Tarak dave

Tragedy Inspirational

5.0  

Tarak dave

Tragedy Inspirational

સહનશીલતા

સહનશીલતા

2 mins
627


સહનશીલતા એક એવું સત્ય છે કે જેનાથી બધાને પોતાના જીવનમાં રૂબરૂ થવું જ પડે છે. સહનશીલ થવું એક ગુણ છે ને એમાં જ આપણો વિકાસ છે. આજે આપણા જીવનમાં દુઃખ છે તેનું કારણ છે જલ્દી ઘભરાઈ જવું.


 સહનશીલતા નું ઉદાહરણ લેવું જ હોય તો મહાત્મા ગાંધી ને લો. જેમને આખું જીવન સહન કર્યું ને અહિંસાનો માર્ગ પકડી રાખ્યો.


એક સ્વામી એ સરસ કહ્યું છે કે દરેક મા બાપ ને એવું હોય છે કે તેનું બાળક સારું જમે, વિટામિન્સ લે, જિમમાં જાય, કસરત કરે પણ સાથે સાથે એ પણ શીખવાડજો કે કોઈક દિવસ સારું ના મળે તો પણ ચલાવી લેજે. 

એને એ પણ શિખવાડજો કે કોઈ વખાણ કરે તો હરખાઈ ના જતો ને કોઈ ટીકા કરે તો ખોટું ના લગાડતો એવી સહનશક્તિ આપજો.

દરેક વખત તારી જીત જ થાય તેવું ના શિખવાડતાં પણ કોઈક વખત હાર થાય તો પણ ચલાવી લેજે તેવું શિખવાડજો. કેમ કે અત્યારે તો એવું થઇ ગયું છે કે આધુનિકતા એ માજા મૂકી છે ને હવે આપણે જ આપણા બાળક ને પરપોટા જેવો બનાવી રહ્યા છે " બેટા આવું ના થાય, બેટા આવું કરાય એમ કરીને જ આપણે તેને પાંગળો બનાવી રહ્યા છીએ."અત્યારેની રમત જોઈ લો, ફક્ત ને ફક્ત મોબાઈલ જેમાં હરવાનું થાય એટલે બંધ કરીને ફરીથી રિસ્ટાર્ટ. બસ જીતવું જ છે હારવું નથી. જયારે પહેલાની રમતમાં ચીટીંગ પણ થતી ને હારતા પણ હતા તો બાળક સહનશીલ બનતું. અરે બાઈક ચલાવતા પણ શીખવજો ને ક્યારેક ના મળે તો ચાલતા પણ શીખવજો. આપણા ખેતરમાં છોડ વાવ્યો હોય તો એને આપણે એકલું પાણીમાં જ રાખીએ છીયે ? ના , તેને તડકો પણ આપીએ છીયે. તેવી જ રીતે બાળક ને પણ તડકો આપો.


અત્યારનું જ ભણેલું જનરેશન જોઈ લો, સૌથી વધુ છૂટાછેડા થાય છે કેમ ? કેમ કે સહનશીલતા નથી. અરે સહનશીલતા તો સીતા માતા ની કહેવાય, કે તે જયારે વિદાય થઇ રહ્યા હતા ત્યારે પિતા જનકએ કીધેલું કે "દીકરી હવે તારું ઘર મિથિલા નહી પણ અયોધ્યા છે,બેટા દુઃખ સહન કરજે પણ અયોધ્યાનો ઉમ્બરો પાર ના કરતી" તે હતી સહનશીલતા ને અત્યારે તો દીકરીની માતા કહે બેટા કોઈ જ તકલીફ પડે તો મિસ કોલ કરજે.


  બાળક ને ગમે તેટલી સગવડ આપજો પણ સાથે સાથે તેના વગર રહેવાની પણ તાલીમ આપજો. અત્યારે બાળકને મોબાઇલ કે બીજું કઈ ના લઈ આપો એટલે આત્મહત્યા કરશે. શું આવા પરપોટા જેવા થઇ ગયા આપણે?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy