શ્રદ્ધા ભાગ ૪

શ્રદ્ધા ભાગ ૪

4 mins
14.7K


(અગાઉના પ્રકરણમાં જોયું કે રાઘવ અને રીપલ બન્ને પોતાના પ્રેમને લગ્ન નું સ્વરૂપ આપવા ઈચ્છે છે. તેમનું નેકસ્ટ સ્ટેપ છે માં બાપને જાણ .. ચાલો હવે એમના માતા પિતા આ સંબંધને સ્વીકારે છે કે કેમ ? તે જોઈએ.)

ઘરે જઈ રિપલે તેના પપ્પા-મમ્મીને રાઘવ સાથેના પ્રેમ સંબંધ વિશે જણાવ્યું. માતા -પિતા માટે તો આ વ્રજાઘાત સમાન હતું. બન્ને એ ચોખ્ખી ના પાડી. એક નોકરનો દીકરો ને એમનો જમાઈ ? એમને આ કોઈ કાળે સ્વીકાર્ય નહોતું.

એ વાત સાચી હતી કે રાઘવ હવે નોકર નહોતો. તેણે કરકસર કરી ઘર લીધું હતું. રાચરચીલું પણ વસાવી લીધું હતું. સુખી જીવન આપી શકે એ સઘળું રાઘવ પાસે હતું પણ નોકરનો દીકરો એ લેબલ લાગેલું હતું. પોતાની માન પ્રતિષ્ઠા નેવે મૂકી દીકરીની ખુશી સાચવવી કે સામાજિક હોદ્દો એ મનોમંથનમાં શેઠ હતા. ત્યાં જ રીપલ ઘર છોડી જતી રહી ના સમાચાર મળ્યા. દીકરીને ભરોસો હતો કે તેના પપ્પા કોઈ કાળે લગ્ન માટે સંમત નહિ થાય.

રાઘવની આનાકાની છતાં રીપલના આગ્રહ ને વશ થઈ બન્ને ઘર છોડી ભાગ્યા. રાઘવના પિતાને પણ ક્યાં જાણ હતી કે પોતાનો પુત્ર પોતાની આટલા વર્ષોની સાચવેલ પ્રામાણિકતાનો બદલો આ રીતે ચૂકવશે.

આ બાજુ બન્ને અમદાવાદથી સીધા મુંબઈની સુપર ફાસ્ટ ટ્રેન પકડી પહોંચી ગયા નવા શહેરમાં. થોડા દિવસો ઘરથી દૂર રહિશું તો સઘળું સારું થશે એવો બન્નેનો મત હતો. સ્ટેશન ઉતરી નજીક જ આવેલ એક હોટેલમાં રોકાયા.

આ એ જગ્યા હતી જ્યાં રીપલ અને રાઘવના જીવનમાં જબરજસ્ત વળાંક આવનાર હતો... અણધાર્યો, કદીના કલ્પેલો...

રાઘવ રિપલ બન્ને યુવાન હૈયા આજે ખૂબ ખુશ હતા. ગૃહસ્થ જીવનનું પ્રથમ પગથિયું બન્ને ચઢી ગયા હતા. હોટેલ હોવા છતાં બન્ને આ રૂમ જોઈ ખુશ થયા.બન્ને વર્ષોથી એકબીજાને ચાહતા હતા. ને આજે એકબીજાના પર્યાય બનવા આતુર હતા. ખરેખર અણમોલ અવસર હતો.

રીપલ ફ્રેશ થઈ જા. ત્યાં સુધી હું જમવાનું રૂમમાં મંગાવી લઉં. સાથે લાવેલ બેગમાંથી કપડાં લઈ રીપલ ફ્રેશ થવા ગઈ. થોડી વારમાં વેઈટર જમવાનું મૂકી ગયો. રીપલ સાડી પહેરી બહાર આવી. આવા રૂપ માં રાઘવ પ્રથમ વાર એને જોઈ હતી. એનો ગોરો સપ્રમાણ દેહ, કમનીય વળાંકોમાં લપેટાયેલી સાડી આજે રાઘવને આકર્ષિત કરી રહ્યા.

'શું જુવે છે ?' રીપલ હસતા હસતા બોલી.

'તને...'

'ચાલ પેલા જમી લઈએ બહુ ભૂખ લાગી.'

'હા... ચાલ જમીને તારી વાત...' બન્ને ધરાઈને જમ્યા.

'રીપલ તું મારી આજથી જીવનસંગિની. આપણે પ્રેમથી જીવન શણગારીશું.'

'હા રાઘવ... હું પણ તને ખૂબ પ્રેમ કરું છું ને કરતી રહીશ.' રાઘવે રિપલને બાથમાં ભરી લીધી. આજ પહેલા બન્ને કેટલીયે વાર એકબીજાને ભૂલથી સ્પર્શ્યા હતા પણ આજની નજાકત અલગ હતી. આ ક્ષણોમાં કૈક અદભૂત પરિતૃપ્તિનો અહેસાસ હતો.

રીપલના લાંબા લહેરાતા વાળમાંથી શેમ્પૂની માદક સુગંધ આવી રહી હતી. રીપલ... રાઘવ પોતાની જાતને રોકી ના શકયો. તેણે રીપલને ઉંચકી લીધી.

'અરે, રાઘવ હું પડી જઈશ.'

'પડવા માટે ક્યાં પકડી છે...' માદક સ્મિત બન્નેના મો પર રમી રહ્યું. પ્રેમભર્યો જુસ્સો બન્નેમાં પ્રતીત થતો હતો. હફાંતા શ્વાસોમાં પ્રેમની ઝલક ભરી હતી. પોતાની લાગણીઓના ઉંભરાને ઠાલવતા રાઘવે સાહજિક રીતે જ રીપલના અધરોને ચૂમી બેઠો. બન્ને એકબીજાના અધરોનું રસપાન કરતા રહ્યા. રાઘવની આંગળીઓ રીપલના વાળમાં ફરી રહી. મન ભરીને બન્ને શરીરસુખ માણતા રહ્યા. બન્ને વચ્ચેની તમામ ભેદરેખા ઓ આજે ભૂંસાઈ ગઈ. બન્નેના અતૃપ્ત શરીરો એકબીજાનો સ્પર્શ ઝંખતા હતા. ગરમ શ્વાસો એકબીજામાં ભળ્યા ને સાથોસાથ બન્ને એ સુહાગરાતનો ભરપુર આનંદ માણ્યો. આંખોમાં સંતોષ ભાવ ડોકાઈ રહ્યો. બન્ને ક્યારે સુઈ ગયા ખબર જ ના રહી.

સવારે ઉઠતાં જ રાઘવે જોયું તો બાજુમાં રીપલ ન્હોતી. બે ત્રણ બૂમ પાડી પણ... રીપલનો અવાજ ના આવ્યો. ફટાફટ ઊંભા થઈ બાથરૂમ ચેક કર્યું પણ ક્યાંય રીપલ ના દેખાઈ. ફોન તો બન્નેના સ્વિચ ઓફ હાલતમાં રાઘવ પાસે જ હતા એટલે ફોન કરવાનો પ્રશ્ન જ નહોતો. કઈક અજુગતું બન્યાના ખ્યાલે રાઘવ ગભરાયો. તરત કપડાં પહેરી હોટેલ રિસેપશન પર તપાસ કરી પણ કંઈ જવાબ ના મળ્યો.

રિપલ ના પપ્પા... કદાચ પોલીસ.... શું કરવું શું ના કરવું કઈક જ ના સમજાતા ફરી રૂમમાં ગયો. બહાર ગઈ હોય ક્યાંક. રૂમમાં જઈ પૈસાની બેગ તપાસ કરતા માલુમ પડ્યું કે સઘળું ગાયબ હતું. હોટેલ માલિકનો વ્યવહાર પણ શંકાસ્પદ જણાયો. રાઘવ સીધો પોલીસ સ્ટેશન જવા નીકળ્યો. અજાણ્યું શહેર... પૈસા પણ નહિ... જવું કેમનું ?

એક રિક્ષાવાળાને પૂછતા નજીકમાં જ પોલીસ ચોકી છે એવી માહિતી મળી. સીધો ત્યાં ગયો રાઘવ. ત્યાં ઇન્સ્પેક્ટર ને સઘળી હકીકત કહી. ઘરેથી ભાગીને નવું જીવન જીવવા નીકળેલા, પ્રેમી પંખીડા પર ત્યાં હાજર પોલીસ હસી રહ્યા. ઇન્સ્પેક્ટર દ્વારા એ પણ જાણવા મળ્યું કે જે હોટેલમાં એ લોકો રોકાયા હતા એ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતી. રાઘવ માથું પકડી ત્યાં જ નિરાશ હ્રદયે બેસી પડ્યો. પોતાના નિર્ણયો કેટલા ખોટા હતા હવેની આવનારી પરિસ્થિતિનું કલ્પન જ એને હચમચાવી ગયું.

'મે આ શું કર્યું? મારા લીધે રીપલ...' આગળ એ વિચારી ના શકયો. ઇન્સ્પેક્ટરને તે કાકલૂદી કરવા લાગ્યો.

'સાહેબ... બચાવી લો. તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું.

ઇન્સ્પેક્ટર શર્માને રાઘવની આંખોમાં ખબર નહિ શું દેખાયું.

'ચાલ... બેસ ગાડીમાં.' જીપ લઈ રાઘવને બેસાડી જીપ ભગાવી એમણે. ( ક્રમશ:)

( રીપલ ક્યાં હશે ? તેના પિતા દ્વારા કોઈ વ્યૂહનો ભોગ બની કે પછી..... ? રાઘવનું શું થશે? ઇન્સ્પેકટર રાઘવને ક્યાં લઇ જાય છે ? તમામ પ્રશ્નોના ઉત્તર પ્રકરણ -૫...)


Rate this content
Log in

Similar gujarati story from Crime